Exclusive: વીણા મલિકના અંડરવિયરવાળા નિવેદન પર મચી બબાલ

મુંબઇ, 18 ઓક્ટોબર: પાકિસ્તાની કલાકાર વીણા મલિકનું નામ બદલીને વિવાદ મલ્લિક કરી દેવામાં આવે તો કંઇ ખોટું નથી કારણ કે તે જાણી જોઇને એવી વાતો કરે છે જેના કારણે તે વિવાદો અને ટીકાનો શિકાર બની જાય છે. વીણા મલિકના તાજેતરના વિવાદે ફરી એકવાર હોબાળો મચાવી દિધો છે.

બનારસની મહિલા જાગૃતિ સંગઠને વનઇન્ડિયા સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે વીણા મલિક એક બેશરમ મહિલા છે તેને તો તાત્કાલિક પાકિસ્તાન મોકલી દેવામાં આવે. તેની ફૂવડ અને ગંદી વાતોથી આપણે ત્યાં બાળકીઓ પર ખોટી અસર પડશે. પોતાની ગંદી વાતો અને હરકતોથી બૉલીવુડમાં ચકવાનું સપનું જોનાર વીણા મલિકે કલાને પણ વ્યવસાય બનાવી ચૂકી છે.

veena-malik-ashmitpatel-600

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની વિવાદિત તારીકા વીણા મલિકે તાજેતરમાં કહ્યું હતું કે બિગ બૉસ સીઝન 4માં મને અને અસ્મિતને લઇને ઘણું બધુ કહેવામાં આવ્યું છે, મને શોમાં અસ્મિત પટેલના અંડરગારમેન્ટ ધોતા બતાવવામાંઆવી હતી જેના માટે મારી ખૂબ ટીકા કરવામાં આવી પરંતુ હું એ જણાવી દઉ કે ફક્ત હું અસ્મિતના અંડરગારમેન્ટ ધોતી ન હતી, અસ્મિત પણ મારા અંડરગારમેન્ટ ધોતો હતો અને તે પણ પુરા મન અને પ્રેમથી.

અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બોસ 4 ના માધ્યમથી ભારતીય ધરતી પર પગ જમાવનાર પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક અને અભિનેત્રી અમીષા પટેલના ભાઇ અસ્મિત પટેલ અને વીણા મલિક બિગ બોસ બાદ પણ એકબીજાની નજીક હતા, થોડા દિવસો બાદ વીણા મલિક ખાસ મહેમાન બનીને તેમના ઘરે આવી હતી જેના કારણે તે અમીષા અને અસ્મિત પટેલ વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ કેટલાક દિવસો બાદ વીણા-અસ્મિતમાં ના જાણે શું થયું, જેના કારણે બંને એકબીજાને ઓળખતા પણ ન હતા. ઘણા લાંબા સમય બાદ બંને ફિલ્મ સુપર મૉડલમાં જોવા મળ્યા જે સુપર ફ્લોપ રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X