Video : ઓસ્ટ્રેલિયન માસ્ટર શેફ ગેરી મેહિગને હુમા કુરેશીને જાહેરમાં કિસ કરી, વીડિયો વાયરલ
બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશી આ દિવસોમાં તેની આવનારી ફિલ્મ તરલાને લઈને ચર્ચામાં છે. આમાં તે ભારતીય માસ્ટર શેફ તરલા દલાલની ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મની ચર્ચા વચ્ચે હવે હુમા કુરેશી બીજી એક બાબતને લઈને ચર્ચામાં આવી છે.
હાલમાં હુમા કુરેશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હુમા કુરેશી ઓસ્ટ્રેલિયન માસ્ટર શેફ ગેરી મેહિગન સાથે જોવા મળી રહી છે. આ દરમિયાન ગેરી મેહિગ કંઈક એવુ કરે છે કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હુમા કુરેશી અને શેફ ગેરીનો આ વીડિયો ફિલ્મ તરલાની એક પ્રમોશનલ ઈવેન્ટનો છે. અહીં શેફ ગેરી મેહિગન પણ હાજર રહ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે શેફ ગેરી હુમા કુરેશીને મળતા જ તેને કિસ કરવા માટે પરમિશન માંગે છે અને પછી કિસ કરે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયન માસ્ટર શેફ ગેરી મેહિગને હુમા કુરેશીને મળતાં જ પૂછ્યું કે શું આપણે કિસ કરવાના છીએ? જ્યારે હુમા કુરેશીએ આ સવાલનો જવાબ હામાં આપ્યો તો ગેરીએ હુમાના ગાલ પર કિસ કરી લીધી. વીડિયો જોયા બાદ લોકો શેફ ગેરી અને હુમા કુરેશીના વખાણ કરી રહ્યા છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, આ ફિલ્મમાં હુમા કુરેશી તરલા દલાલનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ પહેલા રીલીઝ થવાની હતી પરંતુ કેટલાક કારણોસર રોકી દેવામાં આવી હતી. આખરે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને તે 7મી જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ ZEE5 પર સ્ટ્રીમ કરવામાં આવશે.
તરલા દલાલ એક ભારતીય ફુડ રાઈટર, કુક, કુક બુક લેખક અને રસોઈ શો હોસ્ટ છે. વર્ષ 2007માં તે પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર તે પ્રથમ ભારતીય મહિલા હતી. તેમનું દેશી નુસ્કે આજે દરેક ભારતીય ઘરોમાં જાણીતુ છે.












Click it and Unblock the Notifications
