For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રભાસ બર્થડેઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજીબલ બેચલર પાસે છે 160 કરોડની સંપત્તિ

બાહુબલી ફેમ પ્રભાવ આજે 39 વર્ષના થઈ ગયા છે. પ્રભાસ સાઉથના હાઈએસ્ટ પેઈડ એક્ટરમાંના એક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બાહુબલી માટે પ્રભાસે 25 કરોડ ફી લીધી હતી.

|
Google Oneindia Gujarati News

બાહુબલી ફેમ પ્રભાવ આજે 39 વર્ષના થઈ ગયા છે. પ્રભાસ સાઉથના હાઈએસ્ટ પેઈડ એક્ટરમાંના એક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બાહુબલી માટે પ્રભાસે 25 કરોડ ફી લીધી હતી. વળી, અપકમિંગ ફિલ્મ સાહો માટે પ્રભાસને 30 કરોડ ફી મળી છે. વર્ષ 2018 માં પ્રભાસની કુલ નેટ વર્થ 160 કરોડ રૂપિયા છે. ફી ઉપરાંત તે બ્રાંડ એંડોર્સમેન્ટ માટે બે કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તમને જણાવી દઈએ કે પ્રભાસ મહિન્દ્રા કંપનીની ગાડી મહિન્દ્રા TUV 300 ના બ્રાંડ એમ્બેસેડર છે.

આ પણ વાંચોઃ હેવાન છે અનુ મલિક, નાની ઉંમરની છોકરીઓને શિકાર બનાવે છેઆ પણ વાંચોઃ હેવાન છે અનુ મલિક, નાની ઉંમરની છોકરીઓને શિકાર બનાવે છે

પ્રભાસનું આખુ નામ પ્રભાસ રાજુ ઉપ્પાલાપાટિ

પ્રભાસનું આખુ નામ પ્રભાસ રાજુ ઉપ્પાલાપાટિ

પ્રભાસનું આખુ નામ પ્રભાસ રાજુ ઉપ્પાલાપાટિ છે. તેના બાહુબલી ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી મોંઘી ફિલ્મ છે. બાહુબલી ફેમ પ્રભાસ દેશનો સૌથી વધુ ટેક્સ ભરનાર સેલેબ પણ છે. વર્ષ 2016 માં પ્રભાસે લગભગ 7 કરોડ રૂપિયા આવકવેરો ભર્યો હતો.

પ્રભાસનો જન્મ ફિલ્મ નિર્માતાના ઘરે

પ્રભાસનો જન્મ ફિલ્મ નિર્માતાના ઘરે

પ્રભાસનો જન્મ ફિલ્મ નિર્માતા યુ સૂર્યનારાયણ રાજુ ઉપ્પાલાપાટિ અને તેમની પત્ની શિવકુમારીના ઘરે થયો હતો. તે ત્રણ બાળકોમાં સૌથી નાના છે. તેમના મોટા ભાઈ પ્રમોદ ઉપ્પાલાપાટિ અને બહેન પ્રગતિ છે.

ફિલ્મી સફર

ફિલ્મી સફર

પ્રભાસે 2002 માં ફિલ્મ ઈશ્વર થી પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. અન્ય ફિલ્મોમાં વર્ધન (2004), છતરપેથી (2005), ચક્રમ (2005), બિલ્લા (2009), ડાર્લિંગ (2010), મિસ્ટર પરફેક્ટ (2011), અને મિર્ચી (2013). મિર્ચીમાં ભૂમિકા માટે પ્રભાસને રાજ્ય પુરસ્કાર, સર્વશ્રેષ્ઠ અભિનેતાનો નંદી પુરસ્કાર જીત્યો હતો.

સન 2015 માં તેમણે એસ એસ રાજામૌલીના મહાકાવ્ય બાહુબલી ધ બિગિનિંગ ફિલ્મમાં તે શિવુડુ મહેન્દ્ર બાહુબલી અને અમરેન્દ્ર બાહુબલીના રૂપમાં જોવા મળ્યા. આ ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવ્યા.

પ્રભાસનો પહેલો ક્રશ સ્કૂલ ટીચર

પ્રભાસનો પહેલો ક્રશ સ્કૂલ ટીચર

પ્રભાસે જણાવ્યુ હતુ કે મારો પહેલો ક્રશ મારી સ્કૂલ ટીચર હતા. તેમને જોઈને હું ભણવાનું ભૂલી જતો હતો. પ્રભાસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજિબલ બેચલરમાંથી એક છે અને બાહુબલી બાદ છોકરીઓમાં તેમના પ્રત્યેનું એટ્રેક્શન જબરદસ્ત વધી ગયુ છે.

આ પણ વાંચોઃ અનુ મલિક ઈન્ડિયન આઈડલમાંથી નીકળી ગયા કે કાઢવામાં આવ્યા?આ પણ વાંચોઃ અનુ મલિક ઈન્ડિયન આઈડલમાંથી નીકળી ગયા કે કાઢવામાં આવ્યા?

English summary
BaahuBali fame Prabhas Turns 39 Today, read his profile in hindi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X