પ્રભાસ બર્થડેઃ સુપરસ્ટાર પ્રભાસની કેટલીક રસપ્રદ વાતો જે તમને ચોંકાવી દેશે
પોતાના ફેવરિટ સ્ટાર પ્રભાસના જન્મદિવસે જાણો કેટલીક ખૂબ જ રસપ્રદ વાતો...
એક એવા સુપરસ્ટાર જેણે બોલિવુડના ન હોવા છતાં આખી ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી. તે પણ એક નહિ બે-બે વાર અને આ સાથે હિંદી સિનેમાના સૌથી મોટા સ્ટાર તરીક ઊભરી આવ્યા. તમે સમજી ગયા હશો કે અમે વાત કરી રહ્યા છે સાઉથ ઈન્ડિયન સિનેમાના સુપરસ્ટાર અને સમગ્ર ભારતભરમાં રાતોરાત મેગા સ્ટાર બનેલા અભિનેતા પ્રભાસની. આજે પ્રભાસ પોતાનો 39 મો જન્મદિવસ મનાવી રહ્યા છે. પ્રભાસ બાહુબલી સીરિઝની બંને ફિલ્મો બાદ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ બાહુબલીના નામથી પ્રખ્યાત છે.

ફિલ્મ ‘સાહો' માં વ્યસ્ત
હાલમાં પ્રભાસ પોતાની આવનારી ફિલ્મ ‘સાહો' માં વ્યસ્ત છે. માનવામાં આવી રહ્યુ છે કે આ એક્શન ફિલ્મ પણ બાહુબલી જેવી કમાલ કરવાની છે. પ્રભાસને બોલિવુડમાંથી ઘણી મોટી ઓફર મળી છે પરંતુ પ્રભાસે અત્યાર સુધી કોઈને હા કહી નથી. એટલે સુધી કે કરણ જોહર તો એક વાર રિજેક્ટ થયા બાદ પ્રભાસ પાસે બીજી ઓફર પણ લઈને પહોંચી ચૂક્યા છે. પોતાના ફેવરિટ સ્ટારના જન્મદિવસે આગળ જાણો કેટલીક ખૂબ જ રસપ્રદ વાતો -

સાચુ નામ
સૌથી પહેલા તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પ્રભાસનું સાચુ નામ વેંકટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલાપટ્ટી છે. બાહુબલીથી પહેલા તે અજય દેવગણ સાથે ફિલ્મ ‘એક્શન જેક્શન'ના એક ગીતમાં જોવા મળી ચૂક્યા છે.

હોટલ ઈન્ડસ્ટ્રીમાં આવવા ઈચ્છતા હતા
તમને જણાવી દઈએ કે પ્રભાસ ફિલ્મોમાં નહિ પરંતુ પોતાનું કેરિયર હોટલ ઈન્ડસ્ટ્રીમાં બનાવવા ઈચ્છતા હતા. તેમણે પોતે આ વાત એક ઈન્ટરવ્યુમાં જણાવી હતી.

ફૂલ ડેડિકેશન
પ્રભાસ પોતાની ફિલ્મ બાહુબલી માટે એટલા સીરિયસ હતા કે આ દરમિયાન પાંચ વર્ષ સુધી તેમણે કોઈ પણ ફિલ્મ સાઈન કરી નહિ. તેમની પાસે તમામ મોટી મોટી ઓફરો આવી હતી પરંતુ બધાને તેમણે રિજેક્ટ કરી દીધી કારણકે તે પોતાનું ધ્યાન બાહુબલીમાંથી ભટકાવવા નહોતા ઈચ્છતા.

ઠુકરાવ્યા લગ્નના 6000 માંગા
હવે આ વાતની તો બધાને ખબર છે કે પ્રભાસના ચાહકોની કમી નથી. છેલ્લા ઘણા સમયથી એ સમાચારો છવાયેલા રહ્યા કે છેવટે પ્રભાસ ક્યારે અને કોની સાથે લગ્ન કરશે. એટલુ જ નહિ, પ્રભાસ માટે 6000 છોકરીઓના માંગા પણ આવ્યા હતા જે તેમણે ઠુકરાવી દીધા.

અનુષ્કા સાથે અફેરની ચર્ચા
તેમની પર્સનલ લાઈફની જો વાત કરવામાં આવે તો પ્રભાસ અને અનુષ્કાના લિંકઅપના સમાચારો પણ ખૂબ છવાયેલા રહ્યા છે.

થયુ બ્રેકએપ!
સમાચારો તો એ પણ આવ્યા હતા કે પ્રભાસ અને અનુષ્કા બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા પરંતુ કોઈ કારણવશ આ બંનેનું બ્રેકઅપ થઈ ગયુ. જો કે લિંકઅપના સમાચારોને આ બંનેએ હંમેશા નકાર્યા છે.

લગ્નના સામાચારો
થોડા સમય પહેલા એ પણ સમાચાર આવ્યા હતા કે પ્રભાસ જલ્દી એક જાણીતા ઉદ્યોગપતિની દીકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. કહેવામાં આવ્યુ હતુ કે રાસી સિમેન્ટના ચેરમેન ભૂપતિ રાજાની પૌત્રીનું માંગુ આવ્યુ હતુ. પરંતુ બાદમાં પ્રભાસના પરિવારે આ સમાચાર ખોટા ગણાવ્યા હતા.

ડિસેમ્બરમાં સગાઈ!
એટલુ જ નહિ થોડા સમય પહેલા જાણીતા ક્રિટિક ઉમેર સંધૂએ ટ્વિટર પર એક પોસ્ટ નાખી હતી કે અનુષ્કા અને પ્રભાસ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. તેમણે લખ્યુ હતુ કે આ વર્ષે ડિસેમ્બર સુધી આ બંને સગાઈ પણ કરી લેશે.

જાળવી રાખ્યુ છે મૌન!
આ સમાચાર પર આ બંનેએ મૌન જાળવી રાખ્યુ છે. જો ફેન્સની વાત કરવામાં આવે તો તેમને અનુષ્કા અને પ્રભાસની જોડી ખૂબ જ પસંદ છે. લોકો પણ ઈચ્છે છે કે આ બંને લગ્નના બંધનમાં બંધાય.

હેપ્પી બર્થડે
પ્રભાસ કોની સાથે લગ્ન કરશે એ જાણવા માટે લોકોમાં ઘણુ એક્સાઈટમેન્ટ છે. જો કે એ તો પછીની વાત છે પરંતુ આજે પ્રભાસના જન્મદિવસ પર અમારા તરફથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ...
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
