સંજય દત્તની બાયોપિક 'સંજૂ'નું ટીઝર ધમાકેદાર, ફિલ્મની પહેલી ઝલક
લાંબા ઇંતજાર બાદ સંજય દત્તની બાયોપિક સંજૂનું ટિઝર આખરે રીલિઝ થઇ ગયું છે. પહેલી ઝલક જ ફિલ્મની ધમાકેદાર છાપ છોડી જાય છે.
લાંબા ઇંતજાર બાદ સંજય દત્તની બાયોપિક સંજૂનું ટિઝર આખરે રીલિઝ થઇ ગયું છે. પહેલી ઝલક જ ફિલ્મની ધમાકેદાર છાપ છોડી જાય છે. રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મે 29 જૂનના રોજ સિનેમા ઘરોમાં રીલિઝ થનાર છે. ચાહકોએ તો ફિલ્મને અત્યારથી જ બ્લોકબાસ્ટર ગણાવી દીધી છે. લાજવાબ ટિઝરને જોતા લાગે છે કે ફિલ્મ 2018ની સૌથી હિટ ફિલ્મોમાં સામેલ થઇ શકે છે. ખાસ વાત એ છે કે આ ટિઝર અપેક્ષાથી એકદમ ઉલટું નીકળ્યું. જે ગંભીર હોવાને બદલે કૉમેડી અને વ્યંગથી ભરપૂર છે.
ટીઝરમાં રણવીરનો માત્ર લૂક જ નહીં પણ ડાયલોગ્સ પણ જબરદસ્ત છે. એક નજરે જોતા તો એવું જ લાગે જાણે તમે રણવીરને નહીં પણ સંજૂ બાબાને જ જોતા હોવ. આ ફિલ્મમાં રણવીરની કલાગીરી વખાણવા લાયક છે.
રાજકુમાર હિરાણીએ દિલ ભરીને રણવીર કપૂરના વખાણ કર્યાં છે. આ ફિલ્મ પર કરવામાં આવેલી આકરી મહેનત ટીઝરથી જ જોવા મળી રહી છે. રણવીર કપૂરે દરેક ફ્રેમમાં પોતાના ટેલેન્ટને સામે રાખ્યું છે. એટલું જ નહીં, રણવીરના લુકને જોઇને સંજય દત્ત પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. રાજકુમાર હિરાણીએ જણાવ્યું કે આ ફિલ્મ પૂરી રીતે કોમેડી-ડ્રામા હશે.
અહીં જુઓ ફિલ્મના ટીઝરની કેટલીક તસવીરો, ડાયલોગ્સ સાથે..

શાનદાર શરૂઆત
"અપના લાઇફ ફુલ સાંપ સીઢી કા બોર્ડ હૈ.. કભી અપ.. કભી ડાઉન"

કેટલાક ખુલાસા
"22 કા થા, ઇતના ડ્રગ્સ કિયા કિ લંગ્સને જવાબ દે દિયા, ડૉક્ટરને કહ દિયા કી અબ નહીં બચેગા.. લેકિન હુઆ ક્યા એસા બૉડી બનાયા કી લોગ મોહમ્મદ અલી સે તુલના કરને લગે..!!"

ભીખ પણ માંગી
"ચાર્ટેડ પ્લેન મેં ભી ઘૂમા હું.. ઔર એક બસ ટિકટ કે લિયે સડકોં પર ભીખ ભી માંગી હૈ"

કેટલીક સારી પળ
"ન્યૂયોર્ક કે ઉન હોટલોં મેં રહા હું, જિસકી ખિડકિયોં સે પૂરા શહર દિખતા થા"

કેટલાક ખરાબ દિવસો
"ઔર ઉસ જૈલમેં ભી જહાં એક ભી ખિડકી નહીં હોતી થી.. કબ દિન હોતા થા, કબ રાત.. નો આઇડિયા"

લાજવાબ અંદાજ
"પુલિસવાલોં ને ઝાપડ મારા.. અંડરવર્લ્ડને સુપારી ભી નિકાલા."

આવી હતી લાઇફ
"ઘડિયાં ભી પહની, હથકડિયાં ભી.. 308 ગર્લફ્રેન્ડ્સ થીં.. ઔર એક AK-56 રાઇફલ!"

રીલિઝ
કુર્સી કી પેટી બાંધ લીજિયે.. ક્યોંકિ મોસમ બિગડને વાલા હૈ।

જબરદસ્ત ટીઝર
ફિલ્મનું ટીઝર જબરદસ્ત છે એમાં કોઇ શક નથી. હવે ચાહકોને બસ 29 જૂનનો ઇંતજાર છે.

વખાણ જ વખાણ
ફિલ્મ ટીઝરમાં રણવીર કપૂર કેટલાય લૂકમાં જોવા મળ્યા અને દરેક લૂકમાં તે સંજય દત્તની ડિટ્ટો કોપી જ લાગી રહ્યો હતો. આ ટીઝરના જેટલાં વખાણ કરો તેટલાં ઓછાં છે.












Click it and Unblock the Notifications
