‘લતાજીને બદનામ કરી રહ્યાં છે પ્રિયમ્વદા’

મુંબઈ, 7 નવેમ્બર : લતાજીને બદનામ કરી રહ્યાં છે સ્વર્ગીય ભૂપેન હઝારિકાનાં પત્ની પ્રિયમ્વદા પટેલ. એમ કહેવું છે તેવા લોકોનું કે જેઓ લતાના જબર્દશ્ત પ્રશંસકો છે. લતાના અવાજના ચાહકો બેંગલરૂના કલ્પના શ્રીવાસ્તવ, મોહિત વર્મા, અમિત ખન્ના, નમ્રતા ખન્નાએ વનઇન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે આટલા વર્ષો પછી આમ કહેવું કે ભૂપેન હઝારિકા અને લતા મંગેશકર વચ્ચે લવ અફૅર હતું. તેનો મતલબ શો છે? પોતાની આત્મકથાને લોકપ્રિય બનાવવા પ્રિયમ્વતા પટેલ આ પ્રકારની વાતો કરી રહ્યાં છે. તેમને ખબર છે કે મોટી હસ્તીઓ અંગે વાત ચગાવવાથી તેમનું પુસ્તક વેચાશે. એટલે જ તેઓ આ પ્રકારની અફવાહો ફેલાવી રહ્યાં છે.

Lata-Priyamvada-Bhupen

હવે પ્રિયમ્વદા પટેલની વાતોમાં કેટલું તથ્ય છે તે બતાવવા ભૂપેન હઝારિકા ઊપરથી નીચે આવવાનાં નથી અને દેશના સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરને પૂછી શકાય એવુંય નથી. તેથી પ્રિયમ્વદાએ આ પ્રકારની ફાલતૂ વાત કરી છે. જો માની પણ લઈએ કે લતાજી ભૂપેન હઝારિકાને પ્રેમ કરતા હતાં અને કોઈક કારણસર તેઓ પરીણિત ભૂપેન હઝારિકા સાથે લગ્ન ના કરી શક્યાં, તો પણ આ વાતનો હવે ઉલ્લેખ કરવાનો કોઈ અર્થ નથી.

ઉલ્લેખનીય છે કે સ્વર્ગીય ગાયક ભૂપેનના પત્ની પ્રિયમ્વદા પટેલે જણાવ્યું લતું કે લતા અને ભૂપેન એક-બીજાને પ્રેમ કરતા હતાં અને એટલે જ ભૂપેન સાથે તેમના છુટાછેડાં થયા હતાં. આસામની એક સ્થાનિક ન્યુઝ ચૅનલને આપેલા ઇન્ટર્વ્યૂ દરમિયાન પટેલે લતા-ભૂપેનના સંબંધો તૂટવાના કારણનો પણ ખુલાસો કર્યો. તેમણે આ વાત પોતાની આત્મકથા મોઈ એતી જજાબારમાં પણ લખી છે.

પોતાના પત્ની પ્રિયમ્વદાથી જુદા પડ્યાં બાદ ભૂપેન હઝારિકા મરતાં સુધી નિર્માતા-દિગ્દર્શક કલ્પના લાજિમી સાથે લિવ ઇન રેલિશનમાં રહ્યા હતાં. અહીં સુધી કે ભૂપેને પોતાની તમામ મિલ્કત કલ્પનાના નામે કરી નાંખી. તે અંગે ભૂપેન હઝારિકા પરિવારમાં ખૂબ વિરોધ પણ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X