For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : ‘ફોન કો ભી થોડા આરામ દો... બડી મહેનત સે બનતી હૈં ફિલ્મેં’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 જૂન : ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર ફિલ્મો પ્રત્યે લોકોનું ક્રેઝ અને આકર્ષણ વધારવા તેમજ લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. પીવીઆર તથા સિનેમૅક્સ પ્રૉપર્ટીઝમાં ચાલતી ફિલ્મ પહેલાં એક લઘુ ફિલ્મ આવે છે અને તેમાં વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મના હીરો તરીકે અક્ષય કુમરાની એન્ટ્રી થાય છે.

akshay

અક્ષય કુમાર આ લઘુ ફિલ્મમાં લોકોને થિયેટરને ગંદુ નહીં કરવાની તથા ફિલ્મ ચાલતી હોય, તે દરમિયાન મોબાઇલ ફોન બંધ રાખવાની સલાહ આપે છે. તેઓ કહે છે કે પિક્ચર હૉલને પોતાનું ઘર જ સમજો અને ફોનને પણ થોડોક આરામ આપો. ફિલ્મો સખત મહેનતથી બને છે. તેમને ધ્યાનથી જુઓ.

અક્ષય કુમાર આ લઘુ ફિલ્મમાં ઓયૂટીએમએના પોતાના શોએબ નામના પાત્ર તરીકે જ લોકો સામે આવે છે. મિલન લુથરિયા દિગ્દર્શિત વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મ 8મી ઑગસ્ટના રોજ રિલઝ થવાની છે. ફિલ્મમાં તેમની સાથે સોનાક્ષી સિન્હા અને ઇમરાન ખાન પણ છે. આ ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈની સિક્વલ છે.

અક્ષય કુમારે એક નિવેદનમાં જણાવ્યું - અમને લાગે છે કે દર્શકોને થિયેટર્માં મોબાઇલ ફોન્સનો ઉપયોગ કરતાં રોકવાની સલાહ આપવા માટે આ જ યોગ્ય મંચ છે.

<center><iframe width="100%" height="338" src="http://www.youtube.com/embed/UOs8jD_bBZo" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Bollywood star Akshay Kumar is dissuading viewers from using mobile phones inside theatres.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X