બર્થ ડે સ્પેશિયલ : ધરમજી નહીં, દિલાવરને પરણ્યા’તા હેમા!

મુંબઈ, 16 ઑક્ટોબર : સાંભળીને આશ્ચર્ય થયુ ને? પરંતુ હકીકત આ જ છે. બૉલીવુડની સૌથી સુંદર હસીઓનામાંના એક હેમા માલિનીના લગ્ન સુપર સ્ટાર ધર્મેન્દ્ર સાથે નહીં, પણ દિલાવર ખાન સાથે થયા છે. આપ કંઈ ભળતુ-સળતુ વિચારો, તે પહેલા આપને બતાવી દઇએ કે બાબત શું છે?

hemamalini
હકીકતમાં ધર્મેન્દ્ર ફિલ્મોમાં આવતા અગાઉથી જ પરિણીત હતાં અને પરિવાર ધરાવતા હતાં, પરંતુ ફિલ્મોમાં આવ્યા બાદ તેમને હેમા માલિની સાથે મહોબ્બત થઈ ગઈ. જોકે અફૅરની સાથે-સાથે તેઓ પોતાની જવાબદારીઓ પણ નિભાવવા માંગતા હતાં. તેથી તેમણે હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ અપનાવ્યું. ઇસ્લામ અપનાવ્યા બાદ તેમનું નામ દિલાવર ખાન થઈ ગયું. હેમાને આ અંગે કોઈ વાંધો નહોતો. તેથી તેમણે પણ ધરમજીમાંથી મુસ્લિમ બનેલા દિલાવર ખાન સાથે લગ્ન કરી લીધાં. જોકે હેમાના આ લગ્નથી તેમના પરિજનો ખુશ નહોતાં, પરંતુ હેમાને પોતાના પ્રેમ ઉપર ભરોસો હતો અને તે ભરોસો ધર્મેન્દ્રે તુટવા ન દીધો.

કહે છે કે હેમાએ પણ ઇસ્લામ કબૂલ્યુ હતું, પરંતુ આ અંગે આજ સુધી સંશય બનેલુ જ છે. હેમા માલિનીનો આજે 65મો જન્મ દિવસ છે. આજે પણ હેમા-ધરમજીનો સંબંધ સફળતાપૂર્વક આગળ ધપી રહ્યો છે. હેમાએ પોતાની તમામ જવાબદારીઓ નિભાવી લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X