પાંચ કરોડ કરતાં વધુ નહિં કમાઈ શકે રામૂનું ભૂત

મુંબઈ, 15 ઑક્ટોબર : રામ ગોપાલ વર્માની ફિલ્મ ભૂત રિટર્ન્સ એમ તો પ્રથમ જ દિવસે બૉક્સ ઑફિસે ગડથલિયું ખાઈ ગઈ, પણ આમ છતાં 3ડી ઇફેક્ટ અને કલાકારોની સારી એક્ટિંગના બળે ફિલ્મે પ્રથમ દિવસે લગભગ 1,40 કરોડની કમાણી કરી. બીજા દિવસે પણ ફિલ્મના બૉક્સ ઑફિસ કલેક્શનમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નહિં. ઉલ્ટું પહેલા દિવસ કરતાં ઓછી 1.25 કરોડની કમાણી જ થઈ. ભારતીય થિયેટરોમાં આ ફિલ્મને સારો રિસ્પૉન્સ નથી મળી રહ્યો.

Bhoot Returns & Ramu

ભૂત રિટર્ન્સ દ્વારા ફરી એક વાર રામૂની ઝોળીમાં એક ફ્લૉપ મૂવી આવી છે. આ અગાઉ અમિતાભ અને સંજય દત્ત જેવા પીઢ કલાકારોને સાઇન કર્યાં છતાં રામૂની ફિલ્મ ડિપાર્ટમેન્ટ પણ બૉક્સ ઑફિસ ચિત થઈ ગઈ હતી. ભૂત રિટર્ન્સ પાસે રામૂને કઈંક આશા હતી કે કદાચ આ ફિલ્મ તેમની નવ વર્ષ અગાઉની ફિલ્મ ભૂતની જેમ જ સફળ રહેશે. ભૂતમાં ઉર્મિલા માતોંડકર મુખ્ય ભૂમિકામાં હતાં. ભૂત રિટર્ન્સથી મનીષા કોઈરાલાએ બૉલીવુડમાં ફરીથી પોતાના પગ જમાવવાની કોશિશ કરી, પરંતુ ફિલ્મ ફ્લૉપ થતાં તેમની તમામ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું.

ભૂત રિટર્ન્સને સિંગલ સ્ક્રીન્સમાં મલ્ટીપ્લેક્સિસ કરતાં વધુ રિસ્પૉન્સ મળી રહ્યું છે. તેથી અનુમાન કરી શકાય કે 3ડી દ્વારા જ ફિલ્મ પ્રત્યે દર્શકોને ખેંચી ન શકાય. જોકે 3ડી ફિલ્મનો એક પૉઝિટિવ પૉઇંટ છે. પણ માત્ર તેના જ સહારે ફિલ્મ ચાલવાની ઉમ્મીદ કરવી ખોટું છે. સાથે જ ફિલ્મને મળી રહેલ નેગેટિવ રિવ્યૂઝથી ફિલ્મની નિષ્ફળતાના ચાંસિસ વધી ગયાં છે. લોકો આ રિવ્યૂઝ વાંચી ફિલ્મ જોયા પહેલાં જ માયૂસ થઈ ગયાં છે. હાલ જે પ્રકારનો માહોલ બૉક્સ ઑફિસે નજરે પડે છે, તે જોઈ કહી શકાય કે રામૂનું આ ભૂત પોતાના પ્રથમ સપ્તાહે માત્ર 4-5 કરોડનો બિઝનેસ માંડ કરી શકશે. સાથે જ ફિલ્મની સમગ્ર કમાણી 12-13 કરોડ કરતાં વધુ નહિં હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X