#Baahubali2: રિલીઝ પહેલાં જ તોડ્યા 4 રેકોર્ડ!!
બાહુબલી 2 ફિલ્મ હજુ તો રિલીઝ પણ નથી થઇ અને આ ફિલ્મે બોકેસઓફિસના 4 રેકોર્ડ કબજે કરી લીધા છે.
28 એપ્રિલ, શુક્રવારના રોજ બાહુબલી 2 રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરશે એમાં કોઇ શંકા નથી. પહેલી ફિલ્મે પણ બોક્સઓફિસ પર અનેક રેકોર્ડ્સ તોડ્યા હતા અને આ કદાચ પહેલી ફિલ્મની લોકપ્રિયતા જ છે કે, તેનો બીજો પાર્ટ રિલીઝ થાય એ પહેલાં જ તેણે 4 રેકોર્ડ્સ કબજે કરી લીધાં છે.
એસ.એસ.રાજામૌલીની ફિલ્મ બાહુબલી ધ કનક્લૂઝનનું ટ્રેલર રિલીઝ થયું, એની સાથે જ આ ફિલ્મના નામે રેકોર્ડ બનવાનું પણ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મ તેલુગુ, હિંદી, તમિલ અને મલયાલમ એમ ચાર ભાષાઓમાં રિલીઝ થનાર છે.

સૌથી વધુ સ્ક્રિન
બાહુબલી 2 આખા ભારતમાં લગભગ 9000 હજાર સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવશે, જે એક રેકોર્ડ છે. મોટાભાગની ફિલ્મો વધુમાં વધુ 5200 સ્ક્રિન પર રિલીઝ થાય છે. ફિલ્મનો પહેલો પાર્ટ માત્ર 4000 સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, આટલી મોટી સંખ્યામાં બાહુબલી 2 રિલીઝ થવાની હોવા છતાં વિકએન્ડ સુધીમાં મોટા ભાગના થિયેટરોમાં ફિલ્મના શો હાઉસફુલ થઇ ચૂક્યા છે. આ પણ એક રેકોર્ડ કહી શકાય.

રિલીઝ પહેલાં જ 500 કરોડ
બાહુબલી 2 પહેલી ભારતીય ફિલ્મ છે, જેની રિલીઝ પહેલાની જ કમાણી 500 કરોડ છે. ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂશન રાઇટ્સ આ પ્રમાણે છે - હિંદી 120 કરોડ, તમિલ 47 કરોડ, મલયાલમ 45 કરોડ અને તેલુગુ 130 કરોડ. આ ફિલ્મના ઓવરસિઝ રાઇટ્સ એક અમેરિકન કંપનીએ 45 કરોડમાં ખરીદ્યા છે. હિંદી વર્ઝનના સેટેલાઇટ રાઇટ્સ - 45 કરોડ.

ફિલ્મનું ટ્રેલર
આ ફિલ્મનું ટ્રેલર યૂટ્યુબ પર રિલીઝ થયું, એની સાથે જ રેકોર્ડ બન્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, તમામ ભાષાઓ મળીને માત્ર 24 કલાકની અંદર બાહુબલી 2નું ટ્રેલર 50 મિલિયનથી પણ વધુ વાર જોવાયું હતું. આ ખૂબ મોટો રેકોર્ડ છે.

સૌથી મોંઘી ટિકિટ
લોકોમાં બાહુબલી 2નો ક્રેઝ જોઇને ટિકિટના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે. બાહુબલી 2ની સૌથી મોંઘી ટિકિટ હતી રૂ.2400ની. ભારતીય ઇતિહાસની આ સૌથી મોંઘી ટિકિટ છે. ફિલ્મ એ દિલ હે મુશ્કિલની ટિકિટ 2200માં વેચાઇ હતી. બાહુબલી 2એ આ રેકોર્ડ તોડ્યો છે.

બોક્સઓફિસ રેકોર્ડ
એમાં કોઇ શંકા નથી, કે રિલીઝ પછી પણ ફિલ્મ બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરશે અને અનેક રેકોર્ડ્સ તોડશે. ટ્રેડ પંડિતો અનુસારઆ ફિલ્મ 800 કરોડની કમાણી કરે એવી શક્યતા છે.

ઓપનિંગ
આ ફિલ્મને 50-80 કરોડનું ઓપનિંગ મળવાની આશા છે. જો કે, ફિલ્મ 9000 સ્ક્રિન પર રિલીઝ થઇ રહી છે, આથી આ રેકોર્ડ તૂટે એવી પૂરી સંભાવના છે.

અહીં વાંચો
28 એપ્રિલના રોજ બાહુબલી 2 રિલીઝ થવા જઇ રહી છે. એ પહેલાં વિદેશી સમીક્ષકોએ આ ફિલ્મ જોઇ લીધી છે અને તેનો રિવ્યૂ પણ આપી દીધો છે.
-
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે?




Click it and Unblock the Notifications
