Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હેપ્પી બર્થડે ભાગ્યશ્રીઃ 18માં વર્ષે સલમાન સાથે રોમાંસ, ભાગીને લગ્ન, 49ની ઉંમરે પણ અપ્રતીમ સુંદર

સુમન એટલે કે ભાગ્યશ્રીનો આજે જન્મદિવસ છે. આવો જાણીએ તેમના વિશે કેટલીક ચોંકાવનારી હકીકતો.

મેને પ્યાર કિયાની ખૂબ જ સુંદર સુમનને કોણ ભૂલી શકે છે. સલવાર સૂટ, પીળી સાડી અને સલમાન સાથે પડદા પર પ્રેમના રંગમાં રંગાનાર આ પરીઓની રાનીની સુંદરતા આગળ આજની અભિનેત્રી પણ ફિકી દેખાય છે. સુમન એટલે કે ભાગ્યશ્રીનો આજે જન્મદિવસ છે. 1989માં ભાગ્યશ્રીએ 18 વર્ષની ઉંમરમાં મેને પ્યાર કિયાથી સુપરહિટ ડેબ્યુ કર્યુ. સલમાન અને ભાગ્યશ્રીને આ ફિલ્મે રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા. જો કે સલમાને પોતાની ફિલ્મી કેરિયર મેને પ્યાર કિયાથી બનાવી.

19 વર્ષની ઉંમરમાં લગ્ન

19 વર્ષની ઉંમરમાં લગ્ન

પરંતુ ભાગ્યશ્રીનું ભાગ્ય તેમને મેને પ્યાર કિયા બાદ લગ્ન તરફ લઈ ગયુ. માત્ર 19 વર્ષની ઉંમરમાં તેમણે અભિનેતા બૉયફ્રેન્ડ હિમાલય દસ્સાની સાથે લગ્ન કર્યા. પતિ સાથે અમુક ફિલ્મો કરી. પરંતુ સફલ ન થઈ શકી. મેને પ્યાર કિયા બાદ ભાગ્યશ્રીએ તમિલ, તેલુગુ, મરાઠી સાથે ભોજપુરી ફિલ્મો પણ કરી. આજે પણ તેમને માત્ર મેને પ્યાર કિયાની સુમનના નામથી જ યાદ કરવામાં આવે છે. એ કહેવામાં કોઈ સંકોચ નથી કે 49 વર્ષની ઉંમરમાં પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. આજે પણ જ્યારે તે કેમેરા સામે આવે છે તો છવાઈ જાય છે. શું તમે જાણો છો કે પોતાના પ્રેમને મેળવવા માટે ભાગ્યશ્રીએ 18 વર્ષની ઉંમરમાં એવુ પગલુ ઉઠાવ્યુ હતુ... આજે ભાગ્યશ્રીના જન્મદિવસ પર અમે તમને તેમના વિશે અમુક રસપ્રદ વાતે કહેવા જઈ રહ્યા છે સાથે સાથે એવા ફોટા જે તમે ક્યારેય નહિ જોયા હોય...

18 વર્ષની ઉંમરમાં બ્રેકઅપ

18 વર્ષની ઉંમરમાં બ્રેકઅપ

ભાગ્યશ્રી ડેબ્યુ પહેલા હિમાલય સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. પરંતુ બંને અલગ થઈ ગયા. ભાગ્યશ્રીને પોતાના પ્રેમ પર વિશ્વાસ હતો. એના કારણે તેમણે હિમાલયની રાહ જોવાનો નિર્ણય કર્યો.

ઘર છોડવાનો નિર્ણય

ઘર છોડવાનો નિર્ણય

એક વર્ષ બાદ જ્યારે હિમાલય પાછા આવ્યા ત્યારે ભાગ્યશ્રીએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. હિમાલયને ફોન કરીને જણાવ્યુ કે તે પોતાનુ ઘર છોડી રહી છે જો તે તેને પ્રેમ કરતા હોય તો અત્યારે આવીને લગ્ન કરે. ભાગ્યશ્રીનો પરિવાર આ લગ્ન માટે ખુશ નહોતો.

15 મિનિટ પછી લગ્ન કર્યા

15 મિનિટ પછી લગ્ન કર્યા

15 મિનિટ બાદ હિમાલય આવી ગયા. બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા. આ લગ્નમાં સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ હાજરી આપી.

પ્રેમ માટે છોડ્યુ કેરિયર

પ્રેમ માટે છોડ્યુ કેરિયર

ત્યારે મેને પ્યાર કિયા હિટ થઈ ચૂકી હતી. ભાગ્યશ્રીને ઘણી ફિલ્મોના પ્રસ્તાવ મળી રહ્યા હતા પરંતુ પ્રેમને છોડીને ફિલ્મો પર ધ્યાન આપવાનો તેમનો કોઈ વિચાર નહોતો. પુત્ર અભિમન્યુનો જન્મ જલ્દી થઈ ગયો. ભાગ્યશ્રી દરેક મોટા પ્રસ્તાવનો ઈનકાર કરતી રહી.

કોઈ પસ્તાવો નહિ

કોઈ પસ્તાવો નહિ

આજ સુધી ભાગ્યશ્રીને એ વાતનો કોઈ પસ્તાવો નથી. તે ફિલ્મ અને પરિવારને એક સાથે સંભાળતી રહી. ભલે તેમને કેરિયરમાં ધીમે ધીમે આગળ વધવુ પડ્યુ.

સલવાર કમીઝ સિવાય કંઈ નહિ

સલવાર કમીઝ સિવાય કંઈ નહિ

તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીને તેમના પિતાએ ફિલ્મોમાં માત્ર સલવાર કમીઝ અને સાડી પહેરવાની સૂચના આપી હતી.

સલમાનને ગળે મળીને રોવા લાગી

સલમાનને ગળે મળીને રોવા લાગી

કબૂતર જા જા ગીતના અંતમાં સલમાને ભાગ્યશ્રીને ભેટવાનુ હતુ. આ સીન થયા બાદ ભાગ્યશ્રી રડવા લાગી હતી. ત્યારબાદ સલમાન અને સૂરજ બડજાત્યાને પોતાનું રડવાનું કારણ જણાવતા કહ્યુ હતુ કે તે ક્યારેય કોઈ પુરુષને ગળે નથી મળી. તે ઘણી ગભરાઈ ગઈ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X