For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભ, નરેન્દ્ર મોદીએ મન્ના ડેને આપી શ્રદ્ધાંજલિ, જાણો કોણે શું કહ્યું?

|
Google Oneindia Gujarati News

23 ઓક્ટોબર, બેંગલોર: બોલિવુડ માટે એક દુ:ખદ સમાચાર છે, સૂરોના સરતાજ અને એક બહુમુખી પ્રતિભાના માલિક મન્ના ડેનું બુધવારે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે બેંગલુર ખાતે નિધન થઇ ગયું છે. તેઓ 94 વર્ષના હતા, તેમજ તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેમની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. 19 સપ્ટેમ્બરના રોજ પણ તેમની હાલત ખરાબ થઇ હતી તો તેમને બેંગલોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મે 2013માં જ પોતાના જીવનના 94 વર્ષ પૂરા કરનારા મન્ના ડે છેલ્લા ઘણા વર્ષોથી બિમાર ચાલી રહ્યા હતા. તેમની સારવાર તેમની દીકરી બેંગલોરમાં કરાવી રહી હતી. મન્ના ડે છેલ્લા ઘણા સમયથી પોતાની પુત્રી સાથે બેંગલોરમાં જ રહી રહ્યા હતા. હિંદી અને બંગાળી સહિત ઘણી ભાષાઓમાં 3500થી પણ વધારે ગીતો ગાનાર મન્ના ડેને 2007માં દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા આવ્યા હતા. તેમના દ્વારા ગવાયેલા ગીતો જિંદગી કેસી હૈ પહેલી... લાગા ચૂનરી મેં દાગ... એક સચૂર નાર... અને ઓ મેરી ઝોહરજવી... વગેરે ગીતો આજે પણ લોકો ખૂબ જ જુસ્સાથી ગાય છે.

મન્ના ડેના અવસાન બાદ જાણે દેશમાં સૂરોની ગૂંજ થંભી ગઇ હોય. સમગ્ર બોલિવુડ જગતમાંથી દિગ્ગજ કલાકારો અને દેશના વરિષ્ઠ નેતાઓએ પણ તેમના અવસાન પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. બોલિવુડના શહેનશાહ બિગ બીએ મન્ના ડેને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. અને લખ્યું છે કે 'એ કેટલું અદભૂત છે કે આપણે આપણા જીવનની પળોને તેમના ગીત થકી જોડી શકીએ છીએ.'

ગુજરાતના મુખ્યપ્રધાન અને ભાજપા તરફથી વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર મન્ના ડેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોદીએ લખ્યું છે કે 'મન્ના ડેના રૂપે આપણે સુપ્રસિદ્ધ ગાયકને ગુમાવ્યા છે. તેમનો અમર અવાજ આપણી વચ્ચે હંમેશા ગૂંજતો રહેશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.'

સ્લાઇડરમાં જુઓ મન્ના ડેને કોણે કેવી રીતે અર્પી શ્રદ્ધાંજલિ...

બિગ બી, મોદીએ આપી મન્ના ડેને શ્રદ્ધાંજલિ, કોણે શું કહ્યું?

બિગ બી, મોદીએ આપી મન્ના ડેને શ્રદ્ધાંજલિ, કોણે શું કહ્યું?

બિગ બી, મોદીએ આપી મન્ના ડેને શ્રદ્ધાંજલિ, કોણે શું કહ્યું?

બિગ બી, મોદીએ આપી મન્ના ડેને શ્રદ્ધાંજલિ, કોણે શું કહ્યું?

અમિતાભ, નરેન્દ્ર મોદીએ મન્ના ડેને આપી શ્રદ્ધાંજલિ

English summary
Amitabh Bachchan, Shabana Azmi, Narendra Modi and others mourns the demise of the King of melody, Manna Dey, on Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X