એનઆરઆઈ સાથે લગ્નની અટકળો ફગાવતાં અસીન
મુંબઈ, 9 માર્ચ : બૉલીવુડના ચર્ચિત અભિનેત્રી અસીને પોતાના લગ્નની અટકળો ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું કે તેઓ કોઈ એનઆરઆઈને નથી જાણતાં કે જેની સાથે તેમના લગ્નની વાતો થઈ રહી છે.

અસીને જણાવ્યું - આ બધી રીતસર બકવાસ છે. કોઇકે ઉપજાવી કાઢેલ વાતો છે અને પરાણે ઊભી કરેલી કલ્પના છે. હું નથી લગ્ન કરવા જઈ રહી કે નથી અમેરિકા ખાતે સૅટલ થવા. હું અમેરિકા પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા ગઈ હતી, નહીં કે પોતાની સેટિં માટે.
અસીનના પ્રવક્તાએ આ અંગેનો ખુલાસો મીડિયા સમક્ષ કર્યો.
નોંધનીય છે કે એવી અટકળો વહેતી થઈ હતી કે અસીન એક પ્રવાસી ભારતીય એટલે કે એનઆરઆઈ યુવાન સાથે લગ્ન કરવાનાં છે. તેઓ લાંબા સમયથી આ યુવાન સાથે ડેટિંગ કરી રહ્યાં છે. આ ડેટિંગ હવે સંબંધમાં પરિવર્તિત થવા જઈ રહી છે. સમાચાર એવાં પણ છે કે અસીન જેમની સાથે લગ્ન કરી રહ્યાં છે, તેઓ અમેરિકામાં રહે છે અને લગ્ન બાદ અસીન પણ અમેરિકામાં સૅટલ થઈ જશે.












Click it and Unblock the Notifications
