બિગ બૉસ ફેમ સના ખાને છોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રી, કહ્યુ - અલ્લાહ મને રસ્તો બતાવે
બિગ બૉસ 6 ફેમ અભિનેત્રી સના ખાને ગુરુવારે બૉલિવુડ છોડવાનુ એલાન કર્યુ છે.
મુંબઈઃ બિગ બૉસ 6 ફેમ અભિનેત્રી સના ખાને ગુરુવારે બૉલિવુડ છોડવાનુ એલાન કર્યુ છે. સોશિયલ મીડિયા પર સના ખાને જણાવ્યુ કે તે હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી રહી છે. સના ખાને પણ ઝાયરા વસીમની જેમ પોતાના ઈસ્લામ ધર્મને આધાર બનાવીને બૉલિવુડને છોડવાની ઘોષણા કરી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યુ કે અલ્લાહ તેને આ સફરમાં રસ્તો બતાવશે. સનાએ પોતાની પોસ્ટમાં એ પણ લખ્યુ છે કે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કોઈ કામ માટે હવે કહેવુ નહિ. સના ખાન સલમાન ખાન સાથે પણ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

સના ખાને ફેન્સનો માન્યો આભાર
ગુરુવારે કરેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર સનાએ લખ્યુ છે કે, 'ભાઈએ અને બહેનો..આજે હું મારી જિંદગીના એક મહત્વના વળાંક પર તમારી સાથે વાત કરી રહી છુ. હું વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જિંદગી જીવી રહી છુ અને આ અરસામાં મને દરેક પ્રકારની શહોરત, ઈજ્જત અને દોલત પોતાના ચાહકો તરફથી નસીબ થઈ છે જેના માટે હું તેમની આભારી છુ. મારા જીવનની સૌથી ખુશીની પળ. અલ્લાહ મને આ સફરમાં રસ્તો બતાવે. તમે બધા મને તમારી દુઆમાં શામેલ રાખજો.'

સના ખાને શેર કરેલા પત્રમાં શું શું લખ્યુ?
સના ખાને શેર કરેલા પત્રમાં લખ્યુ, 'શું આપણે એ ના વિચારવુ જોઈએ કે આપણને ગમે ત્યારે મોત આવી શકે છે અને મર્યા બાદ આપણુ શું થવાનુ છે? આ સવાલોનો જવાબ હું ઘણા સમયથી શોધી રહી છુ. ખાસ કરીને બીજા સવાલનો જવાબ કે મર્યા પછી છેવટે શું થશે. આ સવાલના જવાબ જ્યારે મે મારા ધર્મમાં શોધ્યો ત્યારે જાણવા મળ્યુ કે દુનિયાની આ જિંદગી, અસલમાં મર્યા બાદની જિંદગીને સારી બનાવવા માટે છે. તે સારી ત્યારે જ હશે, જ્યારે વ્યક્તિ પોતાને પેદા કરનારની મરજીથી જિંદગી ગુજારે. માત્ર દોલત અને શોહરતને પોતાનો ધ્યેય ન બનાવો.'

સનાની ફિલ્મી સફર
બિગ બૉસ 6ની રનરઅપ રહી ચૂકેલી સના ખાન આ શોથી ખૂબ ફેમસ થઈ. સના ખાનનો જન્મ મુંબઈના ધારાવીમાં થયો છે. સનાના પિતા મૂળ કેરળના રહેવાસી છે. સના ખાને હલ્લા બોલ, વજહ તુમ હો, ટૉઈલેટ-એક પ્રેમકથા જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યુ છે. આ ઉપરાંત સના ખાને ઘણી વેબ સીરિઝમાં પણ કામ કર્યુ છે. તે રિયાલિટી શોનો હિસ્સો પણ રહી ચૂકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
