'બિગ બૉસ ઓટીટી 2' આ દિવસે થશે શરુ, સલમાન ખાને જણાવ્યુ ક્યાં ફ્રીમાં દેખાશે આ શો

Bigg Boss OTT 2: બૉલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન આ 'બિગ બૉસ ઓટીટી'ની સિઝન 2 હોસ્ટ કરશે અને હવે નવા પ્રોમો સાથે તેની શરૂઆતનો દિવસ પણ જાહેર કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન ટીવીના સૌથી મોટા રિયાલિટી શો 'બિગ બૉસ'ના હોસ્ટ તરીકે પણ ઓળખાય છે. છેલ્લા ઘણા સમયથી તે ટીવી રિયાલિટી શો બિગ બૉસ હોસ્ટ કરી રહ્યા છે અને આ વખતે તે 'બિગ બૉસ ઓટીટી 2' પણ હોસ્ટ કરતા જોવા મળશે.

Bigg Boss OTT 2

તમને જણાવી દઈએ કે સલમાન ખાન બિગ બૉસ ઓટીટીની પ્રથમ સિઝનનો ભાગ નહોતો. તે સિઝન બૉલિવુડના પ્રખ્યાત ફિલ્મમેકર કરણ જોહરે હોસ્ટ કરી હતી. પરંતુ હવે ભાઈજાન તેની બીજી સિઝન હોસ્ટ કરશે અને તેનો નવો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે. લોકો આ નવા પ્રોમોના જોરદાર વખાણ કરી રહ્યા છે.

હોસ્ટ તરીકે સલમાન ખાનની જાહેરાતની સાથે જ શોનો બીજો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. આ નવા પ્રોમોમાં સલમાન ખાન ડાંસ કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે શો શરૂ થવાની તારીખ પણ જાણવા મળી છે. 'બિગ બોસ ઓટીટી'ની બીજી સિઝન 17 જૂન 2023થી શરૂ થવા જઈ રહી છે. તે OTT પ્લેટફોર્મ Jio સિનેમા પર સ્ટ્રીમ થશે અને દરેક તેને ફ્રીમાં જોઈ શકશે.

જિયો સિનેમા દ્વારા શેર કરવામાં આવેલા 'બિગ બૉસ ઓટીટી 2'ના નવા પ્રોમોમાં સલમાન ખાન સ્ટેજ પર જોરદાર ડાંસ કરતો જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ શોના સ્પર્ધકોની યાદીમાં હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓ સામેલ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ શો 3 મહિનાથી વધુ ચાલશે. ટીવીનો રિયાલિટી શો 'બિગ બૉસ 17' ઓક્ટોબર 2023થી આ શો પૂરો થયા બાદ જ શરૂ થશે. તમને જણાવી દઈએ કે બિગ બૉસની 17મી સિઝન આ વર્ષે ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X