બૉલીવુડની નજરે સુનંદા : જીવન સે ભરી તેરી આંખેં...

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 18 જાન્યુઆરી : કેન્દ્રીય માનવ સંસાધન રાજ્ય મંત્રી શશિ થરૂરનું જીવન છેલ્લા કેટલાંક દિવસથી ખૂબ ડ્રામાટિક ચાલી રહ્યુ હતું. હવે અચાનક જ તેમના પત્ની સુનંદા પુષ્કરના આકસ્મિક મોતે શશિ સાથે જ તેમના સંબંધીઓ અને મિત્રોને પણ હચમચાવી મૂક્યું છે. શશિ થરૂરના પત્ની સુનંદા અને શશિ વચ્ચે છેલ્લા કેટલાંક દિવસથી અણબનાવ ચાલતુ હતું અને તે પણ એક પાકિસ્તાની પત્રકાર મેહર અંગે. સુનંદાનું કહેવુ હતું કે શશિ થરૂર અને મેહર બંને વચ્ચે અફૅર છે, જ્યારે શશિ આ વાતથી ઇનકાર કરતા હતાં. સુનંદાએ અહીં સુધી જણાવ્યું કે તેઓ શશિથી છુટાછેડા લેવામાંગે છે અને આ અંગે તેઓ મીડિયા સાથે પણ વાત કરવાના હતાં.

જાણવા તો અહીં સુધી મળે છે કે બે દિવસ અગાઉ જ શશિ થરૂરે મેહર સાથે નિકાહ પણ કર્યુ હતું. સુનંદા પુષ્કર અને શશિ થરૂર છેલ્લા બે દિવસથી દિલ્હીની લીલા હોટેલમાં બે રૂમ લઈ રહી રહ્યા હતાં, કારણ કે તેમના ઘરે પેંટ ચાલતુ હતું. 17મી જાન્યુઆરીની રાત્રે 8 વાગ્યે જ્યારે શશિ થરૂર હોટેલના રૂમમાં ગયાં, તો તેમણે સુનંદાનું મૃતદેહ મળ્યું. તે જોઈ તેઓ ગભરાઈ ગયાં અને તરત જ પોલીસને ફોન કર્યો.

સૌનુ માનવું છે કે આ આપઘાતનો કેસ છે, પણ અત્યાર સુધી આ અંગે કંઈ સ્પષ્ટતા થઈ નથી કે મોત કઈ રીતે થયું. બૉલીવુડ સેલિબ્રિટીઓએ પણ સુનંદાના આ આકસ્મિક મોત અંગે બહુ દુઃખ વ્યક્ત કર્યું છે. ટ્વિટર પર સતત બૉલીવુડ સેલિબ્રિટીઓ સુનંદા પુષ્કર અંગે ટ્વીટ કરી રહ્યાં છે. બૉલીવુડ પણ શૉક્ડ છે.

આવો તસવીરો સાથે જાણીએ બૉલીવુડની શ્રદ્ધાંજલિ :

આશા ભોસલે

આશા ભોસલે

સુનંદાના મોતના સમાચાર સાંભળી શૉક્ડ છું. શશિ થરૂર અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું.

શ્રીદેવી

શ્રીદેવી

એક વૉર્મ, ઉત્સાહી, વાઇબ્રંટ અને સારી વ્યક્તિના નિધનથી દુઃખ અનુભવુ છું. સુનંદા પુષ્કરના આત્માને શાંતિ મળે.

શબાના આઝમી

શબાના આઝમી

સુનંદાના આકસ્મિક નિધનથી ઘેરા દુઃખમાં છું. તેઓ વૉર્મ, જીવંત અને ખૂબ જ સ્નેહી હતાં. તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

સુનંદાનું આક્મિસક નિધન દુઃખદ છે. તેમના આત્માને શાંતિ મળે. શશિ થરૂર અને તેમના પરિવાર પ્રત્યે ઘેરી સંવેદના.

જુહી ચાવલા

જુહી ચાવલા

સુનંદા અંગે સાંભળી શૉક્ડ છું. એવું લાગે છે જાણે કોલકાતા ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સની મૅચોમાં તેમનું અમારી સાથે હોવું ગઈકાલની વાત હોય. ચીયરિંગ ઍન્ડ ચીયરફુલ...

રીતેશ દેશમુખ

રીતેશ દેશમુખ

ઘેરા દુઃખ અને શોકની લાગણી અનુભવુ છું. સુનંદાના આત્માને શાંતિ મળે. તેમના પરિજનો પ્રત્યે સંવેદના.

સોહા અલી ખાન

સોહા અલી ખાન

સુનંદા વિશે સાંભળીને આઘાત લાગ્યું. સુનંદા જીવન અને ઉર્જાથી ભરપૂર હતાં. તેઓ જ્યોતિર્મયી હતાં. મને વિશ્વાસ નથી થતો. તેમના પરિવાર પ્રત્યે સંવેદના.

જાવેદ અખ્તર

જાવેદ અખ્તર

આ આઘાતજનક બાબત છે કે સુનંદા જેવી વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી કે જેઓ જીવન પ્રત્યે ઉત્સુક, આનંદ-હર્ષથી ભરપૂર વ્યક્તિ હતાં. શશિજી પ્રત્યે ઘેરી સંવેદના.

જેનેલિયા ડિસૂઝા

જેનેલિયા ડિસૂઝા

સુનંદા પુષ્કર થરૂરને શ્રદ્ધાંજલિ. તેમના પરિવાર પ્રત્યે સંવેદના અને પ્રાર્થના.

રીતેશ સિધવાણી

રીતેશ સિધવાણી

સુનંદાનું નિધન દુઃખદ. તેમના આત્માને શાંતિ મળે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના.

શેખર કપૂર

શેખર કપૂર

સુનંદા થરૂર વૉટ ઍ ટ્રેજેડી! એન્ડ સો સડન. આઈ લેફ્ટ દિલ્હી હોટેલ લિશનિંગ ટુ શસિ સ્પીક એટ 7.30 પીએમ, લૅન્ડેડ ઇન મુંબઈ ટુ હિયર ઑફ હર ડેથ.

મધુર ભંડારકર

મધુર ભંડારકર

સુનંદા વિશે સાંભળી આઘાત અને દુઃખ થયું. મારી આસપાસમાંના લોકોમાં તેઓ એક મોસ્ટ વાઇબ્રંટ અને નાઇસેસ્ટ વ્યક્તિ હતાં. તેમના આત્માને શાંતિ મળે.

સોનૂ સૂદ

સોનૂ સૂદ

સુનંદા વિશે સાંભળી આઘાત થયું... લાઇફ ઇઝ સો અનપ્રેડિક્ટેબલ. આરઆઈપી.

કુણાલ કોહલી

કુણાલ કોહલી

પીપલ લિવિંગ ઇન પબ્લિક ગેઝ હેવ ઇટ વેરી ટફ, વી ડૉન્ટ રિયલાઇઝ ધ પ્રેસર વી કોપ વિથ, ટિલ ઍ ડે (વ્હેન) વી જસ્ટ કાન્ટ કોપ, સુનંદાને શ્રદ્ધાંજલિ.

વિવેક ઓબેરૉય

વિવેક ઓબેરૉય

સાંભળીને આઘાત અનુભવ્યું. તેઓ એક વાઇબ્રંટ અને બ્યુટીફુલ, ઉત્સાહથી ભરપૂર વ્યક્તિ હતાં. તેઓ બહુ વહેલા ચાલ્યા ગયાં.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

શૉકિંગ ન્યુઝ ઍબાઉટ સુનંદા પુષ્કર. ઍ પર્સન સો ફુલ ઑફ લાઇફ, કાન્ટ બિલીવ સી ઇઝ ગોન. હર્ટફેલ્ટ કૉન્ડોલેન્સિસ ટુ શશિ થરૂર એન્ડ ધ ફૅમિલી.

કૈલાશ ખેર

કૈલાશ ખેર

સુનંદાના આકસ્મિક નિધનની વાત સાંભળી શૉક્ડ છું. હું દુબઈ ખાતે તેમની ઇવેંટમાં પરફૉર્મ કરવાનો હતો. અનિશ્ચિત જીવન, આરઆઈપી સુનંદા... પ્રેયર્સ.

સોફી ચૌધરી

સોફી ચૌધરી

સુનંદા થરૂર, સો ફુલ ઑફ લાઇફ એન્ડ લવ. જસ્ટ નોટ એબલ ટુ કમ ટુ ટર્મ્સ વિથ ધિસ ન્યુઝ. વિશ ઇટ વેયર નોટ ટ્રુ. આરઆઈપી બ્યુટીફુલ... લવ એન્ડ પ્રેયર્સ.

દીયા મિર્ઝા

દીયા મિર્ઝા

સુનંદા પુષ્કરના આત્માને ભગવાન શાંતિ અર્પે. આ સમાચારે મને બહુ આશ્ચર્યચકિત અને દુઃખી કર્યાં છે. સુનંદા એક ખૂબ જ જિંદાદિલ તથા ફ્રેંડ્લી મહિલા હતાં. હું હૃદયથી શશિ થરૂરને આ ખરાબ સમયને સહન કરવા માટે દુઆ કરુ છું.

અનુપમ ખેર

અનુપમ ખેર

સુનંદા પુષ્કરે પોતાનું જીવન પોતાની રીતે અને પોતાની શરતોએ જીવ્યું. તેમનું જીવન ખૂબ વિશાળ હતું. તેઓ કાયમ હસતા રહેતા અને તેમનું સેન્સ ઑફ હ્યૂમર પણ ગઝબનું હતું. બહુ આશ્ચર્યચકિત છૂં આ સમાચાર સાંભળી. તેમના પુત્ર અને તેમના પરિવાર માટે બહુ દુઃખ છે.

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

સુનંદા પુષ્કરના આક્સમિક નિધનથી બહુ આશ્ચર્ય થયું છે. ભગવાન સુનંદા પુષ્કરના શાંતિ અર્પે.

ફરાહ ખાન

ફરાહ ખાન

ક્યારેક-ક્યારેક આપણને આપણી આજુબાજુ જે સૌથી સ્ટ્રૉંગ દેખાય છે, તે જ સૌથી નબળુ નિકળે છે. આપણે કોઈ પણ પુસ્તકને તેના કવર વડે તપાસવાનું બંધ કરી દેવું જોઇએ. જેવું દેખાય છે, તેવું હોતું નથી. બહુ દુઃખ છે મને સુનંદા માટે.

કમાલ આર ખાન

કમાલ આર ખાન

હે ભગવાન! હું આ સમાચાર સાંભળી ખૂબ જ શૉક્ડ છું. સુનંદાજીના આત્માને શાંતિ મળે. મજાક તો બરાબર હતું, પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ મજાક આટલા માઠા સત્યમાં બદલાઈ જશે. જિંદગી બહુ જ કિંમતી છે. તેને ક્યારેય પોતાની હાથે ખતમ નહીં કરવી જોઇએ. ભલે કોઈ પણ પરિસ્થિતિ હોય.

English summary
Bollywood celebrities like Asha Bhosle, Sridevi and Shabana Azmi have expressed shock and grief at the "sudden" and "unfortunate" demise of Indian Minister of State for Human Resources Shashi Tharoor's wife Sunanda Pushkar. They remember her as an exuberant person with a zest for life.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.