અજય-અક્ષય ઘેલા રવીના બની ગયાં થડાણીના બીજા પત્ની

મુંબઈ, 26 ઑક્ટોબર : આજે બૉલીવુડના મસ્ત-મસ્ત ગર્લ રવીના ટંડનનો જન્મ દિસ છે. તેઓ 39 વર્ષના થઈ ગયાં છે. તાજેતરમાં જ ફિલ્મી પડદે કમબૅક કરનાર રવીના નેવુના દશકના સૌથી હૉટ અને સિઝલિંગ અભિનેત્રી ગણાતા હતાં. ફિલ્મ નિર્માતા રવિ ટંડન અને વીણા ટંડનના લાડકડા રવીનાએ પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત પત્થર કે ફૂલ ફિલ્મ દ્વારા સલમાન ખાન સાથે કરી હતી. ફિલ્મ ફ્લૉબ રહી અને તે પછી રવીનાએ અનેક ફ્લૉપ ફિલ્મો આપવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. રવીનાએ તે વખતે જાહેરાત કરી હતી કે તેઓ ક્યારેય એક્સપોઝ નહીં કરે, પણ સતત નિષ્ફળતાઓએ રવીનાને ભાંગી નાંખી અને રવીનાએ આતિશ તથા ઇમ્તિહાન જેવી ફિલ્મો દ્વારા એક્સપોઝ કરવાની શરુઆત કરી અને મોહરામાં તેઓ એકદમ ખુલી ગયાં. ફિલ્મ જોરદાર હિટ રહી અને રવીના ટંડન બૉલીવુડના મસ્ત મસ્ત ગર્લ બની ગયાં.

raveena
રવીના અંગે તે વખતે થતી ચર્ચાઓ મુજબ તેઓ કૅરિયરના આરંભે અજય દેવગણના પ્રેમમાં ઘેલા હતાં, પણ કરિશ્મા કપૂરને કારણે રવીના અને અજયનો પ્રેમ ખીલી ન શક્યો. જોકે રવીના-અજયે દિલવાલે જેવી સિલ્વર જ્યુબિલી ફિલ્મ આપી હતી. પછી રવીનાના જીવનમાં એન્ટ્રી થઈ ખેલાડી અક્ષય કુમારની. અક્ષય સાથે રવીનાએ પડદા ઉપર પણ મન મૂકીને રોમાંસ કર્યો. કહેવાયુ તો અહીં સુધી કે અક્ષય કુમાર અને રવીના ટંડન લગ્ન કરવાના હતાં, પરંતુ કોઇક ત્રીજાના કારણે આ સંબંધ તુટી પડ્યો અને તે ત્રીજી વ્યક્તિ હતી શિલ્પા શેટ્ટી. જોકે રવીનાએ ક્યારેય અજય દેવગણ તથા અક્ષય કુમાર અંગે જાહેરમાં કોઈ ખુલાસો કર્યો નથી.

બૉલીવુડમાં તો રવીનાને વિલમ્બથી સફળતા મળી અને કોઈ ઍવૉર્ડ ન મળ્યો, પણ અચાનક કલ્પના લાજિમીની ઑફ બીટ ફિલ્મ દમન માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ ઍવૉર્ડ જીતી તેમણે સૌને આશ્ચર્યમાં મુકી દીધાં. જોકે લોકોને આ વાત હજમ નહોતી થતી. લોકોએ રવીના ટંડન સામે આરોપ લગાવ્યો કે તેમણે જ્યુરીને પૈસા આપી ઍવૉર્ડ મેળવ્યો, પણ રવીનાએ આ આરોપ ફગાવી દીધો.

દરમિયાન અક્ષય કુમાર અને અજય દેવગણ બંનેથી છુટા પડી રવીના ટંડને અચાનક ફિલ્મ નિર્માતા અનિલ થડાણી સાથે લગ્ન કરી લીધાં. રવીના અનિલના બીજાપત્ની બન્યાં અને તેમના બે બાળકોના માતા બન્યા બાદ રવીનાએ ફિલ્મોને કેટલાંક સમય માટે અલવિદા કહી દીધી. રવીનાએ લગ્ન અગાઉ બે પુત્રીઓને દત્તક પણ લીધી છે. આમ રવીના હાલ ચાર સંતાનોના માતા છે. ગત વર્ષે તેઓ ટેલીવિઝન ઉપર હોસ્ટ તરીકે નજરે પડ્યાં. શોનું નામ હતું ઇસી કા નામ જિંદગી. તાજેતરમાં જ રવીનાએ એક તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે, તો હિન્દી સિનેમાની બેમોટી ફિલ્મોમાં પણ તેઓ નજરે પડનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X