બિગ બૉસ હાઉસમાંથી હાંકી કઢાયા નિરાહુવા

મુંબઈ : બિગ બૉસમાં દરેક વર્ષની જેમ આ વર્ષે પણ દર સપ્તાહે એક પ્રતિસ્પર્ધી બહાર નિકળી જશે. ગઈકાલે એટલે કે 12મી ઑક્ટોબરે બિગ બૉસના પ્રથમ એલીમિનેશનમાં ભોજપુરી એક્ટર દિનેશ લાલ યાદવ (નિરાહુવા) બિગ બૉસના ઘરમાંથી હાંકી કઢાયા. સલમાન ખાને નિરાહવાને બહાર ગયા બદા જણાવ્યું કે તેઓ આજ રાતના એપિસોડમાં તેમની સાથે બિગ બૉસના ઘરે વિતાવેલ એક સપ્તાહના તેમના અનુભવો શૅર કરશે.

Nirahuva

બિગ બૉસના ઘરના સભ્યોએ પ્રથમ જ સપ્તાહે સૌથી વધુ વોટ આપી ઘરના ચાર સભ્યો સપના ભવનાણી, દિનેશ લાલ યાદવ, કરિશ્મા કોટક તથા અસીમ ત્રિવેદીને ઘરમાંથી બહાર નિકળી જવા માટે પસંદ કર્યાં. શુક્રવારના એપિસોડમાં બિગ બૉસના હોસ્ટ સલમાન ખાને પ્રજાનો ફેંસલો સંભળાવતા સૌથી ઓછા વોટ પામનાર ભોજપુરી એક્ટર દિનેશ ઉર્ફે નિરાહુવાને ઘરમાંથી બહાર બોલાવી લેવાયાં. બિગ બૉસના પ્રથમ જ એલીમિનેશનમાં બહાર થતાં પોતે નિરાહુવા પણ ઘણાં નિરાશ હતાં. નિરાહવા જતાં સપનાને પણ ખૂબ દુઃખ થયું. તેમને કહેવુ હતું કે જેટલાં લોકોના નામો આ વોટ આઉટમાં અપાયા હતાં, તેઓ તમામ ખોટા હતાં. આ ચારેયમાંથી કોઈને પણ બહાર ન કાઢવું જોઈતુ હતું.

સલમાને નિરાહુવાને જણાવ્યું કે તેઓ તેમની સાથે એક સપ્તાહના સફરની યાદો તાજા કરશે. આજે રાત્રે સલમાન ખાન સાથે કરણ જૌહર પણ પોતાની સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મની ટીમ સાથે બિગ બૉ઼સમાં દેખા દેશે અને ફિલ્મનું પ્રમોશન કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X