For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અશ્મિત પટેલ ક્યારેય મારા મિત્ર નહોતાં : વીણા મલિક

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 મે : પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક કે જેમનું નામ બિગ બૉસ 4 દરમિયાન અભિનેતા અશ્મિત પટેલ જોડાયુ હતું, તેમણે જણાવ્યું કે તેઓ ક્યારેય અશ્મિત પટેલના મિત્ર નહોતા. વીણાએ જણાવ્યું કે તેઓ પોતાના કૅરિયર સાથે ફ્રેન્ડશિપ મેંટેન કરવામાં જ વિશ્વાસ ધરાવે છે.

veena-ashmit

વીણા મલિક અને અશ્મિત પટેલ બિગ બૉસ 4 દરમિયાન બહુ નજીક દેખાયા હતાં અને ઘણા ઈવેંટ્સમાં બંને સાથે પણ દેખાયા હતાં. બંનેએ ક્યારેય પોતાના સંબંધો અંગે કોઈ ખુલાસો કર્યો નહોતો. વીણા અને અશ્મિતે સુપરમૉડેલ ફિલ્મમાં સાથે કામ પણ કર્યુ હતું.

વીણા મલિકે જણાવ્યું - અશ્મિત ક્યારેય મારા મિત્ર નહોતાં. અમે બંને 2010માં બિગ બૉસ 4 દરમિયાન મળ્યા હતાં અને તે પછી અમે ક્યારેય મળ્યા નથી. હું માત્ર કામ કરુ છું. મારી મૈત્રી માત્ર મારા કૅરિયર સાથે છે. હાલ હું બિગ બૉસના કોઈ પણ સભ્ય સાથે સમ્પર્કમાં નથી. તેઓનો મારા જીવનમાં કોઈ દખલ નથી.

બૉલીવુડ ફિલ્મો અને કન્નડ તેમજ તેલુગુ પ્રોજેક્ટોમાં વ્યસ્ત વીણા મલિક ભારતીય લોકો સાથે જોડાઈને ખુશ છે.તેઓ કહે છે કે ભારત અદ્ભુત દેશ છે. ગલી ગલી મેં ચોર હૈ તથા તેરે નાલ લવ હો ગયા ફિલ્મોમાં આયટમ સૉંગ કરનાર વીણા મલિકની ઝિંદગી 50 50 ફિલ્મ આગામી 24મી મેના રોજ રિલીઝ થનાર છે. તેઓ ફિલ્મમાં સેક્સ વર્કના રોલમાં દેખાશે. ફિલ્મમાં રાજન વર્મા, રાજપાલ યાદવ તથા રિયા સેન પણ છે.

English summary
Pakistani actress Veena Malik, who was linked to actor Ashmit Patel post their "Bigg Boss 4" stint, says he was never her friend and that she only believes in maintaining friendship with her career.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X