ભીગે હોંઠ ફેમ ઈમરાન-મલ્લિકા 20 વર્ષ પછી એક સાથે જોવા મળ્યા, જાણો કેમ અત્યારસુધી દુર હતા?
બોલિવૂડમાં કેટલીખ ઓલટાઈમ હોટ એન્ડ બોલ્ડ જોડીઓની સતત ચર્ચા થાય છે. આવી જ એક જોડી ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતની હતી. આ જોડીના સોંગ ભીગે હોંઠ તેરે એ આગ લગાવી દીધી હતી.
હવે આ દિવસોમાં આ જોડીની ફરીથી ચર્ચા થઈ રહી છે. હકિકતમાં આ બન્ને સ્ટાર 20 વર્ષ પછી એક બીજા સાથે જોવા મળ્યા છે.

આ જોડી 2004માં રીલિઝ થયેલી ફિલ્મ મર્ડરથી છવાઈ ગઈ હતી. પરંતુ પરસ્પર વિવાદોને કારણે બંને ફરી ક્યારેય મોટા પડદા પર સાથે જોવા મળ્યા ન હતા.
હવે ફરી એકવાર મલ્લિકા શેરાવત અને ઈમરાન હાશ્મી ચર્ચામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે બંને આનંદ પંડિતની પુત્રીના લગ્નના રિસેપ્શનમાં સાથે જોવા મળ્યા.
20 વર્ષ પછી તેમના ફેવરિટ કપલને એકસાથે જોઈને ફેન્સ ખુશ છે. પરસ્પર ઝઘડા ભૂલીને બંનેએ એકબીજા સાથે વાત કરી અને પછી એકબીજાને ગળે લગાડતા જોવા મળ્યા.
ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતને 20 વર્ષ પછી એકસાથે જોઈને ફેન્સ ખુશ છે. બંનેને કેમેરા સામે પોઝ પણ આપ્યા. આ દ્રશ્ય જોઈને પાપારાઝી જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. આ બધું જોઈને ઈમરાન અને મલ્લિકા એકબીજા સામે જોઈને હસ્યા. કપલને જોઈને એવું લાગતું હતું કે જાણે તેમની વચ્ચે સમાધાન થઈ ગયું છે.
હવે મલ્લિકા અને ઈમરાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ સતત વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, તમારે બંનેએ ફરી ફિલ્મમાં સાથે આવવું જોઈએ. કેટલાક ચાહકોએ કહ્યું કે બંનેએ મર્ડર 2 ફિલ્મમાં સાથે કામ કરવું જોઈએ. લોકો આવી કમેન્ટ કરીને ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
અહેવાલો અનુસાર, મલ્લિકા શેરાવત અને ઈમરાન હાશ્મીની 2004માં રિલીઝ થયેલી ફિલ્મ મર્ડરના સેટ પર ઝઘડો થયો હતો. આ ફિલ્મમાં બંનેએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. જે બાદ બંનેએ ફરી ક્યારેય એકબીજા સાથે વાત નહોતી કરી. એક વખત કરણ જોહરના શો કોફી વિથ કરણમાં ઈમરાન હાશ્મીએ મલ્લિકાને બેડ કિસર કહી હતી. જો કે, હવે વર્ષો પછી બંને વચ્ચેની લડાઈનો અંત આવતો જણાય છે.












Click it and Unblock the Notifications
