• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિલ્હી લજ્જિત... દેશ... સંસદ... ગુસ્સામાં અને પબ્લિક મીડિયા?

By Kanhaiya
|

અમદાવાદ, 19 ડિસેમ્બર : દિલ્હી લજ્જિત... દેશ આઘાતમાં... સંસદ રોષે ભરાઈ... શબ્દોનો ભ્રમજાળ અને શબ્દોના ઈજન. બંને જ માત્ર વાતો છે. દિલ્હીમાં ગૅંગ રેપનો ભોગ બનેલ યુવતી ઉપર આ બંને વાતોની કોઈ અસર નહીં થાય. નથી આ શબ્દોથી તેને રાહત મળવાની કે નથી તેના ઘા ક્યારેય રુઝાશે.

... પરંતુ ... પરંતુ ... પરંતુ. ન્યુઝ ચૅનલોમાં આ પ્રકારના શબ્દો સાથે પોતાની હૅડલાઇન્સ ચલાવનારા શરમ ક્યારે અનુભવશે? દિલ્હીને હસ્તિનાપુર અને રાજકારણને ધૃતરાષ્ટ્ર સાથે સરખાવનાર ન્યુઝ ચૅનલો તે બતાવી રહ્યાં છે, જે બની ચુક્યું છે, પરંતુ બનાવના મૂળમાં જવાનો સાહસ ભાગ્યે જ કોઈમાં છે. હોય પણ કઈ રીતે? આખરે આ સમાચાર ચૅનલોની કમાણી જ તે મૂળ આધારે ચાલે છે.

Delhi Rape Protest

દિલ્હીને જો હસ્તિનાપુર અને રાજકારણને ધૃતરાષ્ટ્ર બતાવવાનો સાહસ કરી શકાતો હોય, તો શું દ્રૌપદીના કાળ જેવી જાહેર શુદ્ધતા અંગે કોઈ ચર્ચા કરવાં તૈયાર છે? શું માત્ર થોડાંક યુવાનોના કૃત્ય માત્રથી આખી દિલ્હી લજ્જિત થઈ શકે? માથાભારે લોકોનો કોઈ ગામ-શહેર-દેશ નથી હોતો. શું મીડિયા એટલે કે પબ્લિક મીડિયા આટલી નાનકડી વાત નથી જાણતું? દરેક ગામ-શહેર-દેશ અને કાળે આવા માથાભારે લોકો ભરપૂર પ્રમાણમાં હોય છે અને આ લોકોને છુટો દોર આપે છે પવન. પવન જે સર્વવ્યાપી છે, જે સૌમાં ભરપૂર છે.

શું પવનની પવિત્રતા અંગે વિચાર કરી કાય? કોઈ પબ્લિક મીડિયા આ પવનની પવિત્રતા અંગે ચર્ચા કરવા તૈયાર છે?

આપ વિચારતા હશો કે આખરે અમે કહેવા શું માંગીએ છીએ? ચાલો વાતને વધુ ન ફેરવતાં મુદ્દા ઉપર આવી જઇએ. આ પવન છે જાહેર શુદ્ધતા પર તોળાતા ખતરાનો. આ પવનમાં સુગંધ નથી, દુર્ગંધ છે. ક્યાંથી ભળી આ દુર્ગંધ? કોઈ વિચારવા કે કોઈ ચર્ચા કરવા તૈયાર છે?

આજના પવનમાં ભળેલ ગંધ (સુગંધ કે દુર્ગંધ) જાહેર પ્રચાર-પ્રસાર માધ્યમ એટલે કે પબ્લિક મીડિયા વડે પેસી છે. આજે ભારતમાં કેટલાં ઘર કે કુટુમ્બ છે કે જેઓ આ પબ્લિક મીડિયા સાથે સીધી રીતે જોડાયેલા નથી? કોણ થિયેટર નથી જતું? ભલે મહીને-બે મહીને કે છ મહીને એક વાર જ જાય. અને જો ન પણ જઈ શકે, તો કોના ઘરે આખુંને આખું થિયેટર નથી? દરેક ઘરમાં ટેલીવિઝન સ્વરૂપે થિયેટર સાકાર થઈ ચુક્યું છે.

હદ તો ત્યારે થઈ જાય છે, જ્યારે બેડરૂમમાં સાકાર ટેલીવિઝન રૂપી થિયેટર જ્યારે પોતે જ બેડરૂમના દૃશ્યો નિર્ભયપણે બતાવે છે. ફિલ્મો અને સીરિયલો તેવું બધું પીરસી રહી છે કે જે કદાચ બેડરૂમના જ ભાગ હોઈ શકે છે, પરંતુ આજે બેડરૂમનો નજારો દરેક ઘરમાં સામાન્ય થઈ ગયો છે.

દિલ્હી ગૅંગ રેપ કેસ અંગે દિલ્હીને લજ્જિત કહેતાં લોકોની મતિમાં હકીકતમાં નારી-સન્માનનો દૃષ્ટિકોણ છે, પરંતુ નારી-સન્માન અને નારીના શીલની સલામતી શું જાહેર જીવનની શુદ્ધતા-પવિત્રતા પર અવલમ્બતી નથી? ક્યાં ગઈ તે જાહેર શુદ્ધતા? અને તેના થી પણ મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આખરે કેમ ખોવાઈ જાહેર શુદ્ધતા?

દિલ્હી ગૅંગ રેપ કેસ અંગે અનેક બૉલીવુડ અભિનેતાઓ સહિત અભિનેત્રીઓએ પણ રોષ વ્યક્ત કર્યો છે. તેમાં પ્રીતિ ઝિંટાથી લઈ કરીના કપૂર સુદ્ધાના નામનો પણ સમાવેશ થાય છે. એક સામાન્ય સ્ત્રી તરીકે ભલે એક સામાન્ય દર્શક તેમને સન્માન આપતો હોય, પરંતુ ફિલ્મોમાં આ અભિનેત્રીઓ જે પ્રકારની ભૂમિકા ભજવે છે, શું એક પુરુષ દર્શક આ અભિનેત્રીઓના અંગ પ્રદર્શનને નિષ્કામ કે વાસનારહિત નજરે નિહાળી શકે છે? અને તે પણ ત્યારે કે જ્યારે ફિલ્મોમાં અંગ પ્રદર્શન કરાતું જ હોય દર્શકો (મહિલા નહીં, પુરુષ દર્શકો)ને આકર્ષવા માટે?

હવે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું એક સામાન્ય પુરુષ દર્શક ફિલ્મી પડદે દેખાતાં એવા દૃશ્યો માત્ર જોવા જ જાય છે. એવી કઈ વ્યક્તિ છે કે જે સાકાર દૃશ્યનો સ્વાનુભાવ ન કરવા ધારતો હોય? આખરે આ દૃશ્યનો તો જ જગત છે. કોઈનો બંગલો, કોઈની પ્રગતિ, કોઈની ઉંચાઈ, કોઈની સારાઈ કે નરસાઈ... તમામ જગતના આ દૃશ્યોમાંથી જ તો લોકો પ્રેરણા લેતાં હોય છે અને એ તો તે વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે કે તે કેવી પ્રેરણા લે? એક વ્યક્તિ વિશેષની નરસાઈમાંથી પ્રેરણા લેવી કોઈકની વ્યક્તિગત માનસિક સ્થિતિ હોઈ શકે, પરંતુ જાહેર જીવનમાં જે વ્યક્તિ હોય, પછી તે ગાંધી હોય કે સરદાર, શું તેમનાંથી પ્રેરણા માત્ર વ્યક્તિગત મનઃસ્થિતિનું કારણ હોઈ શકે? દરેક વ્યક્તિ બીજી વ્યક્તિને એવા મહાનુભાવના જીવનમાંથી પ્રેરણા લેવાની શીખામણ આપે છે, કારણ કે આ મહાનુભાવો જાહેર જીવનમાં હતાં.

હવે આ જ જાહેર જીવનને આજની પરિસ્થિતિમાં જોવા જઇએ, તો શું ફિલ્મો અને ટીવી સીરિયલો આપણાં જાહેર જીવનનો ભાગ નથી? આ પબ્લિક મીડિયમાં દર્શાવાતાં દૃશ્યો અને વાર્તાઓમાંથી પ્રેરણા લેવી માત્ર વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે? કોઈ પણ જાહેર માધ્યમ સામૂહિક દૃષ્ટિકોણ ઉપર અસર તો કરે જ છે અને આ જ કારણ છે કે ફિલ્મો અને ટીવી સીરિયલોમાં જે કંઈ નિર્બાધ રીતે પિરસાઈ રહ્યું છે, તેનાથી સામાન્ય જાહેર જીવનમાં પુરુષો જ નહીં, પણ સ્ત્રીઓની લાગણીઓ પણ ઉશ્કેરાઈ રહી છે.

કોઈ પણ નરસાઈ માટે એક વિષયને જવાબદાર ઠેરવાવનો અહીં કોઈ પ્રયત્ન નથી, પરંતુ જાહેર જીવન સાથે સંકળાયેલ પબ્લિક મીડિયા પર અંકુશની જરૂર નથી લાગતી? મીડિયા દિલ્હી ગૅંગ રેપ કેસને ઊંચા અવાજે ઉઠાવી રહ્યું છે, પરંતુ તે જ મીડિયામાં આખા દિવસ દરમિયાન ત્રણ-ત્રણ કલાકના ખાસ કાર્યક્રમો ફિલ્મો અને સીરિયલો ઉપર આધારિત હોય છે અને તેમાં તે બધું દર્શાવાય છે કે જે કોઈ પણ મહિલા કે પુરુષને સદ્પ્રેરણા કે દુષ્પ્રેરણા આપ શકે છે? શું જાહેર મીડિયાની સમાજ પ્રત્યે કોઈ જવાબદારી નથી? શું જાહેર મીડિયા એવી રીતે ન વર્તી શકે કે તેમાંથી લોકોને માત્ર સદ્પ્રેરણા નહીં, તો કમ સે કમ વધુમાં વધુ સદ્પ્રેરણા જ મળે.

સેંસર બોર્ડ આખરે શું કરી રહ્યું છે? શું તે ઊંઘી રહ્યું છે? શું આપણા પ્રાચીન ગ્રંથો-વાર્તાઓમાં કોઈ નારી માટે ગરમ કે હૉટ શબ્દ પ્રયોગ થતો હતો? શું મીના કુમારી, રેખા કે શ્રીદેવી જેવી અભિનેત્રીઓના નામોની આગળ પણ ક્યારેય હૉટ શબ્દ વપરાતો હતો? મને યાદ નથી આવતું, પરંતુ આજની દરેક હીરોઇન સાથે હૉટ કૅટ, હૉટ પ્રિયંકા, હૉટ કરીના જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. સૌંદર્યની વ્યાખ્યાને આ રીતે કામ-વાસના અને કામોત્તેજના સાથે જોડી દેવું શું નારી સન્માનની બાબત છે?

અમે એમ નથી કહેતાં કે ફિલ્મો જ આવા પ્રકરણો માટે જવાબદાર છે. બળાત્કારો અગાઉ પણ થતા હતાં, પરંતુ તેમની સંખ્યા માત્ર વધી જ નથી, પણ કામોત્તેજના હવે ખુલીને સામે આવવા લાગી છે અને વ્યક્તિ નિરંકુશ થવા લાગી છે. આવો અતિરેક માત્ર પુરુષોમાં જ નહીં, પણ અનેક બનાવોમાં સ્ત્રીઓમાં પણ જોવા મળે છે. જાહેર શુદ્ધતા ઉપર જો આ પ્રકારના હુમલા થઈ રહ્યાં છે, તો શું જાહેર શુદ્ધતામાં ફેલાયેલ આ દુર્ગંધનો પણ ફાળો નથી કે જે ફિલ્મો અને સીરિયલો વડે ફેલાવાઈ રહી છે?

lok-sabha-home

English summary
All over India people are just talking about Delhi Rape Case. But these words can't heal wounds of the victim. The way media is shouting is not actually good.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more