હિન્દીમાં પણ રિલીઝ થશે પ્રભાસની ફિલ્મ સાહો

પ્રભાસની ફિલ્મ બાહુબલી અને બાહુબલી 2 રિલીઝ થવાની સાથે જ ધમાલ મચાવી હતી. બાહુબલી ફિલ્મે હિન્દી ભાષામાં જોરદાર બિઝનેસ કર્યો હતો.

પ્રભાસની ફિલ્મ બાહુબલી અને બાહુબલી 2 રિલીઝ થવાની સાથે જ ધમાલ મચાવી હતી. બાહુબલી ફિલ્મે હિન્દી ભાષામાં જોરદાર બિઝનેસ કર્યો હતો. આ વાત ધ્યાનમાં રાખીને મેકર્સ અને હિન્દી પ્રોડ્યૂસરની નજર પ્રભાસની ફિલ્મ સાહો પર મંડાયેલી છે.

ખબર અનુસાર આ કામ માટે પ્રોડ્યૂસર ભૂષણ કુમારે ફિલ્મ મેકર્સ સાથે હાથ મિલાવ્યો છે. ખબર અનુસાર ભૂષણ કુમાર આ ફિલ્મને હિન્દીમાં બનાવવા માટે કામ કરશે. ભૂષણ કુમાર પાસે એક મોટું પ્રોડક્શન હાઉસ પણ છે.

આ કામ માટે ભૂષણ કુમારે યુવી ક્રિએશન સાથે હાથ મિલાવ્યો છે અને ખુબ જ જલ્દી તેના પર કામ શરૂ કરી દેવામાં આવશે. ફિલ્મ બાહુબલી પહેલા નોર્થ ઇન્ડિયામાં કોઈ પણ મોટા સુપરસ્ટારની ફિલ્મ રિલીઝ થતી ના હતા.

નોર્થમાં પ્રભાસનો જાદુ

નોર્થમાં પ્રભાસનો જાદુ

રજનીકાંત સિવાય નોર્થ ઇન્ડિયામાં કોઈ પણ સ્ટાર પાસે એવી ક્ષમતા નથી કે તેઓ લોકોની ભીડ ભેગી કરી શકે. બાહુબલી પછી નોર્થમાં પ્રભાસનો જાદુ છવાઈ ગયો છે. એટલા માટે કોઈ પણ તેની સાથે કામ કરવામાં માટે તૈયાર છે.

સાહોની કહાની ચોક્કસ નોર્થમાં લોકોને પસંદ આવશે

સાહોની કહાની ચોક્કસ નોર્થમાં લોકોને પસંદ આવશે

આ ફિલ્મ પર કામ કરવા બાબતે ભૂષણ કુમારે જણાવ્યું કે અમને આ ફિલ્મ માટે સાથે કામ કરવા માટે જણાવ્યું અને આ ફિલ્મ પ્રભાસની છે, જેને ઘણા લોકો પસંદ કરે છે. તેમને આગળ જણાવ્યું કે ફિલ્મ સાહોની કહાની ચોક્કસ નોર્થમાં લોકોને પસંદ આવશે. હિન્દી ઑડિયન્સ આ પ્રકારના કન્ટેન્ટ જોવાનું પસંદ કરે છે.

ફિલ્મની કહાની દરેકના જીવનને મળતી આવશે

ફિલ્મની કહાની દરેકના જીવનને મળતી આવશે

સાહો વિશે વાત કરતા પ્રભાસે જણાવ્યું હતું કે આ ફિલ્મની કહાની દરેકના જીવનને મળતી આવશે. લોકો આ કહાનીને પોતાની સાથે જોડવાનું પસંદ કરશે.

ટ્રેલર લોકોને ખુબ જ પસંદ આવ્યું

ટ્રેલર લોકોને ખુબ જ પસંદ આવ્યું

આપણે જણાવી દઈએ કે પ્રભાસની ફિલ્મ બાહુબલી 2 રિલીઝ સમયે જ સાહોનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું ટ્રેલર લોકોને ખુબ જ પસંદ આવ્યું હતું.

પ્રભાસ સાથે બીજા પણ ઘણા બોલિવૂડ દિગ્ગજ

પ્રભાસ સાથે બીજા પણ ઘણા બોલિવૂડ દિગ્ગજ

આ ફિલ્મ માટે લોકો ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે બીજા પણ ઘણા બોલિવૂડ દિગ્ગજ જોવા મળશે, જે ફિલ્મને રોમાંચક બનાવી દેશે. બાહુબલી પછી પ્રભાસની ફેન ફોલોવિંગ ખુબ જ વધી ગયી છે. સાહો આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X