બેશરમ રણબીરે અમિતાભ-રેખાને બનાવી દીધાં ભાઈ-બહેન!
મુંબઈ, 21 સપ્ટેમ્બર : આપ વિચારતાં હશો કે રણબીર કપૂરનું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? તો તેનો જવાબ છે ના, પણ હા રણબીર બેશરમ ફિલ્મમાં જે પાત્ર ભજવી રહ્યાં છે, તેનું મગજ જરૂર ચસકી ગયું છે. આપ વિચારતા હશો કે કઈ રીતે? તો સાંભળો. બેશરમ ફિલ્મમાં એક ડાયલૉગ છે કે જે ફિલ્મના હીરો રણબીર હીરોઇન પલ્લવી શારદાને કહે છે.

રણબીર કપૂર બોલે છે - આજ તક મૈંને સિર્ફ અપને સે પ્યાર કિયા હૈ, લેકિન અબ તુઝસે કરૂંગા. અપુન તો સોચ લિયા હૈ કિ હમ દોનોં શાદી બનાયેગા, ફિર મુઝે દો બચ્ચે ચાહિએ... પહલી હોગી લડકી જો કિ મુઝે તુમ્હારે જૈસી સુંદર સી ચાહિયે, નામ હોગા રેખા ઔર ઉસકે બાદ મુઝે અપુન કે જૈસા રૌબદાર લડકા ચાહિયે જિસકા નામ રખેંગે અમિતાભ, ક્યોંકિ દોનોં હી મેરે ફૅવરિટ હૈં. ઉસકે બાદ મૈં નસબંદી કરવા લૂંગા... હવે વિચારો જો ફિલ્મનો હીરો પોતાના છોકરા-છોકરીના નામ અમિતાભ-રેખા રાખશે તે થયાને બંને ભાઈ-બહેન.
ખેર, ફિલ્મનો આ સંવાદ સાંભળ્યા બાદ લોકોના કેવા પ્રત્યાઘાત આવે છે, તે તો 2જી ઑક્ટોબરે જ ખબર પડશે, કારણ કે તે જ દિવસે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. અભિનવ કશ્યપ દિગ્દર્શિત બેશરમ ફિલ્મમાં પ્રથમ વાર પલ્લવી શારદા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે, તો પહેલી જ વાર રણબીર કપૂર પોતાના રીયલ માતા-પિતા એટલે કે ઋષિ કપૂર અને નીતૂ સિંહ સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મ જો હિટ થાય, તો રણબીરની હૅટ્રિક થશે.












Click it and Unblock the Notifications
