બિપાશાના શ્યામ રંગ પર યુઝરે કરી કમેન્ટ, અભિનેત્રીએ આપ્યો જોરદાર જવાબ

ટ્રોલરે બિપાશા બાસુના રંગ વિશે ખૂબ ભદ્દી કમેન્ટ કરી હતી ત્યારબાદ બિપાશાએ જડબાતોડ જવાબ આપ્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી જાણીતી ફેરનેસ બ્રાન્ડ 'ફેર એન્ડ લવલી' ચર્ચામાં છે અને આ વિશે લોકો વિવિધ પ્રકારની વાતો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હિંદુસ્તાન યુનિલીવરે શુક્રવારે પોતાની બ્રાન્ડ 'ફેર એન્ડ લવલી' ક્રીમમાં અમુક ફેરબદલ કરીને તેનો 'ફેર' શબ્દ હટાવી દીધો હતો. બસ, ત્યારબાદથી આ વિશે ચર્ચા શરૂ થઈ ગઈ હતી અને ઘણા સ્ટાર્સે આના પર પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ હતુ. રંગભેદને પ્રોત્સાહન આપતી સમાચાર વિશે બિપાશા બાસુ પણ બોલી હતી. બિપાશા બાસુએ જ્યારે આ વિશે પોતાની વાત કહી તો તે વાયરલ થઈ ગયુ. તેને આના પર હવે ટ્રોલ કરવામાં આવી રહી છે. ટ્રોલરે બિપાશા બાસુના રંગ વિશે ખૂબ ભદ્દી કમેન્ટ કરી હતી ત્યારબાદ બિપાશાએ જડબાતોડ જવાબ આપ્યો છે.

ટ્રોલરની ભદ્દી કમેન્ટનો બિપાશાએ આપ્યો જવાબ

ટ્રોલરની ભદ્દી કમેન્ટનો બિપાશાએ આપ્યો જવાબ

ટ્રોલરે બિપાસા માટે લખ્યુ હતુ કે...'ગોરા દેખાવા માટે તમે પોતાની સ્કીન પર લાઈટનિંગ કર્યુ છે અને આ સાથે સાથે વ્હાઈટનિંગ ટ્રીટમેન્ટ પણ કરાવી છે.. તમે સુંદર છો.' આના જવાબમાં બિપાશાએ લખ્યુ કે, 'શું ખરેખર? આટલી મોટી વાત જણાવવા માટે તમારો આભાર. મારી સ્કીન ઘણી સૉફ્ટ અને એલર્જિક છે... મે મારી આખી જિંદગીમાં માત્ર બે ફેશિયલ કરાવ્યા છે.'

એક અજનબીને ખબર છે મે શું કરાવ્યુ

એક અજનબીને ખબર છે મે શું કરાવ્યુ

બિપાશાએ વધુમાં લખ્યુ કે, 'એક અજનબીને ખબર છે, મે શું કરાવ્યુ.' બિપાશાનો આ જવાબ લોકો ઘણો પસંદ કરી રહ્યા છે અને તેને સાથ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બિપાશા બાસુને ઈન્ડસ્ટ્રીની અમુક સાંવલી અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે પરંતુ તેણે પોતાના કરિયરમાં ઘણુ નામ કમાયુ છે.

પોતાની આગવી સ્ટાઈલ

પોતાની આગવી સ્ટાઈલ

બિપાશા એ અભિનેત્રીઓમાંની એક છે જેની પોતાની એક સ્ટાઈલ છે. બિપાશા બાસુએ ઘણા સમયથી કોઈ ફિલ્મ નથી કરી અને તે પોતાની પર્સનલ લાઈફમાં બિઝી છે. તમને જણાવી દઈએ કે બિપાશા બાસુએ પોતાના કરિયરમાં એક એકથી ચડિયાતી શાનદાર ફિલ્મો આપી છે જેને ફેન્સ હંમેશા યાદ રાખશે. તેણે ઘણા આઈટમ સોન્ગ પણ કર્યા છે કે જે આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X