ડર્ટી દેખાવામાં વિદ્યા કરતાં આગળ નિકળી ગઈ બિપાશા

ધ ડર્ટી પિક્ચરમાં વિદ્યા બાલનની બોલ્ડ એક્ટિંગ સમગ્ર દેશમાં વખણાઈ હતી અને આ માટે વિદ્યાને બેસ્ટ એક્ટ્રેસના એવૉર્ડ્સ પણ મળ્યા હતાં.
રાઝ 3 રિલીઝ થયા પહેલાથી જ અટકળો લગાવાતી હતી કે બિપાશાએ આ ફિલ્મમાં ઘણી બોલ્ડ એક્ટિંગ કરી છે, પણ કોઈને અંદાજો નહોતો કે બિપાશા (ગેલેરી) વિદ્યા કરતા આગળ નિકળી જશે.
તાજેતરમાં જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે રાઝ 3ના બિજનેશની બીજી ફિલ્મો સાથે સરખામણી કરતાં લખ્યુ હતું કે મર્ડર 2 પહેલા વીકમાં 36.5 કરોડની કમાણી કરી શકી હતી, જ્યારે ધ ડર્ટી પિક્ચરની કમાણી 52.2 કરોડ હતી, પણ રાઝ 3 પહેલા વીકમાં જ 55.25 કરોડની કમાણી કરી ચુકી છે.
હાલ પણ તે બૉક્સ ઑફિસ ઉપર સતત સારું કલેક્શન કરી રહી છે. અનુમાન કરાય છે કે આ ફિલ્મ આ અઠવાડિયા સુધી 1 કરોડ સુધીનું બિઝનેશ કરશે. જોકે, બર્ફી રિલીઝ થયા પછી રાઝ 3ના કલેક્શનમાં થોડો ઘટાડો નોંધાવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
