Bigg Boss OTT 3 : કોણ છે દિલ્હીની ફેમસ વડા પાવ ગર્લ? જાણો કેમ ચર્ચામાં રહે છે?

Vada Pav Girl : Bigg Boss OTT 3 માં ઘણા એવા ચહેરા દેખાયા છે જે સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. આ લિસ્ટમાં એક નામ ફેમસ વડાપાવ ગર્લ પણ છે.

મહારાષ્ટ્રનું લોકપ્રિય અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ વડા પાવ આ દિવસોમાં દિલ્હીની શેરીઓમાં હલચલ મચાવી રહ્યું છે. અહીં વડાપાવના સ્ટોલ દ્વારા એક છોકરી આંખના પલકારામાં સેલિબ્રિટી બની ગઈ છે.

vada pav girl

સખત મહેનત અને સંઘર્ષથી તેણીએ વડા પાવ ગર્લ તરીકે પોતાની ઓળખ બનાવી અને પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસના OTT-3 સુધી સફર ખેડી છે.

ખાસ વાત એ છે કે વડાપાવથી તેણીની રોજની કમાણી પ્રાઈવેટ નોકરીના માસિક પગારને પણ પછાડી દે છે.

કોણ છે વડાપાવ ગર્લ?
દિલ્હીની શેરીઓમાં વડાપાવ વેચનારી ચંદ્રિકા દીક્ષિતે પોતાની મહેનત અને સંઘર્ષ દ્વારા પોતાનું નામ બનાવ્યું છે. તેણીએ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા અને તેના બાળકના શિક્ષણ માટે દિલ્હીમાં વડાપાવ વેચવાનું શરૂ કર્યું. તે દિલ્હીના વિવિધ રસ્તાઓ પર, મુખ્યત્વે ભીડભાડવાળા વિસ્તારોમાં વડાપાવના સ્ટોલ લગાવીને સખત મહેનત સાથે બિઝનેસને આગળ લઈ જઈ રહી છે.

ચંદ્રિકાએ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જેમાં નાણાકીય સમસ્યાઓ, પારિવારિક જવાબદારીઓ અને સમાજ તરફથી પડકારોનો સમાવેશ થાય છે. તેણે પોતાનો બિઝનેસ નાના પાયે શરૂ કર્યો, પરંતુ તેની મહેનત અને સ્વાદિષ્ટ વડાપાવે તેને લોકપ્રિય બનાવી દીધી. હવે તેના સ્ટોલ પર નિયમિત ગ્રાહકોની સંખ્યા વધી છે અને તે દિલ્હીમાં જાણીતું નામ બની ગઈ છે.

રોજ કેટલી કમાણી કરે છો?
દિલ્હીમાં મુંબઈના આઈકોનિક સ્ટ્રીટ ફૂડ વડા પાવ વેચીને રાતોરાત ફેમસ થઈ ગયેલી ચંદ્રિકા તાજેતરમાં તેના પરિવાર સાથે શોમાં ભાગ લેવા મુંબઈ પહોંચી હતી.

બિગ બોસ OTT 3 ના ઘરમાં ચંદ્રિકાએ ખુલાસો કર્યો છે કે તે વડાપાવ વેચીને દરરોજ 40 હજાર રૂપિયા કમાય છે. જેણે તેના સ્પર્ધકોને ચોંકાવી દીધા છે.

વડાપાવ ગર્લે કહ્યું કે, લોકો કંઈક કહેશે, કહેવું એ લોકોનું કામ છે. ઘણી વાર લોકો તેમની વાર્તાઓ અને સંઘર્ષો જાણ્યા વિના અન્ય લોકોના જીવન પર ટિપ્પણી કરે છે. તે મારા માટે ખૂબ જ ફની છે, કારણ કે લોકો મારા વિશે કંઈપણ જાણ્યા વિના ખૂબ જ ઝડપથી ધારણાઓ બાંધે છે. હું આ ક્યારેય બીજા કોઈ માટે નહીં કરું. તમે લોકોને જાણ્યા વિના કેવી રીતે ન્યાય કરી શકો?

ચંદ્રિકાએ એ પણ જણાવ્યું કે તેણે બિગ બોસ ઓટીટી 3 માં દેખાવાની ઓફર શા માટે સ્વીકારી. તેણે કહ્યું કે લોકોમાં એવો ખ્યાલ છે કે હું ખૂબ જ અસંસ્કારી અને ગુસ્સાવાળી વ્યક્તિ છું. બિગ બોસ OTT 3 માં મારી સહભાગિતા સાથે હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે હું બધી લાગણીઓનું ચિત્રણ કરું અને પ્રેક્ષકો મારા વ્યક્તિત્વના વિવિધ શેડ્સ જુએ. લોકોએ મને ગુસ્સામાં જોઈ છે. જો કે, તેઓ મારા ગુસ્સા પાછળના કારણો જાણતા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X