મેંટલ : સંતોષ શુક્લાની ધોલાઈ કરશે સલમાન ખાન
મુંબઈ, 23 ફેબ્રુઆરી : બૉલીવુડના દબંગ સલમાન ખાનની ઈમેજ રીયલ લાઇફમાં પણ ફાયર અભિનેતા તરીકેની છે. કોઈનો વાર ખાલી ન જવા દે. તક ઝડપી તેઓ સારો એવો જવાબ આપી જ દે છે. તેથી તેમની કેટલીક એક્શન ફિલ્મોએ બૉક્સ ઑફિસે જોરદાર કમાણી કરી છે. આ જ ક્રમે તેમની આગામી એક્શન રજુઆતનું નામ છે મેંટલ. ફિલ્મમાં તેમનો રોલ શો છે, આ બાબતોનો ખુલાસો તો હજુ થયો નથી, પરંતુ એટલું નક્કી છે કે આ ફિલ્મમાં ખૂબજ વિચિત્ર બાબતો થવાની છે.

અગાઉ સમાચાર આવ્યા હતાં કે મેંટલ ફિલ્મમાં સલમાન ખાનના મોટા બહેનનો રોલ તબ્બુ કરવાનાં છે. હવે નવી મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં સલમાન ખાન બિગ બૉસના પ્રતિસ્પર્ધી સંતોષ શુક્લાની ધોલાઈ કરતાં દેખાશે. એટલું જ નહીં, એમ પણ કહે છે કે સંતોષ આ ફિલ્મમાં વારંવાર અભિનેત્રી તબ્બુની છેડતી કરતાં પણ નજરે પડનાર છે. ખેર, જો સંતોષ શુક્લા પોતાના આવા કૃત્યોના કારણે જ લાઇમલાઇટમાં આવે છે, તો તેઓ ફરી એક વાર અનેક વખત સલમાનથી ધોલાવા ઇચ્છશે, કારણ કે કહે છે કે સલમાન ખાન તો પારસ પત્થર છે. જેને તેઓ સ્પર્શી લે, તે સુવર્ણ બની જાય છે. ફિલ્મ મેંટલના નિર્માતા-દિગ્દર્શક સોહેલ ખાન છે. ફિલ્મ ઈદ પ્રસંગે જ રિલીઝ થવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
