Athiya shetty baby bump : આથિયા શેટ્ટીએ કેમેરા સામે બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, જુઓ ફોટો

Athiya shetty baby bump : બોલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી તેના માતૃત્વના સફરના એક સુંદર તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે હાલમાં તેની પ્રેગ્નેન્સી ફેઝ એન્જોય કરી રહી છે અને તેનો ગ્લો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરોમાં સ્પષ્ટ જોવા મળે છે.

આથિયાએ તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી, જેમાં તે પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી.

Athiya shetty baby bump

બ્રાઉન કલરના ડ્રેસમાં પોઝ આપતી આથિયા પાર્કમાં બેઠેલી હતી, જ્યાં તે પોતાના બેબી બમ્પ પર પ્રેમથી હાથ ફેરવી રહી હતી. તેના ચહેરા પર નખરાતી ખુશી અને માતૃત્વનો ગ્લો ચાહકોના દિલ જીતી રહ્યો છે.

એક તસવીરમાં તે તેના પતિ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી. બંને એકબીજાની નજીક બેઠેલા હતા અને ચાહકોને પરફેક્ટ કપલ ગોલ્સ આપી રહ્યા હતા.

આથિયાએ શર્ટના બટન ખોલીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો અને ડેનિમ જીન્સ સાથેની આ લુકમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. આથિયાએ આ તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, ઓહ બેબી!

ફોટો બાદ ચાહકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો. આ ફોટોઝ વાયરલ થતાં જ ચાહકો અને સેલિબ્રિટીઝ દ્વારા શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 23 જાન્યુઆરી 2023ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. બંનેએ પોતાના લગ્નને ખૂબ ખાનગી રાખ્યા હતા, જેમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.

હવે આ થોડી જ મહિનાઓમાં માતા-પિતા બનવાના આનંદમાં મગ્ન છે અને ચાહકો પણ તેમના જીવનના આ નવા અધ્યાયની રાહ જોઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X