સલમાને કરણને પોતાના આગામી દિગ્દર્શક તરીકે સ્વીકાર્યાં
મુંબઈ, 15 ઑક્ટોબર : છેલ્લા ઘણાં દિવસોથી કરણ જૌહર અને સલમાન ખાન સાથે કામ કરવા અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. કરણ જૌહર તો દરેક જગ્યાએ કહેતાં ફરતા હતાં કે તેઓ સલમાન ખાન સાથે કામ કરવા માંગે છે. સાંભળવા તો એમ પણ મળ્યું કે કરણે પોતાની આગામી ફિલ્મમાં સલમાનને સાઇન પણ કરવાનો નિર્ણય કર્યો છે.

એમ તો આજે બૉલીવુડનો દરેક દિગ્દર્શક સલમાન સાથે કામ કરવા તલપાપડ છે, પરંતુ જ્યારે વાત કરણની હોય તો તે વાત કઈંક ખાસ થઈ જાય છે, કારણ કે કરણ શાહરુખના જિગરી દોસ્ત છે અને શાહરુખ-સલમાન વચ્ચે મતભેદ વિશે કોણ નથી જાણતું. એાવામાં જો કરણ એમ કહે કે તેઓ સલમાન સાથે કામ કરવા માંગે છે તો ચોક્કસ કઈંક ખાસ છે.
આ તો વાત હતી કરણ જૌહરની ઇચ્છાની. હવે વાત કરીએ સલમાન ખાનની. કરણ તો દરેક જગ્યાએ કહે છે, પરંતુ અત્યાર સુધી સલમાને આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. તેમણે ના તો હા કરી છે અને ના પણ નથી કરી. પરંતુ તાજેતરમાં જ બિગ બૉસના સેટ ઉપર રસપ્રદ વાત થઈ કે જ્યારે સલમાન સાથે કરણ જૌહર નજરે પડ્યાં પોતાની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરની આખી ટીમ સાથે. કરણે તક ઝપડી લેતાં સલમાનના મોઢેથી કઢાવી નાંખ્યું કે તેઓ સલમાનના આગામી દિગ્દર્શક છે.
થયું એમ કે સલમાન ખાન અને આલિયા ભટ્ટ પરસ્પર સલમાનની ફિલ્મ મૈંને પ્યાર કિયાનો ડાયલૉગ બોલી રહ્યા હતાં. ડાયલૉગ ખતમ કર્યા બાદ કરણે સલમાનને જણાવ્યું કે તેઓ પણ સલમાનને કઈંક કહેવા માંગે છે. સલમાને પૂછતાં કરણે જણાવ્યું હમ આપકે હૈં કૌન. કરણના સવાલના જવાબમાં સલમાન બોલી ઉઠ્યાં આપ મેરે હોને વાલે ડાયરેક્ટર હૈં. બસ પછી શું. કરણને તો જે જોઈતુ હતું તે મળી ગયું અને તેઓ ખુશ થઈ બિગ બૉસના સેટથી પરત ફર્યાં.
હવે સલમાને આ માત્ર મજાકમાં કહ્યું છે કે પછી સાચું. તે તો વખત આવે ખબર પડી જશે. હાલ તો એટલું જ કહી શકાય કે જો સલમાને સાચુ કહ્યું હોય તો પછી કરણ કી નિકલ પડી.












Click it and Unblock the Notifications
