For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બચપન કા પ્યાર' ફેમ સહદેવનો અકસ્માત, ઘણા કલાકો પછી આવ્યો ભાનમાં, મદદ માટે આગળ આવ્યા CM ભૂપેશ બઘેલ

'બચપન કા પ્યાર' ફેમ સહદેવના અકસ્માતની દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાની માહિતી મળ્યા બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મદદ માટે હાથ લંબાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રાતોરાત સોશિયલ મીડિયા પર સનસની મચાવનાર સહદેવ દિર્દો ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમનુ ગીત વાયરલ થઈ ગયુ હતુ. સહદેવે જે અંદાજથી સ્કૂલમાં બચપન કા પ્યાર ગાયુ તેના બધા દીવાના થઈ ગયા. થોડા દિવસો સુધી તો લોકોના દિમાગમાંથી આ ગીત નીકળતુ જ નહોતુ. પરંતુ આ બાળકને લઈને એક ખરાબ સમાચાર આ્વ્યા કે.. 28 ડિસેમ્બરે છત્તીસગઢમાં સહદેવ એક માર્ગ અકસ્માતનો શિકાર બની ગયા. તેના માથામાં ગંભીર ઈજા થઈ છે અને તેને જગદલપુરની મેડિકલ કૉલેજમાં લઈ જવામાં આવી રહ્યા છે.

CM ભૂપેશ બઘેલે મદદ માટે આવ્યા આગળ

CM ભૂપેશ બઘેલે મદદ માટે આવ્યા આગળ

આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાની માહિતી મળ્યા બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મદદ માટે હાથ લંબાવ્યો છે. આ બાળક બૉલિવુડ રેપર બાદશાહ સાથે 'બચપન કા પ્યાર' ગીતના પોતાના લેટેસ્ટ સંસ્કરણ માટે લોકપ્રિય હતો. સહદેવના ફેન્સ પણ સોશિયલ મીડિયા પર તેની સલામતીની દુઆ કરી રહ્યા હતા.

સહદેવ જોખમમાંથી બહાર

સહદેવ જોખમમાંથી બહાર

હવે સમાચારો આવી રહ્યા છે કે સહદેવ જોખમમાંથી બહાર છે. બૉલિવુડના રેપર બાદશાહ સાથે આવ્યા બાદ જે લોકો સહદેવને જાણતા નહોતા તે પણ તેને જાણી ગયા હતા. આ સમાચાર બાદ બાદશાહે પણ તેમની દરેક સંભવ મદદ કરવાનુ વચન આપ્યુ હતુ. આ દરમિયાન રેપરે ફોન પર સહદેવના પરિવારજનો સાથે તેની સ્થિતિ જાણવાનો પણ પ્રયત્ન કર્યો.

બચપન કા પ્યાર' લિરિક્સ પર વીડિયો સોંગ બનાવ્યુ

બચપન કા પ્યાર' લિરિક્સ પર વીડિયો સોંગ બનાવ્યુ

બાદશાહ અને સહદેવે એક સાથે 'બચપન કા પ્યાર' લિરિક્સ પર વીડિયો સોંગ બનાવ્યુ. એવુ કહેવાય છે કે આવનારા સમયમાં સહદેવ છત્તીસગઢનુ નામ વધુ રોશન કરશે. હાલમાં તેના પરિવારવાળા ઘણા દુઃખી છે અને જલ્દી તેના સાજા થવાની કામના કરી રહ્યા છે.

English summary
'Bachpan Ka Pyar' fame Sahadev's accident, CM Bhupesh Baghel came forword for the help.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X