નવાબી શહેર લખનઉમાં થશે મહેરુન્નિસા ફિલ્મનું શૂટિંગ
લખનઉ, 9 ઑગસ્ટ : ઈદ પછી થોડાંક વખત બાદ બૉલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સુધીર મિશ્રાની આગામી ફિલ્મ મહેરુન્નિસા માટે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉના જૂના શહેરમાં શૂટિંગ કરશે.

મળતી માહિતી મુજબ લખનઉ શહેરના ચોક વિસ્તારમાં એક ભવ્ય મંચનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સુપર સ્ટાર અમિતાભ બચ્ચન તેમજ ઋષિ કપૂર તથા ફિલ્મના અભિનેત્રી ચિત્રાંગદા સિંહ લખનઉ ખાતે ફિલ્મનું શૂટિંગ કરશે. ફિલ્મ યુનિટ તરફથી ચોક, બડા ઇમામબાડા, લા મેર્ટિનર બૉય્ઝ કૉલેજ તથા કૉલ્વિન તાલુકદાર્સ કૉલેજ જેવા સ્થળોએ શૂટિંગની મંજૂરી માંગવામાં આવી છે.
મહેરુન્નિસા ફિલ્મ 40 વર્ષ મળતાં બે મિત્રોની વાર્તા છે. 1996માં દિગ્દર્શક સુધીર મિશ્રા દ્વારા લખવામાં આવેલ પટકથામાં વાર્તા બે મિત્રોની આજુબાજુ ફરે છે કે જેઓ એક જ મહિલા સાથે પ્રેમ કરે છે અને જુદાં થઈ જાય છે. જે મહિલાને તે બંને પ્રેમ કરે છે, તે 60 વર્ષની વયે તેમના જીવનમાં પરત ફરે છે. મહિલાની ભૂમિકા ચિત્રાંગદા સિંહ ભજવશે. ફિલ્મની વાર્તા 1945થી શરૂ થઈ ચાર દાયકા સુધી ચાલે છે. મહેરન્નિસાના નિર્માતા નિખિલ અડવાણી છે. સુધીર મિશ્રા પોતે પણ લખનઉના જ રહેવાસી છે.












Click it and Unblock the Notifications
