આયુષ્માન અને તબ્બુની ફિલ્મ 'અંધાધુન'નું ટ્રેલર રિલીઝ

આયુષ્માન ખુરાના, રાધિકા આપટે અને તબ્બુ સ્ટારર ફિલ્મ અંધાધુનનું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે.

આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને તબ્બુ સ્ટારર ફિલ્મ અંધાધુનનું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. ફિલ્મની વાર્તા એક મર્ડર મિસ્ટ્રી પર આધારિત છે. અંધાધુનમાં આયુષ્માન ખુરાના એક અંધ મ્યૂજીશિયનના રોલમાં છે. આ ફિલ્મ આગલા મહિને એટલે કે 5 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર જોઈને તમે અંદાજો નહીં લગાવી શકો કે આખરે મર્ડર કોણે કર્યું અને આયુષ્માન ખુરાના સાચે અંધ છે કે નહીં.

અંધાધુનનું ટ્રેલર લૉન્ચ થયું

અંધાધુનનું ટ્રેલર લૉન્ચ થયું

બે મિનિટના આ ટ્રેલરને મધરાત્રીએ લૉન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું કે આ ફિલ્મ એક અંધ મ્યૂજીશિયનની વાર્તા છે. દરમિયાન તેની મુલાકાત રાધિકા આપ્ટેથી થાય છે. આયુષ્માન અને રાધિકા સાથે સમય વિતાવે છે. દરમિયાન તબ્બુની એન્ટ્રી થાય છે.

મર્ડર મિસ્ટ્રી

મર્ડર મિસ્ટ્રી

આયુષ્માન તબ્બુના ઘરે પિયાનો વગાડવા જાય છે. પરંતુ ત્યારે જ ત્યાં મર્ડર થઈ જાય છે. વચ્ચે-વચ્ચે એવી ઘટનાઓ ઘટતી હતી જેનાથી શક થવા લાગતો હતો કે તે સાચે અંધ છે. હવે આ મર્ડર કોણે કર્યું અને શું આયુષ્માન ખુરાના સાચે અંધ છે? આ સવાલોના જવાબ આવતા મહિને મળશે.

નિર્દેશક

નિર્દેશક

અંધાધુંધને શ્રીરામ રાઘવને ડાયરેક્ટ કરી છે. શ્રી રામ આની પહેલા જૉની ગદ્દાર, બદલાપુર અને એક હસીના થી જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂક્યા છે. જ્યારે આ ફિલ્મને કહાની, દ્રશ્યમ અને સ્પેશિયલ 26ના નિર્માતાઓએ બનાવી છે. ફિલ્મનું પોસ્ટર સામાન્ય લાગી રહ્યું છે. પરંતુ ટ્રેલર જોયા બાદ કેટલાય સવાલો જરૂર ઉઠે છે. 2 મિનિટના ટ્રેલરમાં કેટલાય રહસ્યો છૂપાયેલા છે.

આયુષ્માનની વાપસી

આયુષ્માનની વાપસી

બૉલીવુડમાં આયુષ્માન ખુરાનાની એક વર્ષ બાદ વાપસી થઈ રહી છે. આ પહેલા તેઓ વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ શુભ મંગલ સાવધાનમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં આયુષ્માનની વિરુદ્ધ ભૂમિ પેડનેકર લીડ રોલમાં હતી.

એક્ટર્સ

એક્ટર્સ

ફિલ્મનું ટ્રેલર

આયુષ્માન ખુરાનાએ ટ્વીટ કરીને ફિલ્મનું ટ્રેલર શેર કર્યું હતું. અહીં જુઓ ફિલ્મ અંધાધુનનું ધમાકેદાર ટ્રેલર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X