Happy Birthday : અસીનની હસીન ફિલ્મી સફર
મુંબઈ, 26 ઑક્ટોબર : બૉલીવુડમાં સુપર હિટ રહેનાર સાઉથની અભિનેત્રી અસીન થોટ્ટુકમલ આજે જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. તેમનો જન્મ કેરળના કોચ્ચિં ખાતે 26મી ઑક્ટોબર, 1985ના રોજ થયો હતો. બૉલીવુડમાં ગઝની ફિલ્મ દ્વારા આમિર ખાન સાથે કૅરિયર શરૂ કરનાર અસીન થોડાક દિવસ અગાઉ પોતાના લગ્ન અંગેની અફવાઓના કારણે ચર્ચામાં આવ્યા હતાં. જોકે પછીથી તમામ બાબતો ઉપર તેમણે એમ કહી બ્રેક લગાવી હતી કે તમામ સમાચારો બકવાસ છે. તેઓ લગ્ન નથી કરી રહ્યાં.
ખેર, એ તો સમય જ બતાવશે કે અસીન લગ્ન કરી રહ્યાં છે કે નહીં, પરંતુ હાલ તો આપણે અસીનના 28મા જન્મ દિવસે તેમનું બૉલીવુડ ઇતિહાસ અને કૅરિયર ચકાસી લઇએ. 2008માં ગઝની ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કરનાર આ દક્ષિણ ભારતીય અભિનેત્રીએ પાંચ વર્ષ દરમિયાન છ ફિલ્મોમાં કામ કર્યું છે. ઉપરાંત આ વર્ષે અસીનની વધુ એક ફિલ્મ ઐસે કો તૈસા આવશે, તો 2015માં આપકા સાયા ફિલ્મ આવશે. ઐસે કો તૈસા ફિલ્મમાં તેમની સાથે અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી હશે, તો આપકા સાયામાં રણબીર કપૂર છે. જોકે અસીનની તામિળ અને તેલુગુમાં અનેક ફિલ્મો ચાલુ જ છે.
અસીને બૉલીવુડમાં પોતાના અત્યાર સુધીના કૅરિયર દરમિયાન તમામ મોટા કલાકારો સાથે કામ કરી લીધું છે. શરુઆત જ મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સાથે કરનાર અસીનની છેલ્લી ફિલ્મ ખિલાડી 786 અક્ષય કુમાર સાથે હતી. આ તેમની અક્ષય સાથે બીજી ફિલ્મ હતી, તો સલમાન સાથે લંડન ડ્રીમ્સ બાદ રેડી ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું છે. બીજી બાજુ અજય દેવગણ સાથે પણ તેઓ બોલ બચ્ચન ફિલ્મમાં કામ કરી ચુક્યાં છે.
આવો આપણે તસવીરો વડે માણીએ અસીનની બૉલીવુડની હસીન સફર :

અસીનની હસીન સફર
અસીન થોટ્ટુમકલે બૉલીવુડમાં ગઝની ફિલ્મ સાથે પ્રવેશ કર્યો હતો. તેલુગુ અને કન્નડ પછી હિન્દીમાં 2008માં આવેલી આ ફિલ્મમાં આમિર ખાન તેમના હીરો હતાં. પોતાની પ્રથમ જ બૉલીવુડ ફિલ્મ હિટ જતાં અસીન પણ રાતોરાત હિટ થઈ ગયા હતાં.

લંડન ડ્રીમ્સ
ગઝની હિટ થતાં અસીને પછી તો તમામ મોટા હીરો સાથે કામ કર્યું. તેમની બીજી જ ફિલ્મ સલમાન ખાન સાથે આવી. લંડન ડ્રીમ્સ ફિલ્મ જોકે અપેક્ષાકૃત ઓછી સફળ નિવડી, પરંતુ અસીનની લોકપ્રિયતા જળવાઈ રહી.

હાઉસફુલ 2
સલમાન ખાન પછી અસીનને બૉલીવુડના વધુ એક સફળ અભિનેતા અક્ષય કુમાર સાથે કામ કરવાની તક મળી. હાઉસફુલ 2માં અસીન અક્ષયની સાથે ચમક્યાં. આ ફિલ્મ જોરદાર હિટ રહી.

રેડી
અસીને સલમાન ખાન સાથે બીજી ફિલ્મ રેડીમાં દેખા દીધી. આ ફિલ્મ પણ જોરદાર હિટ રહી.

બોલ બચ્ચન
બૉલીવુડના વધુ એક સ્ટાર અજય દેવગણ જાણે બાકી રહી ગયા હોય, તેમ અસીને તે ખામી પણ બોલ બચ્ચન દ્વારા પુરી દીધી. અજય દેવગણ સાથેની આ ફિલ્મમાં જોકે અસીનનો રોલ લાંબો નહોતો, પરંતુ પ્રભાવશાળી જરૂર હતો.

ખિલાડી 789
અક્ષય કુમાર સાથે અસીને પુનઃ જોડી બનાવી ખિલાડી 786 ફિલ્મમાં. આ ફિલ્મ પણ હિટ રહી.

અક્ષય સાથે વધુ એક વાર
ભવિષ્યમાં અસીન અક્ષય સાથે વધુ એક વાર નજરે પડી શકે છે. ફિલ્મનું નામ ઐસે કો તૈસા છે કે જે 2014માં રિલીઝ થવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
