બાહુબલીને ઉગારવા કટપ્પાએ માંગી માફી..

Written By:
Subscribe to Oneindia News

બાહુબલી ના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. બાહુબલી ફિલ્મની રિલીઝ પરનું ગ્રહણ હવે પૂરું થયું છે. આ ફિલ્મમાં કટપ્પાનો રોલ પ્લે કરતાં એક્ટર સત્યરાજે કરેલી એક ટિપ્પણી સામે કન્નડ સંઘને વાંધો પડતાં તેમણે આ ફિલ્મનો વિરોધ શરૂ કર્યો હતો. તેમની શરત હતી કે, સત્યરાજ પોતાની ટિપ્પણી અંગે માફી માંગે તો જ વિરોધ પાછો લેવામાં આવશે, નહીં તો આ ફિલ્મની રિલીઝ રોકવામાં આવશે. એક્ટર સત્યરાજે આખરે માફી માંગી લીધી છે.

કન્નડ સંઘનો વિરોધ

કન્નડ સંઘનો વિરોધ

તેમની શરતને માની લેતાં એક્ટર સત્યરાજે તેમણે કાવેરીના મુદ્દે કરેલ પોતાની ટિપ્પણીની માફી માંગી છે. સત્યરાજે આજથી લગભગ 6 વર્ષ પહેલાં આ ટિપ્પણી કરી હતી. કન્નડ સંઘના પ્રમુખનું કહેવું હતું કે, તેમણે કરેલી ટિપ્પણીથી લોકોની ભાવનાઓ દુભાઇ હતી. આથી સત્યરાજે માફી તો માંગવી જ પડશે. તેમણે ફિલ્મી રિલીઝ રોકવાની સાથે જ જરૂર પડતાં બંધનું એલાન કરવાની પણ ધમકી આપી હતી. 28 એપ્રિલના રોજ બેંગ્લોર બંધનું પણ એલાન કરવામાં આવ્યું હતું.

સત્યરાજનું નિવેદન

સત્યરાજનું નિવેદન

"9 વર્ષ પહેલાં કાવેરી પ્રોટેસ્ટ દરમિયાન કર્ણાટકમાં તમિલનાડુના લોકો જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તે સમયે એક કરતાં વધુ પ્રોટેસ્ટ ચાલી રહ્યાં હતા, જેમાંનો એક પ્રોટેસ્ટ એક્ટર્સ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. કન્નડ ફિલ્મ એક્ટર્સે પણ તમિલનાડુના લોકો તરફ પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો અને સામે મેં પણ પ્રતિક્રિયા કરી હતી. મને સમજાયું છે કે, મારા શબ્દોથી લોકોને દુઃખ પહોંચ્યું છે. હું કર્ણાટક કે ત્યાંના લોકોનો વિરોધ નથી. આ વાતનું સૌથી મોટું એક્સામ્પલ છે, મારો આસિસ્ટન્ટ શેખર, જે મારી સાથે છેલ્લા 30 વર્ષથી કામ કરે છે, તે કર્ણાટકનો છે."

ડાયરેક્ટર રાજામૌલીએ પોસ્ટ કર્યો વીડિયો

ડાયરેક્ટર રાજામૌલીએ પોસ્ટ કર્યો વીડિયો

ઉલ્લેખનીય છે કે, બાહુબલીના ડાયરેક્ટર રાજામૌલીએ પોસ્ટ કરેલા વીડિયોના એક દિવસ બાદ એક્ટર સત્યરાજનું આ નિવેદન આવ્યું છે. ડાયરેક્ટર રાજામૌલીએ એક ઇમેશનલ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે આ વિરોધ પૂરો કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, આ મામલો અહીં જ પૂરો કરવા વિનંતિ કરું છું. બહુ મહેનતથી બાહુબલી જેવી ફિલ્મ બની છે. આ ઘણો જૂનો મામલો છે, આ માટે પ્લીઝ અમને ટાર્ગેટ ન કરો અને ફિલ્મને રિલીઝ થવા દો. તેમણે કહ્યું હતું કે, કોઇ એક વ્યક્તિના પર્સનલ ઓપિનિયનને કારણે આખી ફિલ્મ અટકાવવી યોગ્ય નથી.

સત્યરાજે પણ કરી ફિલ્મ ન અટકાવવાની અપીલ

સત્યરાજે પણ કરી ફિલ્મ ન અટકાવવાની અપીલ

સત્યરાજે પણ વિરોધીઓને પોતાને કારણે આ ફિલ્મ ન અટકાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, 9 વર્ષ પહેલાંના મારા નિવેદન માટે હું માફી માંગુ છું. બાહુબલી જેવી વિશાળ ફિલ્મમાં મારો નાનકડો રોલ છે, મારા નિવેદનની ખરાબ અસર ફિલ્મ પર ન થવી જોઇએ. હું તમિલનાડુના લોકોને પણ વિનંતિ કરું છું કે તેઓ મારી વાત સમજે.

9 વર્ષ પછી કેમ થયો વિવાદ?

9 વર્ષ પછી કેમ થયો વિવાદ?

તો બીજી બાજુ કર્ણાટક અને તમિલનાડુની બહારના લોકોને એ વાત નથી સમજાઇ રહી કે, 9 વર્ષ પહેલાં જે બોલાયું એ બાબતનો આટલો ઉગ્ર વિરોધ હવે શા માટે થઇ રહ્યો છે? બાહુબલીનો પ્રથમ પાર્ટ સુપરહિટ થયો ત્યારથી આ ફિલ્મ સતત ચર્ચામાં છે. પહેલાં ક્યારેય નહીં અને ફિલ્મ રિલીઝના એક અઠવાડિયા આગળ અચાનક વિરોધનો વંટોળ ઉઠતાં લોકોને નવાઇ લાગી છે. ટ્વીટર પર #JusticeForSathyaraj ટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. બાહુબલી અને કટપ્પાના ફેન્સ એક્ટર સત્યરાજના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યાં છે.

અહીં વાંચો

અહીં વાંચો

BAN: પૂનમની બોલ્ડનેસ સામે ગૂગલને છે વાંધો?

પૂનમે તેના ફેન્સને કંઇક બોલ્ડ આપવાનું પ્રોમિસ કર્યું હતું, જે પ્રોમિસ પૂર્ણ કરવા તેણે ત્રણ તસવીરો શેર કરી હતી. જે જોઇ ગૂગલે તેને બેન કરી દીધી.

English summary
Baahubali-2 will release in Karnataka after 'Katappa' Sathyaraj apologises.
Please Wait while comments are loading...