Photo: બિપાશા બાસુની 'જંગલી' હોલીડે ટ્રિપ પર એક નજર
[બોલીવુડ ગપસપ] બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર ગમે તેટલું છુપાવવાની કોશીશ કરે પરંતુ ઇશ્ક અને મુશ્ક છૂપાવવાથી નથી છૂપતા. અને હવે આ બંનેએ પણ વિચારી લીધું છે કે પ્યાર કિયા તો ડરના ક્યા! હવે આખી વાર્તા એવી છે કે બિપાશા બસુ પોતાના ખાસ મિત્ર કરણ સિંહ ગ્રોવરની સાથે ફરીથી એક હોલીડે ટ્રિપ પર છે.
આ પહેલા પણ તેઓ હિમાલયની બર્ફીલી પહાડીયોમાં ચિલ કરી રહ્યા હતા, ત્યાર બાદ કરણના બર્થ ડે પર ગોવાના સમુદ્ર તટ પર પહોંચ્યા હતા. જોકે બંનેની લવ લાઇફનો ઇતિહાસ જોવામાં આવે તો તેમને માત્ર ફ્રેન્ડ્સ કહેવા જ યોગ્ય રહેશે. બિપાશા અને કરણની આ જંગલ સફારીની તસવીરોમાં એટલી એનર્જી છે કે આપને પણ જોઇને મજા આવી જશે....

ધ જંગલ બુક
બંનેની જંગલબુકની શરૂઆત જ કેટલી જંગલી છે એ તો આપ તસવીરમાં જ જોઇ શકો છો.

યોગ
યોગ મનની શાંતિ માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ જ્યારે યોગમાં રોમાંસનો તડકો લાગી જાય તો... ઓમ શાંતિ ઓમ..

યાહૂ... કોઇ હમે જંગલી કહે..
બંને ક્યાં ઊડી રહ્યા છે એતો ખબર નથી પરંતુ કરણનું સ્ટેટસ એ જણાવે છે કે તેઓનો ઉડવાનો સમય આવી ગયો છે.

હોરર બિપાશા..
આપને પેલી રમત તો યાદ હશે જ. જેમાં આપણે છૂપાઇને બીજાની સામે એકદમ આવી જઇને કહી છીએ કે ભૌ... આ કંઇક એવી રીતનો જ હોરર પોઝ આપેલો છે.

લકી લિપ્સ
શું આ સર્જરીનો કમાલ છે કે પછી માત્ર પાઉટનો. પરંતુ લિપસ્ટિક શેડ યુવતીઓને ખૂબ જ પસંદ આવશે

જંગલમાં મંગલ
બે પ્રેમી કપલ્સ જંગલમાં ખોવાઇ ગયા છે, અને તેઓ જંગલમાં શું ગુગ ખીલાવી રહ્યા છે એતો તેમને ખબર. બિપાશા અને કરણની સાથે છે તેમના ખાસ મિત્ર રોકી એસ.

બિપ્સનું મન ઝૂલામાં
જ્યારે વર્ષાઋતુની ધમાકેદાર સિઝન હોય તો ઝૂલાને જોઇને તો કોઇપણનું મન લલચાઇ જશે.

ગોવાની મસ્તી
જો આપે તેમની ગોવાની મસ્તી નથી જોઇ તો અહીં ક્લિક કરીને તેમની ગોવાની ટ્રીપ જોઇ લો...












Click it and Unblock the Notifications
