For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર સરકારે સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી

સુશાંતના પિતા કે કે સિંહે સમગ્ર મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાત કરીને સીબીઆઈ તપાસની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં પિતા કે કે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી સામે એફઆઈઆર દાખલ કર્યા બાદ રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસ સાથે જોડાયેલા ઘણા લોકો મીડિયામાં સામે આવી નિવેદનો આપી રહ્યા છે. સુશાંતના ફેન્સ સતત સીબીઈઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. વળી, બિહાર પોલિસ પણ હવે સુશાંત કેસની તપાસ કરી રહી છે જેમાં કહેવાઈ રહ્યુ છે કે મુંબઈ પોલિસ તેમનો સહયોગ કરતી નથી. વળી, આ કેસમાં નવો વળાંક આવ્યો છે સુશાંતના પિતા કે કે સિંહે સમગ્ર મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાત કરીને સીબીઆઈ તપાસની માંગ કરી છે.

sushant-nitish kumar

ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારે કહ્યુ હતુ કે સુશાંતના પિતા આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરશે તો અમે તેમના પ્રસ્તાવને આગળ મૂકીશુ. સુશાંતની બહેન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ કેસમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનુ શબ 14 જૂને તેમના ઘરમાં લટકતુ મળ્યુ હતુ. તેમણે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. જો કે તેમના મોત બાદથી તેમના ફેન્સ આરોપ લગાવી રહ્યા છે કે સુશાંતને આના માટે મજબૂર કરવામાં આવ્યો, તેમના પર દબાણ હતુ જેના કારણે તેમણે આ પગલુ લીધુ.

નીતિશ કુમારે કહ્યુ કે જો સુશાંતના પિતા કે જેમણે આ કેસમાં એફઆઈઆર નોંધાવી છે તે સીબીઆઈ તપાસની માંગ કરે તો તેમની સરકાર આ કેસની તપાસ સીબીઆઈ તપાસ કરાવવા માટે ગૃહ મંત્રાલયને કહી શકે છે. એફઆઈઆર નોંધાયા બાદ બિહાર પોલિસની એ જવાબદારી છે કે તે કેસની તપાસ કરે અને તે એ કરી રહી છે. સુશાંતના પિતાએ એફઆઈઆર નોંધાવી છે માટે મુંબઈ પોલિસે બિહાર પોલિસને સહયોગ આપવો જોઈએ. બિહાર પોલિસ આ સમગ્ર કેસની પૂરી ઈમાનદારી અને ગંભીરતાથી તપાસ કરી રહી છે. પરિવારને ન્યાય મળવો જોઈએ.

સુશાંત સિંહ કેસઃ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જણાવી 14 જૂનની આંખોદેખી હકીકતસુશાંત સિંહ કેસઃ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જણાવી 14 જૂનની આંખોદેખી હકીકત

English summary
Bihar Government recommends CBI investigation in Sushant Singh Rajput death case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X