રિયા ચક્રવર્તીને જેલ કે બેલ, મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં આજે થશે સુનાવણી
ડ્રગ્ઝ મામલે જેલમાં બંધ અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી પર મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં આજે સુનાવણી થશે.
નવી દિલ્લીઃ ડ્રગ્ઝ મામલે જેલમાં બંધ અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી પર મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં આજે સુનાવણી થશે. રિયા ચક્રવર્તીને અભિનેતા સુશાંતસિંહ રાજપૂત માટે ડ્રગ્ઝ પૂરી પાડવાના આરોપમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ મંગળવારે ધરપકડ કરી હતી. રિયા ઉપરાંત તેના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી પર પણ કોર્ટ આજે સુનાવણી કરશે. સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તેના પરિજનોએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદથી સીબીઆઈ, ઈડી અને એનસીબી કેસની તપાસમાં લાગ્યા છે.

દોષી જણાતા રિયાને થઈ શકે છે 10 વર્ષની જેલ
રિયા ચક્રવર્તીની નાર્કોટિક્સ ડ્રગ્ઝ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્સ (એનડીપીએસ) અધિનિયમની કલમ 27એ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. રિયા ઉપર આરોપ છે કે તેણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્ઝ પૂરી પાડી. જો કે રિયા ઉપર ખુદ ડ્રગ્ઝ લેવાનો આરોપ નથી. જો રિયા આ કેસમાં દોષી સાબિત થાય તો તેને દસ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

રિયાએ ખુદને ગણાવી નિર્દોષ
મંગળવારે રાતે મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી જામની અરજી ફગાવી દેવાયા બાદ રિયાએ સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જામીન અરજીમાં રિયાએ કહ્યુ છે કે તે નિર્દોષ છે અને એનસીબીએ ખોટા આરોપો હેઠળ તેને આ કેસમાં કસ્ટડીમાં લીધી છે. આ પહેલા કોર્ટે રિયા ચક્રવર્તીને 22 સપ્ટેમ્બર સુધી માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી.

ભાયખલ્લા જેલમાં બંધ છે રિયા ચક્રવર્તી
વળી, આ કેસમાં રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી અને અન્ય આરોપી પહેલેથી જ 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. મંગળવારે રાતે રિયા ચક્રવર્તીને એનસીબીની ઑફિસમાં જ રાખવામાં આવી અને બુધવારે તેને ભાયખલ્લા જેલમાં મોકલી દેવામાં આવી હતી. મુંબઈમાં મહિલા કેદીઓ માટે માત્ર ભાયખલ્લા જેલ જ એકમાત્ર જેલ છે. શીના બોરા મર્ડર કેસમાં આરોપી ઈંદ્રાણી મુખર્જી અને ભીમા-કોરેગાંવ કેસમાં આરોપી સુધા ભારદ્વાજ પણ આ જેલમાં બંધ છે.












Click it and Unblock the Notifications
