ફેન્સને ગમી રહ્યુ છે 'ગેંદા ફૂલ'નુ ગુજરાતી વર્ઝન, બાદશાહની કરી રહ્યા છે પ્રશંસા

રેપર અને સિંગર બાદશાહે હાલમાં જ ગેંદા ફૂલ ગીત રિલીઝ કર્યુ હતુ. બાદશાહે આનુ આ વર્ઝન રિલીઝ કર્યુ. આનુ ગુજરાતી વર્ઝન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે

રેપર અને સિંગર બાદશાહે હાલમાં જ ગેંદા ફૂલ ગીત રિલીઝ કર્યુ હતુ અને આ ગીતમાં તેમની સાથે જેકલીન ફર્નાંડીઝ જોવા મળી હતી. આને રિલીઝ થતા જ લોકો ઘણા વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારબાદ લોકો ડિમાન્ડ કરી રહ્યા હતા કે આ ગીતનુ ગુજરાતી વર્ઝન પણ આવવુ જોઈએ. આ જ કારણ છે કે બાદશાહે આનુ આ વર્ઝન રિલીઝ કર્યુ. આનુ ગુજરાતી વર્ઝન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે અને લોકો મસ્ત થઈ ગયા છે.

genda ful

ગેંદા ફૂલના ગુજરાતી વર્ઝનમાં બાદશાહ સાથે ભૂમિ ત્રિવેદીએ પોતાનો અવાજ આપ્યો છે. તેને મળીને આ ગીતના બોલ પણ લખ્યા છે. પોતાના પહેલી ગુજરાતી સોંગ વિશે રેપર બાદશારનુ માનવુ છે કે ગેંદાફૂલને મળેલી દિલકશ પ્રતિક્રિયાઓથી હું ખૂબ જ ખુશ છુ. એટલુ જ નહિ ફેન્સ અને ફોલોઅર્સ અમને સતત આ ગીતના ગુજરાતી વર્ઝનની માંગ કરી રહ્યા હતા. મને ગુજરાતી વ્યંજન, કલ્ચર અને ખાસ કરીને ગુજરાતી ભાષાથી ખૂબ જ લગાવ છે.

આ ગીત સાંભળ્યા બાદ ફેન્સે ટ્વિટર પર પોતાના શાનદાર રિએક્શન આપ્યા છે. ફેન્સનુ માનવુ છે કે ગીત ઘણુ શાનદાર છે અને તે એને વારંવાર સાંભળી રહ્યા છે. આવુ પહેલી વાર થયુ છે કે એક ગીતને હિંદીમાંથી ગુજરાતીમાં આટલો પ્રેમ મળી રહ્યો છે. બાદશાહે કહ્યુ હતુ કે લોકો માંગ કરી રહ્યા છે એટલે પ્રશંસકોની ડિમાન્ડ પર આ ગીતનુ ગુજરાતી વર્ઝન લઈને આવી રહ્યા છે જેને ભૂમિ ત્રિવેદીએ અવાજ આપ્યો છે. મને દર્શકોની પ્રતિક્રિયાનો આતુરતાથી રાહ જોઈ રહ્યો છુ. સિંગર ભૂમિ ત્રિવદીનુ કહેવુ છે કે મે જ્યારે ગેંદા ફૂલ, આ ગીત સાંભળ્યુ ત્યારે મને આની આદત પડી ગઈ અને ગીતને લૂપમાં સાંભળ્યા કરતી હતી. હાલમાં લોકો આને ખૂબ જ પસંદ કરી રહ્યા છે તમે પણ સાંભળો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X