અજય દેવગન પહેલા આ સ્ટાર પર ફિદા હતી કાજોલ, દિલની વાત ન કહી શકતા લવ સ્ટોરી અધુરી રહી ગઈ

બોલિવૂડની ચુલબુલી અભિનેત્રી કાજોલ તેની કમાલની એક્ટિંગ અને ચુલબુલા અંદાજ માટે જાણીતી છે. હાલમાં જ તે તેની વેબ સિરીઝ ધ ટ્રાયલમાં જોવા મળેલી કાજોલ વિશે ઘણી એવી બાબતો છે જે ઘણા લોકો નથી જાણતા.

તમને જાણીને નવાઈ લાગશે કે કાજોલની પહેલી પસંદ અજય દેવગન નહીં પરંતુ કોઈ બીજુ હતુ. કાજોલના આ રાઝને કરણ જોહરે જાહેર કર્યુ છે. જો કે કાજોલે સમયસર પોતાના દિલની વાત ન કહેતા આ લવ સ્ટોરી અધુરી રહી ગઈ.

kajol

હિન્દી સિનેમાને એક નહીં પણ ઘણી શાનદાર ફિલ્મો આપનારી કાજોલનો ક્રશ કોઈ બીજુ જ હતુ. આ વાતનો ખુલાસો કરણ જોહરે કર્યો છે. કાજોલ અને કરણ જોહર વર્ષોથી સારા મિત્રો છે. એક સમય એવો હતો જ્યારે કાજોલનું દિલ એ વ્યક્તિ માટે ઘડકતું હતુ.

કરણ જોહરના જણાવ્યા અનુસાર, અજય દેવગનને મળ્યા પહેલા કાજોલ અક્ષય કુમાર પાછળ પાગલ હતી. અક્ષયની એક ઝલક માટે તે પાગલ રહેતી હતી. કાજોલ ઘણી વખત અક્ષયને જોવા માટે મુંબઈની ગલીઓમાં રખડતી હતી.

કરણ જોહરે જણાવ્યુ કે, 1991માં રિલીઝ થયેલી ફિલ્મ હિનાના પ્રીમિયરમાં તેને કાજોલને અક્ષય સુધી પહોંચવામાં મદદ કરી હતી. જો કે કાજોલ અક્ષય સામે પોતાના દિલની વાત કહી શકી નહીં.

આ પછી કાજોલની લાઈફમાં અજય દેવગનની એન્ટ્રી થઈ અને બન્ને પ્રેમમાં પડયા અને લગ્ન કરી લીધા. આજે કાજોલ અને અજય દેવગન બે બાળકોના માતા-પિતા છે. કાજોલની દિકરી ન્યાસા પણ તેની જેમ જ ખૂબસૂરત છે અને બોલિવૂડમાં એન્ટ્રીની તૈયારીમાં છે.

કાજોલના કરિયર વિશે વાત કરીએ તો, તે હાલમાં જ વેબ સિરીઝ ધ ટ્રાયલમાં જોવા મળી છે. આ વેબ સિરીઝમાં કાજોલે તેની વર્ષો જુની કિસિંગ પોલીસી તોડીને ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X