બર્થડે ગર્લ કૃતિ સેનના બાળપણના મૉડલિંગના RARE ફોટા, સુશાંત સાથે જોડાઈ ચૂક્યુ છે નામ

બૉલિવુડ અભિનેત્રી કૃતિ સેનન 27 જુલાઈએ પોતાનો 31મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. ચાલો તમને બતાવીએ કૃતિ સેનનના બાળપણથી લઈને મૉડલિંગ સુધીના અનસીન ફોટા.

બૉલિવુડ અભિનેત્રી કૃતિ સેનન 27 જુલાઈએ પોતાનો 31મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. બૉલિવુડમાં ટૉપ અભિનેત્રીઓમા શામેલ હોવાની મથામણ ચાલુ છે. જો કે કૃતિની ફિલ્મો લિસ્ટમાં ઘણી હિટ ફિલ્મો શામેલ છે જ્યાં તે ઘણા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી ચૂકી છે. કૃતિ એ અભિનેત્રીઓમાંની એક છે જેની પહેલી જ ફિલ્મ હિટ સાબિત થઈ છે અને બૉક્સ ઑફિસ પર શાનદાર બિઝનેસ કર્યો. આ રીતે કામમાં કૃતિ સેનન સતત મહેનત કરતી જોવા મળી રહી છે. તે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ બાદ સતત ફિલ્મો પણ કરી રહી છે અને સાઉથમાં પણ અમુક ફિલ્મો કરી છે. હાલમાં તે પોતાની 'મિમી' ફિલ્મ માટે તૈયારીઓ કરી રહી છે. આ ફિલ્મથી તે પોતાની કરિયરને આગળ વધારવાની કોશિશ કરશે કારણકે તે મહિલા કેન્દ્રિત ફિલ્મ છે જેમાં તે લીડ રોલમાં હશે. બની શકે કે તેના કરિયર માટે 'મિમી' ફિલ્મ શાનદાર સાબિત થાય. ચાલો તમને બતાવીએ કૃતિ સેનનના બાળપણથી લઈને મૉડલિંગ સુધીના અનસીન ફોટા. આ બધા ફોટામાં એક વસ્તુ કૉમન છે અને તે છે કૃતિની સ્માઈલ, જુઓ તેના સુંદર ફોટા.

ડેબ્યુ

ડેબ્યુ

વર્ષ 2014માં આવેલી શબ્બીર ખાનની ફિલ્મ હીરોપંતીથી કૃતિસેનને ડેબ્યુ કર્યુ. આના માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો. ફિલ્મમાં કૃતિ સેનને ટાઈગર શ્રોફ સાથે સ્ક્રીન શેર કરી. ટાઈગરની પણ આ ડેબ્યુ ફિલ્મ હતી.

દિલ્લી ગર્લ

દિલ્લી ગર્લ

કૃતિ સેનન દિલ્લી ગર્લ છે, તેનો જન્મ દિલ્લીમાં થયો છે. કૃતિના પિતા સીએ છે. વળી, કૃતિની મા દિલ્લી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. પંજાબી પરિવારમાં જન્મેલી કૃતિ સેનનની બહેનનુ નામ નૂપુર સેનન છે.

હીરોઈન નહિ એન્જિનિયર હોત કૃતિ

હીરોઈન નહિ એન્જિનિયર હોત કૃતિ

કૃતિ સેનન એન્જિનિયરીંગનો અભ્યાસ કરી ચૂકી છે. તેણે નોઈડાની કોલેજમાંથી બી ટેક કર્યુ છે.

પહેલો પ્રોજેક્ટ

પહેલો પ્રોજેક્ટ

આમ તો કૃતિ સેનને સીધા બૉલિવુડમાં નહિ પરંતુ સાઉથની ફિલ્મમાં એન્ટ્રી લીધી હતી. તેનો પહેલો પ્રોજેક્ટ ફિલ્મ તેલુગુ સાઈકોલૉજિકલ થ્રીલર 'નેનોક્કાડાઈન' હતી.

શાહરુખ ખાન સાથે

શાહરુખ ખાન સાથે

કૃતિ સેનન શાહરુખ ખાન, કાજોલ અને વરુણ ધવન સાથે બિઝનેસની દ્રષ્ટિએ સુપરહિટ રહેલી ફિલ્મ 'દિલવાલે'માં પણ જોવા મળી.

સુશાંત સાથે જોડાઈ ચૂક્યુ છે નામ

સુશાંત સાથે જોડાઈ ચૂક્યુ છે નામ

કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂતે એક સાથે ફિલ્મ રાબતામાં કામ કર્યુ. આ ફિલ્મ બાદ કૃતિ અને સુશાંતનુ નામ પણ જોડાયુ. જો કે ક્યારેય આ વિશે હામી ન ભરી. પરંતુ સુશાંતના ગયા બાદ કૃતિ સેનન ઘણી દુઃખી જોવા મળી. કૃતિએ સતત સુશાંત માટે પોસ્ટ લખી. જેનાથી સ્પષ્ટ જાણવા મળે છે કે બંને વચ્ચે ગાઢ દોસ્તી હતી.

બહેન પણ જલ્દી કરશે ડેબ્યુ

બહેન પણ જલ્દી કરશે ડેબ્યુ

કૃતિ સેનની બહેન નૂપુર સેનન પણ બૉલિવુડ ડેબ્યુ વિશે ઘણીવાર ચર્ચામાં રહે છે. જો કે હજુ સુધી કોઈ પ્રોજેક્ટનુ નામ સામે આવ્યુ નથી. પરંતુ નૂપુર અક્ષય કુમાર સાથે હાલમાં એક ગીતમાં જોવા મળી જેને ખૂબ પસંદ કરવામાં આવ્યુ.

આઈટમ સોંગ

આઈટમ સોંગ

કલંક ફિલ્મમાં એરા ગેરામાં કૃતિ સેનનો સુપર હૉટ અવતાર જોવા મળ્યો. કરણ જોહરની ફિલ્મમાં કૃતિના ગીતને ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ.

હિટ ફિલ્મો

હિટ ફિલ્મો

હીરોપંતી, દિલવાલે, બરેલી કી બર્ફી, લુકા છિપી અને હાઉસફૂલ 4 જેવી હિટ ફિલ્મો કૃતિ સેનનના કરિયરમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X