પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને મોટી રાહત, જાણો કોર્ટે જામીન આપતા શું કહ્યું?
પોર્નોગ્રાફી કેસમાં આરોપી રાજ કુન્દ્રાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. ચાર્જશીટ દાખલ થયા બાદ સાયબર ક્રાઈમે ધરપકડની માંગ હતી. હવે કોર્ટેે આગોતરા જામીન મંજુર કર્યા છે.
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાજ કુન્દ્રાને આગોતરા જામીન મંજુર કર્યા છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા સાથે સાથે શર્લિન ચોપરા, પૂનમ પાંડે અને ઉમેશ કામતને પણ આગોતરા જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓને તપાસમાં સહકાર આપવાની શરતે જામીન મંજુર કર્યા છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં સાયરબ ક્રાઈમે તમામ આરોપીઓ સામે ચાર્જસીટ દાખલ કરી હતી. ચાર્જસીટમાં દાવો કરાયો હતો કે, રાજ કુન્દ્રાએ પોર્ન વીડિયો હનાવીને ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કર્યા હતા. ચાર્જશીટમાં કહેવાયુ છે કે, રાજ કુન્દ્રાએ આ ફિલ્મો પૂનમ અને શર્લિન ચોપરા સાથે મળીને શૂટ કરી હતી. પોલીસે તમામ આરોપીની ધરપકડની માંગ કરી હતી બીજી તરફ આરોપીના વકિલે પોલીસના દાવાને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી સાથે કોઈ લેવા દેવા નથી.
આ મામલો સામે આવ્યા બાદ મોટો વિવાદ થયો હતો. 2021માં પોલીસે રાજ કુન્દ્રાની ખોટી રીતે પોર્ન ફિલ્મો બનાવવા અને અપલોડ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. ધરપકડ બાદ રાજ કુન્દ્રાને 2 મહિના સુધી જેલમાં રહેવુ પડ્યુ હતું.












Click it and Unblock the Notifications
