Pics : ‘રુઢિવાદી પરમ્પરાઓ તોડવામાં મૅરી કોમનો મહત્વનો ફાળો’
મુંબઈ, 10 ડિસેમ્બર : બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને જણાવ્યું કે ઓલિંપિક રમતોના ચંદ્રક વિજેતા મુક્કાબાજ એમ સી મૅરી કોમે મહિલાઓ વિરુદ્ધ ચાલતી રુઢિવાદી પરમ્પરાઓ તોડવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
અમિતાભ બચ્ચન ગઈકાલે મુંબઈમાં મૅરી કોમની આત્મકથા અનબ્રેકેબલનું અનાવરણ કરી રહ્યા હતાં. અમિતાભે જણાવ્યું - મૅરી કોમ દેશના મહાન વ્યક્તિત્વ છે. સમગ્ર દેશ તેમને ચાહે છે, તેમને પ્રેમ કરે છે. તેમણે ખાસ તો પૂર્વોત્તર ભારતમાં મહિલાઓ વિરુદ્ધ રુઢિવાદી માન્યતાઓ ખતમ કરવામાં મોટો ફાળો આપ્યો છે. આ પુસ્તકમાં તેમના અતુટ સાહસને સુંદર રીતે રજૂ કરાયો છે કે જે દરેક માટે એક પ્રેરણાદાયક છે.
નોંધનીય છે કે મૅરી કોમ પર એક ફિલ્મ પણ આવી રહી છે કે જેમાં પ્રિયંકા ચોપરા લીડ રોલ કરી રહ્યાં છે. સંજય લીલા ભાનુશાળી આ ફિલ્મ બનાવી રહ્યાં છે અને પ્રિયંકા આ ફિલ્મ માટે મૅરી કોમ પાસેથી તાલીમ પણ લઈ રહ્યાં છે.
ચાલો જોઇએ મૅરી કોમની આત્મકથા અનબ્રેકેબલના અનાવરણ સમારંભની તસવીરો :

બિગ બીએ ગ્લવ્સ પહેર્યાં
અમિતાભ બચ્ચને અનાવરણ સમારંભમાં મીડિયા અને ફોટોગ્રાફરો સામે હાથોમાં ગ્લવ્સ પહેરી તસવીર પડાવી.

મહિલાઓના સંઘર્ષની કથા
આ પ્રસંગે મૅરી કોમે જણાવ્યું - મારો સંઘર્ષ દેશના અનેક લોકોનો અને ખાસ તો મહિલાઓના સંઘર્ષની કથા છે.

સંઘર્ષ પાને
તેમણે જણાવ્યું - મેં પોતાના જીવન અને સંઘર્ષને પાને ઉતારવાનો નિર્ણય કર્યો કે જેથી બીજા લોકો પણ તેમાંથી પ્રેરણા લઈ શકે.

સૌ કરી શકે
મૅરી કોમે જણાવ્યું - આ આત્મકથા દ્વારા હું લોકોને સંદેશો આપવા માંગુ છું કે જે હું કરી શકુ છું, તે સૌ કરી શકે છે.

ફિલ્મ પણ આવશે
ભારતના રીયલ હીરોઇન મૅરી કોમ ઉપર આધારિત ફિલ્મ પણ આવી રહી છે કે જેમાં પ્રિયંકા ચોપરા મૅરી કોમનો રોલ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
