For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીગ બોસમાં બબાલ, રાખીએ શમિતા પર બ્રેસ્ટ ઉપર મારવાનો આરોપ લગાવ્યો!

બિગ બોસ 15માં હાઈ વોલ્ટેજ ડ્રામા જોરશોરથી ચાલી રહ્યો છે. જ્યાં રાખી સાવંત છે ત્યાં કોઈ ડ્રામા કેવી રીતે ન હોઈ શકે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 ડિસેમ્બર : બિગ બોસ 15માં હાઈ વોલ્ટેજ ડ્રામા જોરશોરથી ચાલી રહ્યો છે. જ્યાં રાખી સાવંત છે ત્યાં કોઈ ડ્રામા કેવી રીતે ન હોઈ શકે. જ્યારે દરેક સ્પર્ધક 'ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક' જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે રાખીની બિગ બૉસના અન્ય સભ્યો સાથે દરરોજ એક નવી કહાની જોવા મળી રહી છે. રાખીની સૌથી વધુ મુશ્કેલી અભિનેત્રી શમિતા શેટ્ટી સાથે થઈ રહી છે, કારણ કે શમિતા રાખીના દરેક હુમલાનો તીક્ષ્ણ જવાબ આપે છે, તેણે શોના ઓપરેટર રાખી પર ઘણી વખત છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે.

શમિતા અને રાખીનો ઝઘડો

શમિતા અને રાખીનો ઝઘડો

હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે શમિતાએ રાખી પર જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યુ અને દેવોલિના ભટ્ટાચાર્જી પર ટાસ્ક જીતવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો, જેના પર રાખીએ પણ વળતો જવાબ આપ્યો અને તે પછી બંને વચ્ચે જોર જોરથી લડાઈ થઈ. જ્યારે બંને લડતા-ઝઘડતા એકબીજાની નજીક આવ્યા ત્યારે શમિતાએ બૂમો પાડી અને તેને પાછળ હટવા કહ્યું, જ્યારે રાખી સહમત ન થઈ તો શમિતાએ તેમને ધક્કો માર્યો, ત્યારબાદ જે થયું તેની કોઈએ કલ્પના પણ ન કરી.

તેને મારા બ્રેસ્ટ પર માર્યુ, ડેમેજ થઈ શકતા હતા

તેને મારા બ્રેસ્ટ પર માર્યુ, ડેમેજ થઈ શકતા હતા

રાખીએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું અને કહેવા લાગી કે શમિતાએ તેના બ્રેસ્ટ પર માર્યુ છે, તેના બ્રેસ્ટને નુકસાન થયું હશે. રાખીએ કહ્યું કે બોલિવૂડમાં સ્થાન બનાવવા માટે તેણે શરીરના કેટલાક ભાગો પર સર્જરી કરાવવી પડી હતી, પરંતુ હવે ઉંમર વધવાની સાથે પોઝનો પ્રોબ્લેમ થઈ ગયો છે. શરીરમાં કોલેજનનો એક બોલ છે, જે ફાટી શકતો હતો અને તેનું ઝેર શરીરમાં ફેલાઈ શકે તેમ છે. રાખીએ કહ્યું કે, શમિતાએ જાણીજોઈને મારા બ્રેસ્ટ પર ધક્કો માર્યો, જો કે તેનાથી દુખાવો થતો ન હતો પરંતુ તેનાથી તેને નુકસાન થઈ શકે છે.

રાખી જૂઠું બોલી રહી છેઃશમિતા શેટ્ટી

રાખી જૂઠું બોલી રહી છેઃશમિતા શેટ્ટી

રાખીને આ રીતે રડતી વખતે શમિતાએ કહ્યું કે, રાખી જૂઠું બોલી રહી છે, મેં તેના સ્તન પર માર નથી માર્યો, મેં તેને ખભા પર ધક્કો માર્યો, પરંતુ રાખી કહે છે કે, તે શમિતા ખોટુ બોલી રહી છે. હું મારી માતાની કસમ ખાઉ છું. રાખી અને શમિતા વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલતું રહ્યું.

શમિતાને રાખીએ ખરીખોટી સંભળાવી

શમિતાને રાખીએ ખરીખોટી સંભળાવી

રાખીના આ રીતે રડવાના કારણે બિગ બોસના ઘરના વધુ લોકો રાખીના સમર્થનમાં બહાર આવ્યા અને તેઓએ શમિતાને ઉગ્રતાથી માફી માંગવાનું કહ્યું પરંતુ શમિતા આ માટે તૈયાર ન હતી. બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકો રાખી પર ગુસ્સો કાઢી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે જાણી જોઈને બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટનું નાટક કરી રહી છે. તે કોઈપણ હદ સુધી જઈ શકે છે અને તે ખરેખર શરમજનક છે. હાલમાં રાખી અને શમિતા બંને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે અને લોકો બંનેની આકરી ટીકા પણ કરી રહ્યા છે.

English summary
Babal in Bigg Boss, Rakhi accuses Shamita of hitting on the breast!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X