મુનાવરનુ નામ આવતા જ મારા રુંવાડા ઉભા થઈ જાય છે, ખબર નહિ શું કનેક્શન છેઃ જિજ્ઞા વોરા
Bigg Boss 17: બિગ બૉસ 17ની એ કન્ટેસ્ટન્ટ જેના માટે બિગ બૉસે પહેલી વાર પોતાના નિયમો તોડ્યા અને જિજ્ઞા વોરા માટે પ્રેસ કૉન્ફરન્સ કરવામાં આવી. હાલમાં તે બિગ બૉસમાંથી બહાર આવી ચૂકી છે. બહાર આવ્યા પછી જીગ્ના વોરાએ બિગ બૉસ જર્નીના તેના અનુભવ શેર કર્યા છે.
જિજ્ઞાએ કહ્યુ કે મુનાવર અને હું જેલની મુસાફરી વિશે ચર્ચા કરતા હતા. જીજ્ઞાના કહેવા પ્રમાણે અંકિતાની પ્રેગ્નન્સી ગેમ માટે જ હતી એવું લાગી રહ્યું છે. જીજ્ઞાએ મુનાવરની ગર્લફ્રેન્ડ માટે પણ એક સંદેશ આપ્યો છે. જિજ્ઞાએ બિગ બૉસના ઘરની અંદર અને બહારના ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા. વાંચો આ ઈન્ટરવ્યુ.

જિજ્ઞા વોરાએ જણાવ્યુ કે, પ્રેસ કૉન્ફરન્સ મારા માટે ઘણી મહત્વની હતી, અનએક્સપેક્ટેડ હતી. ઘરમાં કોઈને ખબર જ નહોતી કે પ્રેસ કૉન્ફરન્સ થવાની છે, બધા ન્હાયા-ધોયા વિના બેઠાતા, પડદા લાગી ગયા હતા અને ગાર્ડનમાં આ બધી વ્યવસ્થા થઈ રહી હતી. બિગ બૉસે જ્યારે મને બોલાવી ત્યારે મે તેમને કહ્યુ કે બિગ બૉસ, તમે મને રેડી થવાનો પણ મોકો ના આપ્યો. જો કે, મારા માટે બિગ બૉસમાં આવવાનો હેતુ જ આ હતો. હું 12 વર્ષ સુધી કંઈ બોલી ના શકી અને એ દિવસે હું દિલ ખોલીને બોલી. આ પ્રેસ કૉન્ફરન્સ માટે હું બિગ બૉસની ખૂબ આભારી છુ.
તમને એ વખતે કેવી ફીલિંગ હતી, શું તમને એવુ લાગતુ હતુ કે તમારા પર એટેક થશે કે તમે નોર્મલ હતા કે હા જે હશે એને હું સંભાળી લઈશ.
જિજ્ઞાએ કહ્યુ કે હા, મને મીડિયાનો ડર છે. જે મારી સાથે થયુ અને એમાં મીડિયાનો જે રોલ હતો. મને એનુ દુઃખ હતુ. મને ખબર નહોતી કે મીડિયા કેવા સવાલો પૂછશે, મને કોઈ આઈડિયા નહોતો. પરંતુ હું તેમની આભારી છુ. એ મને સારી રીતે સમજ્યા. બહાર આવ્યા પછી ખબર પડી કે એ પ્રેસ કૉન્ફરન્સનો ઘણો પૉઝિટિવ રિસ્પૉન્સ હતો. હું તમારા પ્લેટફૉર્મ દ્વારા મીડિયાનો આભાર માનવા માંગુ છુ.
બિગ બૉસના ઘરમાં કોની સાથે તમારો સંબંધ સૌથી સારો રહ્યો
બિગ બૉસનો મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો. બધા 18 કન્ટેસ્ટન્ટે મને ખૂબ માન આપ્યુ, ભલે તે મારી એજ માટે હોય કે મારી આખી જર્ની માટે હોય, એટલે મારે કોઈની સાથે ઝઘડો ના થયો. હું ખૂબ ખુશ છુ કે મને બધાએ ખૂબ પ્રેમ આપ્યો, બિગ બૉસે પણ. શું બિગ બૉસ તમારા પ્રત્યે બાયસ હતા તેમ પૂછતા જિજ્ઞાએ જણાવ્યુ કે બાયસ હોત તો હું ઘરની બહાર ના હોત પરંતુ હા, તેમણે મને રિસ્પેક્ટ ચોક્કસ આપ્યુ. રિંકુજી સાથે મારે સૌથી સારો સંબંધ રહ્યો. હું એ સંબંધને કોઈ નામ નથી આપવા માંગતી. અને મુનાવર સાથે પણ એક અટેચમેન્ટ હતુ. મુનાવરનુ નામ લેતા જ મારા રુંવાડા ઉભા થઈ જાય છે. મુનાવર સાથે શું સંબંધ છે એ મને ખબર નથી પરંતુ મારા દીકરાને મુનાવરથી ઈનસિક્યોરિટી થવા લાગી છે. એને એવુ લાગે છે કે મુનાવરે એની જગ્યા લઈ લીધી છે.
બિગ બૉસમાં એવો કોઈ કન્ટેસ્ટન્ટ છે, જેના વિશે તમને બહાર આવીને શોકિંગ વાત જાણવા મળી હોય
મુનાવરે મને એની લાઈફ વિશે ઘણુ બધુ શેર કર્યુ છે. અમે બંને એક જ ગામના છીએ. રિંકુજીએ પણ એમની લાઈફની સ્ટ્રગલ વિશે ઘણુ શેર કર્યુ છે મારી સાથે. બહાર આવ્યા પછી સૌથી પહેલા તો ઈન્ડિયા વર્લ્ડ કપ હારી ગયુ એ ન્યૂઝ શોકિંગ હતા. અંકિતાની પ્રેગ્નેન્સીને તો મે અને રિંકુજીએ ઘણુ પૉઝિટિવ લીધુ હતુ. પરંતુ જ્યારે બહાર આવ્યા પછી પ્રેસ કૉન્ફરન્સમાં આ સ્ટ્રેટેજી હોઈ શકે તેવો સવાલ પૂછાયો ત્યારે મને ધ્યાન આવ્યુ કે હા, બિગ બૉસમાં આવતા પહેલા બધાની પ્રેગ્નેન્સી ટેસ્ટ થઈ હતી. મારી પોતાની પણ થઈ હતી. મારા માટે આ શોકિંગ હતુ. જો કે, દરેક જણ ગેમ રમવા ગયા છે અને એ તેમના માટે વર્ક કરી રહ્યુ છે એ સારી વાત છે.
અંકિતા અને વિકીના સંબંધો વિશે શું કહેશો
અંકિતા અને વિકી બંને ડોમિનેટ કરે છે. મે પણ વિકીને સમજાવ્યો હતો અંકિતાને ટાઈમ આપવા માટે પરંતુ એ ગેમમાં એટલો ઈન્વોલ્વ થઈ ગયો છે કે અંકિતા સિવાય એ બીજા બધા કન્ટેસ્ટન્ટ સાથે વાત કરે છે, સમજાવે છે. એવામાં અંકિતાની ઈનસિક્યોરિટી વાજબી છે.
નીલને ઐશ્વર્યા ડોમિનેટ કરે છે, એ વિશે શું કહેશો
સલમાન સરે કહ્યુ એ સાચુ છે અને ઐશ્વર્યા પોતે પણ કહે છે કે હું બહાર પણ આવી જ છું. જો કે, બંનેમાં સારી અન્ડરસ્ટેન્ડીંગ છે. મે નીલને સમજાવ્યો હતો કે આ પ્લેટફૉર્મ પર આ બધુ સારુ નથી લાગતુ.
પ્રેસ કૉન્ફરન્સમાં મુનાવર તમારી સાથે ખૂબ રડ્યા, શું કનેક્શન છે
મુનાવર સાથે શું કનેક્શન છે, ખબર નથી. કંઈક તો હશે જ. હું એને બહુ મિસ કરુ છુ. મારી લાઈફમાં એવો એક ટાઈમ હતો જ્યારે હું ઘરમાંથી બહાર નહોતી નીકળતી એ વખતે મે એની સ્ટેન્ડઅપ કૉમેડી જોઈને દિવસો કાઢ્યા હતા. એણે મને બહુ મોટીવેટ કરી છે. અમે ઘરમાં અમારી જેલ યાત્રા વિશે પણ ઘણી વાતો કરી. ગેમ માટે પણ એણે મને ખૂબ મોટીવેટ કરી.
બિગ બૉસના ઘર અને જેલમાં કોઈ સામ્યતા છે
બિગ બૉસના ઘર અને જેલની સરખામણીની વાત કરીએ તો હા, જેલમાં 9 મહિનામાં મારુ 14 કિલો વજન ઘટ્યુ હતુ અને બિગ બૉસમાં દોઢ મહિનામાં 7 કિલો ઘટ્યુ છે. માનસિક રીતે જોઈએ તો હા, બંને જગ્યાએ સરખુ જ હતુ. બહારના લોકોથી સંપૂર્ણપણે કટ ઑફ. જો કે, જેલ એ રિયાલિટી હતી અને બિગ બૉસ એક ગેમ છે એ બહુ મોટો તફાવત છે, બંનેમાં.
બિગ બૉસના ઘરમાંથી બહાર આવ્યા પછી દીકરાનુ શું રિએક્શન હતુ
દીકરો અત્યારે યુએસમાં છે. ઘરે પાછા આવીને મે એને વીડિયો કૉલ કર્યો હતો. એ બહુ ખુશ હતો. એ ઈચ્છતો હતો કે હું બિગ બૉસમાં જઉ. એને એમ હતુ કે લોકોને ખબર હોવી જોઈએ કે રિયલ જિજ્ઞા વોરા કોણ છે. એ મને કહેતો કે મમ્મા, લોકોને લાગે છે કે તુ સ્ટ્રોન્ગ છે પણ તુ કેટલી ઈમોશનલ છે એ પણ લોકોને ખબર હોવી જોઈએ.
કરિયરમાં આગળ શું કરવાનુ વિચાર્યુ છે, તેના જવાબમાં જિજ્ઞાએ કહ્યુ કે, હાલમાં તો કંઈ વિચાર્યુ નથી કદાચ ગુજરાતી મૂવી કરી શકુ.
ઘરમાં સાસુમા કોણ છે તેના જવાબમાં જિજ્ઞાએ કહ્યુ કે ખાનજાદી અને માસ્ટરમાઈન્ડ વિકી અને મુનાવર.
ઈશા, સમર અને અભિષેકના ટ્રાયેન્ગલ વિશે જિજ્ઞા કહે છે કે બ્યૂટીફૂલ. એક 19-20 વર્ષની છોકરીના જીવનમાં જે રીતે બધુ થયુ, પરંતુ ત્રણેએ ખૂબ સારી રીતે હેન્ડલ કર્યુ. ત્રણે હવે મિત્રો બની ગયા છે.
મનારાને મુનાવર માટે ફીલિંગ છે કે નહિ તેના જવાબમાં જિજ્ઞા કહે છે કે મે મુનાવરને કહ્યુ હતુ કે મને મનારાની આંખોમાં એની ફીલિંગ દેખાય છે. જો કે, મુનાવરે કહ્યુ કે મે એની સાથે ક્લીયર કરી દીધુ હતુ કે અમે બંને માત્ર દોસ્ત છીએ. મુનાવરને આમ તો કંઈ નથી પરંતુ હવે ખબર નહિ આગળ શું છે.
બિગ બૉસના ઘરના સિક્રેટ વિશે જણાવતા જિજ્ઞા કહે છે કે લોકોને લાગે છે કે અહીં બધુ સ્ક્રીપ્ટેડ છે પરંતુ એવુ નથી. અહીં જે કંઈ પણ થાય છે એ બધુ રિયલ છે. જમવા માટેના જે પ્રોબ્લેમ છે એ પણ રિયલ છે, બધાના વેઈટલોસ થયા છે.
તમે કોને વિનર જોવા માંગો છો તેનો ત્વરિત જવાબ આપતા જિજ્ઞાએ કહ્યુ કે મુનાવર. હું દિલથી ઈચ્છુ છુ કે મુનાવર જીતે.
અત્યારે બધા ટ્રોલર્સ કહે છે કે બિગ બૉસમાં હું દેખાતી નહોતી. પણ મને એવુ લાગે છે કે હું ખૂબ પ્રામાણિકતાથી અને ગ્રેસફૂલી રહી. બિગ બૉસમાંથી બહાર આવ્યા પછી કદાચ હું એક્ટીંગ કરુ અથવા તો કદાચ હવે મને જૉબ મળી જાય. હવે 3-4 વર્ષ જૉબ કરવી છે. રિટાયર થવાનો ટાઈમ આવી ગયો છે. જો કે, મને હવે બૉલિવુડ ગમે છે. કદાચ કોઈ મૂવી કે સીરિઝમાં મને જોઈ શકો.
તમને જણાવી દઈએ કે જીજ્ઞા વોરા એક મોટી પત્રકાર રહી ચૂકી છે. તે ક્રાઈમ રિપોર્ટર હતી અને તેની કારકિર્દી વર્ષ 2004માં શરૂ થઈ હતી. તેનું નામ છોટા રાજન સાથે જોડવામાં આવ્યું હતુ. વાસ્તવમાં પત્રકાર જ્યોતિર્મયની 11 જૂન 2011ના રોજ હત્યા કરવામાં આવી હતી. જેમાં અંડરવર્લ્ડ ગેંગસ્ટર છોટા રાજન સાથે જોડાયેલા સાત લોકોના નામ સામે આવ્યા હતા. મુંબઈ પોલીસે આ કેસની તપાસમાં જિગ્ના વોરા પર આરોપ લગાવ્યો હતો. જે બાદ તેને જેલમાં જવું પડ્યું હતું.
આ પછી વર્ષ 2016માં આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં જ્યારે જીજ્ઞા વોરાની ધરપકડ કરવામાં આવી ત્યારે તે 37 વર્ષની હતી. જિજ્ઞા પર રાજનને જ્યોતિર્મય ડેની માહિતી આપવાનો આરોપ હતો. જો કે, આ કેસમાં તેને 9 મહિના બાદ 27 જુલાઈ 2012ના રોજ મુક્ત કરવામાં આવી હતી. પરંતુ આ મામલે તેમની સામે એક લાંબો કેસ હતો.
'પીટીઆઈ' અનુસાર, જિગ્ના વોરાને તેના પુત્રના કારણે આ કેસમાં મુક્ત કરવામાં આવી હતી. કારણ કે તે સિંગલ મધર હતી અને તેણે તેના પુત્રની સંભાળ એકલા હાથે કરવાની હતી. આ કેસની તપાસ ઘણા વર્ષો સુધી ચાલતી રહી અને વર્ષ 2018માં તેની સામેના તમામ આરોપો પાયાવિહોણા સાબિત થયા. આ પછી, વર્ષ 2019માં, જીજ્ઞાના નામે 'બીહાઈન્ડ ધ બાર્સ ઇન ભાયખલા: માય ડેઝ ઇન જેલ' નામનું પુસ્તક પણ પ્રકાશિત થયું. જિગ્ના વોરાની કહાની પર આધારિત વેબ સિરીઝ પણ 'સ્કૂપ' નામથી બનાવવામાં આવી છે. આ સીરિઝ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
