Box Office: અમિતાભ બચ્ચનની ફિલ્મ બદલા- 4 દિવસમાં બજેટ પાર

અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની ફિલ્મ થ્રિલર ફિલ્મ "બદલા", 4 દિવસમાં 26 કરોડ રૂપિયા કમાઈ ચુકી છે.

અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની ફિલ્મ થ્રિલર ફિલ્મ "બદલા", 4 દિવસમાં 26 કરોડ રૂપિયા કમાઈ ચુકી છે. આ ફિલ્મની ખાસ બાબત છે કે તે ફક્ત 24 કરોડના બજેટ પર બની છે. હવે આ ફિલ્મ તેનો પ્રોફિટ કમાઈ રહી છે. સુજોય ઘોસની ફિલ્મના રિલીઝ થવાની સાથે જ ઘણા વખાણ થઇ રહ્યા છે. પોઝિટિવ વર્ડ ઓફ માઉથનો અસર બોક્સ ઓફિસ પર સાફ જોવા મળી રહ્યો છે.

Badla

આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ સાથે અમૃતા સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે, જેમના અભિનયના પણ ખુબ જ વખાણ કરવામાં આવ્યા છે. શાહરુખ ખાને આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ પહેલા અઠવાડિયામાં 40 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે, જેનો મતલબ ફિલ્મનું હિટ થવાનું લગભગ ફાઇનલ છે.

આ પણ વાંચો: INTERVIEW: મને લાગે છે કે સફળતાથી મોટો તમાચો બીજો શું હોઈ શકેઃ તાપસી પન્નુ

અમિતાભ બચ્ચનની ફિલ્મ બદલા સ્પેનિશ ફિલ્મ The Invisible Guest ની ઓફિસિયલ રીમેક છે. પરંતુ આ ફિલ્મને એટલી સારી રીતે રજુ કરવામાં આવી છે. જેને ઓરિજિનલ ફિલ્મ જોઈ છે, તેમને પણ આ ફિલ્મ પસંદ આવી છે. અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ આ પહેલા "પિંક" ફિલ્મમાં કામ કરી ચુક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X