બોલીવૂડના આ રેન સોંગ્સએ વરસાદને રોમાન્ટિક બનાવ્યો!
ફાઇનલી ભારતભરમાં મેધરાજાએ તેમની દબંગ એન્ટ્રી કરી ખરા...અને વરસતા આ રિમ મિઝ વરસાદે અને ખુશનુમા વાતાવરણમાં ભલભલા લોકો પણ થોડા રોમાન્ટિક તો થઇ જાય છે!
હવે તેમાં વાંક વરસાદનો કાઢવો કે પછી આપણી બોલીવૂડની ફિલ્મોનો? તમને થશે બોલીવૂડ ફિલ્મોનો વાંક કેવી રીતે? અરે ભાઇ, મોટાભાગના હિરો હિરોઇન જ્યારે પ્રેમમાં પડે ત્યારે ત્યાં વરસાદ તો બાયડિફોલ્ટ હોય છે. અને એક રોમન્ટિક સોંગ પણ હોય છે.
અને જ્યારે જ્યારે મેહૂલો છમ છમ કરીને વરસે છે ત્યારે આપણા મોઢા પર પણ આવા જ કેટલાક બોલીવૂડ રોમેન્ટિક સોંગ આવવા લાગે છે. ત્યારે આજે અમે તમને આવા જ કેટલાક બોલીવૂડ રોમેન્ટિક રેન સોંગની યાદ તાજી કરવાના છીએ. જેને આપણી વરસતી સાંજેને વધુ રોમાન્ટિક કરી દીધી છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને ફરી યાદ કરી લો બોલીવૂડના આ રોમાન્ટિક સોંગને...

ચાક ધૂમ ધૂમ
દિલ તો પાગલ હૈ ફિલ્મનું શાહરૂખ ખાન અને માધુરી દિક્ષિતની નટખટ મસ્તીઓને દર્શાવતું આ મસ્ત મઝાનું ગીત યાદ છે!

કુછ કુછ હોતા હૈ
તુમ પાસ આયે..યું મુસ્કુરાયે...વરસતા વરસાદમાં કાજેલ અને શાહરૂખ ખાનનો આ હોટ રોમાન્સ...

લગા પ્રેમ રોગ
સુષ્મિતા સેનની મદમસ્તી સુંદરતા અને સલમાન ખાનનો દબંગ અંદાજ અને તેમાં વરસાદની મઝાએ આ ગીતને એક અલગ જ ચાર્મ આપ્યો હતો.

ટિપ ટિપ બરસા પાની
રવિના તંડનની મદમસ્ત અદાઓ અને અક્ષય કુમારની રફ ટફ ઇમેજે આ ગીતને બનાવી દીધું હતું તે વખતે સુપર ફેમસ.

દેખો ના
શર્માતી કાજેલ અને પ્રેમમાં દિવાના બનેલ આમીર ખાનના ફિઝાના આ ફેમસ સુંદર ગીતને આ મૌસમમાં કેવી રીતે ભૂલી શકાય.

હમ તુમ
હમ તુમનું આ ગીત ઓલટાઇમ હીટ છે. વરસાદની મસ્તી માણતા રાની અને સૈફે આ ગીતને ખૂબસૂરત બનાવી દીધું હતું.

જો હાલ દિલ કા
સોનાલીની સુંદરતા અને આમિરની દિવાનગી આ ગીત લાંબા સમય સુધી સુપર હીટ રહ્યું હતું. અને તેણે વરસાદની મઝાને વધુ સુંદર બનાવી દીધું હતું.

ઇધર ચલા ના ઉધર ચલા
કોઇ મિલ ગયામાં રિતિક રોશન અને પ્રિટી ઝિંટાની ક્યૂટ કેમેસ્ટ્રી આ ગીતમાં જોવા મળી હતી.

બાદલ યૂં ગરજતા હૈ
આ ગીત ભલે થોડું જૂનું હોય પણ તે વખતે અમૃતા સિંહ અને સની દેઓલની હોટ કેમેસ્ટ્રીએ આ ગીતને સુપરહોટ બનાવી દીધું હતું.

સૈંયા
અગ્નિપથનું આ રેન સોંગમાં પ્રિયંકા અને રિતિક રોશનની ઇન્ટેન્સ કેમેસ્ટ્રી જોવા મળી હતી. વળી આ ગીતના શબ્દોએ આ ગીતની સુંદરતાને વધારી દીધી હતી.

રિમઝિમ ગિરે સાવન
અમિતાભ અને મૌસમી ચેટર્જીનું આ ગીત ઓલટાઇમ ફેવરેટ છે. જ્યારે પણ આ ગીત આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા ચહેરા પર એક સ્માઇલ આવી જાય છે.

પ્યાર હુઆ ઇકરાર હુઆ
જો કે રેન સોંગની શરૂઆત અને વરસાદને બોલીવૂડમાં રોમાન્ટિક કરવાની પ્રથા આ ગીતથી શરૂ થઇ હતી. જેમાં રાજકુમાર અને નરગિસને સુંદર રીતે બતાવામાં આવ્યા છે.

રેન સોંગ
જો કે આવા બીજા પણ અનેક જાણીતા જાણીતા રેન સોંગ બોલીવૂડ ફિલ્મોમાં બતાવામાં આવ્યા છે. તો પછી આ વરસતા વરસાદમાં આ ગીતોની મઝા માણવાનું અને તેને ગુનગુનાવાનું ભૂલતા નહીં.












Click it and Unblock the Notifications
