Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિપાશાનો પણ કોઈ પીછો કરી રહ્યો છે...

મુંબઈ, 29 ડિસેમ્બર : દિલ્હીમાં તાજેતરમાં એક મેડિકલ વિદ્યાર્થિની સાથે થયેલ ગૅંગ રેપે સૌને હચમચાવી મુક્યો છે. દેશ ભરમાં રહેતી છોકરીઓ અને મહિલાઓ પોત-પોતાની સલામતી અંગે વધુ સતર્ક થઈ રહી છે, પરંતુ આ બનાવ જોઈ સામાન્ય છોકરીઓથી લઈ બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ હચમચી ઉઠી છે. હવે બૉલીવુડ અભિનેત્રીઓ પણ પોતાની સલામતી અંગે અસહજ અનુભવી રહી છે. સમાચાર છે કે બૉલીવુડના એક ખૂબ જ સ્માર્ટ બંગાળી બેબ્સ બિપાશા બાસુ પણ હવે અજાણ્યાઓ દ્વારા તેમની તરફ જોતાં ભયભીત થઈ જાય છે.

તાજેતરમાં જ સલમાન ખાનની બર્થ ડે પાર્ટી દરમિયાન બિપાશા બાસુ પોતાના મિત્રો સાથે આ અંગે વાત કરતા જણાયાં. બિપાશાએ જણાવ્યું કે થોડાંક દિવસ અગાઉ જ મુંબઈના ગોલ્ડ જિમમાં તેમણે એક અજાણ્યા શખ્સને પોતાના તરફ ખૂબ જ ખોટી નજરે જોતા જોયું અને તેને જોઈ બિપાશા થોડાંક અસામાન્ય અનુભવવા લાગ્યાં. થોડીક વાર બાદ તે શખ્સ બિપાશાની એકદમ નજીક આવી તેમને જોવા લાગ્યાં અને પછી તો આ બંગાળી બાળાનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો અને બિપાશાએ તે શખ્સને સૌની સામે પાઠ ભણાવવાનો નિર્ધાર કરી લીધો, પરંતુ જ્યાં સુધી બિપાશાએ જિમના સિક્યુરિટીને માહિતી આપી, ત્યાં સુધીમાં તો તે શખ્સ ભાગી છુટ્યો.

હવે જિમના મૅનેજર તે શખ્સનું સભ્યપદ રદ્દ કરવા અંગે વિચારી રહ્યાં છે, પરંતુ બિપાશા બાસુના હૃદયમાં એક વિચિત્ર ભય પેસી ગયો છે. તેઓ વારંવાર તે જ બનાવ અંગે વિચારી રહ્યાં છે. તેમનો આ ભય જોતાં લાગે છે કે અત્યાર સુધી છોકરીઓ માટે સૌથી સેફ ગણાતી માયાનગરી મુંબઈ પણ હવે છોકરીઓને ભયભીત કરવા લાગી છે. જો બિપાશા બાસુ જેવી મોટી સેલિબ્રિટી સાથે આવા બનાવો થઈ રહ્યાં છે, તો પછી સામાન્ય છોકરીઓની સલામતીનું શું થશે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X