• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    માદકતા, સૌંદર્ય, એકલતા અને રહસ્યનું મિશ્રણ એટલે રેખા

    |

    મુંબઈ, 10 ઑક્ટોબર : ઉપરવાળા દ્વારા ફુરસદે બનાવવામાં આવેલ રચના રેખા કોઈક રહસ્ય કરતાં ઓછા નથી. રીલ લાઇફમાં પ્રેમની મિસાલ રેખા રીયલ લાઇફમાં આજે પણ એકલાં છે, તન્હા છે અને ક્યાંક ખોવાયેલાં છે, પરંતુ ક્યાં અને કેમ? આ જાણવાં સૌ આતુર છે, પરંતુ ન તો ક્યારેય રેખાએ અને ન તેમના ચાહરનાઓએ તેના આ રહસ્ય ઉપરથી પડદો ઉંચક્યો. આજે રેખાનો જન્મ દિવસ છે. બધા તેમના દીર્ઘાયુષ્યની શુભેચ્છા કરે છે. હંમેશાની જેમ રેખા સૌનો આભાર વ્યક્ત કરે છે, પરંતુ કાયમની જેમ આજે પણ તેમના હૃદયમાં ઘણું બધું એવું ધરબાયેલું છે કે જે તેમના જીવનની સચ્ચાઈ છે, પરંતુ તે ક્યારેય તેમના હોઠે નથી આવતી.

    rekha-new

    ઘણાં લોકોએ રેખાના જીવન ઉપર ફિલ્મો બનાવવાની અને પુસ્તકો લખવાની કોશિશ કરી, પરંતુ તમામ નિષ્ફળ રહ્યાં. તેથી જ કદાચ હવે પોતે રેખાએ પોતાના જીવનને લખવાની કોશિશ કરી છે. વર્ષ 1970માં સાવન ભાદો ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશનાર અભિનેત્રી રેખાનું જીવન ઘણું ઉતાર-ચડાવ ભર્યું રહ્યું છે. રેખાએ અત્યાર સુધી લગભગ 180 ફિલ્મોમાં કામ કર્યું છે. ત્રણ વાર ફિલ્મ ફૅર અને એક વાર નેશનલ એવૉર્ડ જીતનાર રેખાની પર્સનલ લાઇફ જાણવાની દરેકની ઇચ્છા છે. તેમનું નામ ઘણાં સ્ટાર્સ સાથે જોડાયું કે જેમાં અભિનેતા વિનોદ મહેરા અને બૉલીવુડના શહેંશાહ અમિતાભ બચ્ચનનો પણ સમાવેશ થાય છે, પરંતુ કોઈ તેમનું કાયમી સાથી ન બન્યું.

    હાલ રેખા પોતાના મુંબઈના બાંદ્રા ખાતે આવેલ ઘરમાં એકાકી જીવન વિતાવે છે. તેઓ ખૂબસૂરત છે, માદક છે અને તેમને જાણનારાઓ કહે છે કે તેઓ સ્વભાવે બહુ જ સરળ અને સ્નેહી પણ છે. તો પઝી આજે ઉંમરના આ તબક્કે તેમનો કોઈ પરિવાર કેમ નથી અને કોઈ હમસફર કેમ નથી?

    English summary
    Why Birthday Girl Rekha is alone... She is Beautiful, hot but mysteries asked Audience.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more