મુંબઈની દરેક દિવાલ પર લાગ્યા હતા શર્મિલા ટાગોરના બિકિની પોસ્ટર, સાસુથી છૂપાવવા આવુ કર્યુ
આજે અમે શર્મિલા ટાગોરના પુસ્તકના અમુક પાનાં પલટાવવાનુ વિચાર્યુ અને કાઢ્યો એક મઝાનો કિસ્સો. આ કિસ્સો છે એ સમયનો જ્યારે શર્મિલા ટાગોર એ અમુક ગણીગાંઠી હીરોઈનોમાંની એક હતા જેમણે બિકિની પહેરવાનુ સાહસ બતાવ્યુ. તે પણ એકદમ બેબાક અંદાજમાં. ફિલ્મ હતી એન ઈવનિંગ ઈન પેરિસ. તેમને ઉત્કૃષ્ટ અભિનય માટે બે વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને બે વાર ફિલ્મફેર પુરસ્કારથી નવાઝવામાં આવી ચૂક્યા છે. એટલુ જ નહિ તેમને વર્ષ 2013માં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મભૂષણથી નવાઝવામાં આવી ચૂક્યા છે.

લવ સ્ટોરીનો એક કિસ્સો
વાત કરવામાં આવે તેમના અને મનસૂર અલી ખાન પટૌડીના સંબંધની તો તે ઘણા કમાલના હતા. પહેલી નજરમાં જ મંસૂર અલી શર્મિલાને દિલ દઈ બેઠા હતા. આજે અમે તમને આ બંનેની લવ સ્ટોરીનો એક કિસ્સો જણાવીએ જેને જાણીને તમે પણ ચોંકી જશો...

લવ સ્ટોરી કોઈ ફેરીટેલથી કમ નથી
શર્મિલા ટાગોર અને મંસૂર અલી ખાનની લવ સ્ટોરી કોઈ પરીઓની કહાનીથી કમ નહોતી. શર્મિલાએ 22 વર્ષની ઉંમરમાં નવાબ પટૌડી સાથે નિકાહ કરી લીધા હતા. 42 વર્ષ સાથે રહ્યા બાદ 2011માં ટાઈગર પટૌડીનુ નિધન થઈ ગયુ.

ફિલ્મ થવાની હતી રિલીઝ
એક વાર થયુ એવુ કે 967માં શર્મિલા ટાગોરની ફિલ્મ એન ઈવનિંગ ઈન પેરિસ રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં તેમની સામે શમ્મી કપૂર હતા. આ ફિલ્મમાં શર્મિલા ટાગોરે બિકિની પહેરીને તહેલકો મચાવી દીધો હતો.
આ પણ વાંચોઃ Good News: કૉમેડી કિંગ કપિલ શર્મા બન્યા પપ્પા, ગિન્નીએ આપ્યો દીકરીને જન્મ

બિકિની પોસ્ટર લાગ્યા હતા દિવાલો પર
આ ફિલ્મ માટે શર્મિલાના બિકિનીવાળા પોસ્ટર મુંબઈની દિવાલો પર લગાવવામાં આવ્યા હતા. અને અચાનક શર્મિલાને સમાચાર મળ્યા કે મંસૂરની મા સાજિદા સુલ્તાન તેને મળવા મુંબઈ આવી રહી છે.

ગભરાઈ ગઈ હતી શર્મિલા
આ સમાચાર સાંભળીને શર્મિલા ગભરાઈ ગઈ હતી. એક તરફ જ્યાં શર્મિલા ટાગોર સામાન્ય પરિવારમાંથી હતા જ્યારે મંસૂર નવાભ ખાનદાનમાંથી હતી. એવામાં શર્મિલા ગભરાઈ ગયા હતા કે સાસુમાં ક્યાંક તેમના દિવાલો પર લાગેલા બિકિની પોસ્ટર જોઈ લેશે તો શું થશે.

બિકિની પોસ્ટર જોઈ લીધા હોત તો...
તેમને લાગ્યુ કે ક્યાંક એવુ ન બને કે આના કારણે મંસૂરની મા એ બંનેના લગ્ન માટે ના પાડી દે. જો તેમણે બિકિનીવાળા પોસ્ટર જોઈ લીધા હોત તો ખબર નહિ શું થાત. જો કે મંસૂરને શર્મિલાના બિકિનીવાળા પોસ્ટરથી કોઈ વાંધો નહોતો કારણકે તે તેમના પ્રોફેશનની કદર કરતા હતા. પરંતુ ત્યારે શર્મિલા કોઈ પણ રિસ્ક લેવાના મૂડમાં નહોતા.

બધા પોસ્ટર હટાવી દીધા
આના પર શર્મિલાએ જે કર્યુ તે ઘણુ ચોંકાવનારુ હતુ. શર્મિલાએ તરત જ ફિલ્મના પ્રોડ્યુસર સાથે વાત કરી અને મુંબઈની એક એક દિવાલ પરથી એ બધા બિકિની પોસ્ટર હટાવી દીધા. શર્મિલા ટાગોર 1970-1975 સુધી મુમતાઝ સાથે બોલિવુડની સૌથી મોંઘી હીરોઈન હતા. આ પહેલા તે બીજી સૌથી મોંઘી હીરોઈન હતા અને તેમનાથી વધુ ફીસ માત્ર નંદા અને વહીદા રહેમાનની હતી.