બાહુબલીની રાજકુમારી દેવસનાના #HotPics..જોઇને દંગ રહી જશો

Written By:
Subscribe to Oneindia News

બોક્સઓફિસ પર બાહુબલી 2 એ ધમાલ મચાવી છે. ફિલ્મ રિલીઝ પહેલાં જ સોશિયલ મીડિયા પર ફેન્સનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. ફિલ્મ રિલીઝ થયા બાદ તો લોકોનો ઉત્સાહ જોવાલાયક છે. બાહુબલીની આખી સ્ટારકાસ્ટ અને ખાસ કરીને રાજકુમારી દેવસેના એટલે કે એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીની સુંદરતાના ખૂબ વખાણ થઇ રહ્યાં છે.

સૌથી સ્પેશિયલ ફિલ્મ બાહુબલી

સૌથી સ્પેશિયલ ફિલ્મ બાહુબલી

અનુષ્કા શેટ્ટીએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેણે બાહુબલીને સૌથી સ્પેશિયલ ફિલ્મ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, બાહુબલીમાં ભજવેલ દેવસેનાનું પાત્ર મારા મનની સૌથી નજીક છે. આ ફિલ્મમાં ટ્રેડિશનલ અને સ્ટ્રોંગ અને રોલ ભજવનાર અનુષ્કા રિયલ લાઇફમાં ખૂબ ગ્લેમરસ છે.

બાહુબલીઃ એક સુંદર યાત્રા

બાહુબલીઃ એક સુંદર યાત્રા

અનુષ્કાએ પોતાના ઇન્ટરવ્યૂમાં બાહુબલી અંગે વાત કરતાં કહ્યું હતું કે, મને લાગે છે કે ડાયરેક્ટર રાજામૌલીએ આ ફિલ્મમાં મને એક મહિલાનું સંપૂર્ણ જીવન જીવવાની તક આપી છે. એક યુવતીમાંથી મહિલા બનવાની યાત્રા તથા મહિલામાંથી માતા બનવાની આ યાત્રા અત્યંત સુંદર રહી.

ફેન ફોલોઇંગ

ફેન ફોલોઇંગ

જો કે, આ ફિલ્મ પહેલાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનુષ્કાના ફેન્સની કોઇ ખોટ નહોતી. ફિલ્મની સફળતા બાદ તો તેની ફેન ફોલોઇંગ હજુ પણ વધી ગઇ છે. ફેન્સને બાહુબલીની આ દેવસેનાનો હોટ અવતાર પણ અત્યંત પસંદ છે.

બાહુબલીઃ ધ બિગનિંગ

બાહુબલીઃ ધ બિગનિંગ

બાહુબલી ફિલ્મના પ્રથમ ભાગમાં અનુષ્કાના પાત્ર દેવસેના પર વધુ ફોકસ કરવામાં નહોતું આવ્યું, પરંતુ બાહુબલી 2માં દેવસેના અને અમરેન્દ્ર બાહુબલીની લવ સ્ટોરીએ પડદા પર ધૂમ મચાવી છે. બાહુબલી 2માં એક સિન છે, જેમાં બાહુબલી દેવસેનાને બાણ ચલાવતાં શીખવે છે. આ સિન પડદા પર એટલી સરસ ઉતારવામાં આવ્યો છે કે લોકો જોયા જ કરે. ક્રિટક્સ અનુસાર આ ફિલ્મનો સૌથી પોએટિક સિન છે.

દેવસેના અને શિવગામી

દેવસેના અને શિવગામી

ફિલ્મમાં આમ તો બાહુબલી અને ભલ્લાદેવ મુખ્ય પાત્રો છે. આ સાથે ફિલ્મમાં દેવસેના અને શિવગામી જ્યારે સામે આવે એ સિન ખરેખર જોવા લાયક છે. સિનેમામાં પહેલીવાર એવું બન્યું છે કે, બે હિરોઇન સામ-સામે આવતાં તેમની કેમેસ્ટ્રીએ લોકોને જકડી લીધા હોય. બાહુબલી ફિલ્મમાં દેવસેના અને શિવગામીના સિન્સ ખરેખર જોવાલાયક છે.

બોલ્ડ અંદાજ

બોલ્ડ અંદાજ

દેવસેનાનું પાત્ર ભજવનાર અનુષ્કા શેટ્ટી અનેક ફિલ્મોમાં બોલ્ડ કેરેક્ટર ભજવી ચૂકવી છે. તે ફિલ્મોમાં ખૂબ હોટ અને ગ્લેમરસ રોલમાં જોવા મળી છે. ઘણી ફિલ્મોમાં તેના ઇન્ટિમેટ સિન પણ જોવા મળ્યાં છે.

સાઉથની સુપરસ્ટાર

સાઉથની સુપરસ્ટાર

પોતાની બોલ્ડનેસ અને દમદાર એક્ટિંગના જોરે તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી છે. આ કારણે જ તે સાઉથની સુપરસ્ટાર ગણાય છે. મેલ ડોમિનેટિંગ સોસાયટીમાં પોતાનું સ્થાન બનાવવું અને ટકાવી રાખવું સહેલી વાત નથી.

તેલુગુ ફિલ્મથી કરી શરૂઆત

તેલુગુ ફિલ્મથી કરી શરૂઆત

અનુષ્કાએ વર્ષ 2005માં પૂરી જગન્નાથની તેલુગુ ફિલ્મથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં નાગાર્જુન અને આયેશા ટાકિયા પણ હતા.

પ્રભાસ સાથે જોડી

પ્રભાસ સાથે જોડી

બાહુબલી સિવાય અન્ય ફિલ્મોમાં પણ અનુષ્કા અને પ્રભાસની જોડી સાથે જોવા મળી છે અને લોકોએ ખૂબ પસંદ પણ કરી છે. અનેક ફિલ્મોમાં દર્શકોએ આ બંન્નેની જોડીને ખૂબ વખાણી છે.

બોલિવૂડ ઓફર

બોલિવૂડ ઓફર

કેહવાઇ રહ્યું છે કે, બાહુબલી ફિલ્મની સફળતા બાદ અનુષ્કાને બોલિવૂડના ઘણા મોટા પ્રોજેક્ટ્સની પણ ઓફર આવી છે. બાહુબલી બાદ અનુષ્કાનું ફેન ફોલોઇંગ ખૂબ વધ્યું છે તથા આ ફિલ્મમાં તેના અભિનય અને સુંદરતાને પણ લોકોએ ખૂબ વખાણી છે. જો કે, આ અંગે અનુષ્કાએ હજુ કોઇ નિર્ણય લીધો નથી.

અહીં વાંચો

અહીં વાંચો

પ્રમોશન દરમિયાન બાહુબલી 2ની ટીમ થઇ Racismનો શિકાર

બાહુબલી 2 રિલીઝ થવાની તૈયારીમાં છે, લોકો આ ફિલ્મને જોવા આતુર છે. એવામાં દુબઇ પ્રમોશન કરવા પહોંચેલ આ ફિલ્મની સ્ટારકાસ્ટને રેસિઝમનો સામનો કરવો પડ્યો છે.

English summary
Bahubali 2 actress Anushka Shetty bold pictures.
Please Wait while comments are loading...